Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ 110 નિસીહ-૧૩૦ છેદણી- - કાન ખોતરણી ની યાચના કરે, ત્યાર પછી બીજા-બીજા સાધુ-સાધ્વી કે ગૃહસ્થને તે આપે, અપાવે કે આપનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતું [31] સાધુ-સાધ્વી “મારે વસ્ત્ર સીવવા સોયનો ખપ-જરૂર છે, કાર્યપુરું થયે પાછી આપીશ એમ કહીને સોયની યાચના કરે. લાવ્યા પછી તેનાથી પાત્ર કે અન્ય વસ્તુ સીવે-અર્થાતુ સાંધે-સંધાવે કે સાંધનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત [૩ર-૩૪] જે સાધુ-સાધ્વી પાછુ આપીશ એમ કહીને- વસ્ત્ર ફાડવા માટે કાતર માંગીને પાત્ર કે અન્ય વસ્તુ કાપે નખ કાપવા માટે નખ છેદણી માંગીને તે નખ છેદણીથી કાંટો કાઢે - કાનનો મેલ કાઢવા કાન ખોતરણી માંગીને દાંત કે નખનો મેલ કાઢે. આ કાર્ય સ્વયં કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે (તો. ત્યાં ભાષાસમિતિ ની સ્કૂલના થતી હોઈ) પ્રાયશ્ચિત્ આવે. ૩િપ-૩૮] જે સાધુ-સાધ્વી સોય..કાતર-નખછેદણી.. કાનખોતરણી અવિધિએ પરત કરે-કરાવે કે પરત કરનારની અનુમોદના કરે (જેમકે દૂરથી ઘા કરીને આદિ રીતે આપતા વાયુકાય વિરાધના, ધર્મ લઘતા દોષ થાય) [39] જે સાધુ-સાધ્વી તુંબડાના પાત્ર, લાકડામાંથી બનેલ પાત્ર અથવા માટીનું પાત્ર અર્થાત્ કોઈપણ પ્રકારના પાત્રા ને અન્યતીથિંક કે ગૃહસ્થ પાસે નિમણિ, સંસ્થાપન-પાત્રના મુખ વગેરેને ઠીક કરાવે, પાત્રના કોઈ ભાગને સમરાવે, જાતે કરવા શક્તિમાન ન હોય. પોતે થોડું પણ કરવા સમર્થ નથી એમ પોતાની શક્તિ જાણતા હોય તે વિચારીને બીજા-બીજાને આપી દે અને પોતે પાછું ન લે. આ કાર્યો પોતે કરે, બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત્ત સામાન્ય અર્થમાં કહીએ તો પોતાના પાત્ર માટે કોઈપણ જાતનું પરિકર્મસમરાવવાની ક્રિયા ગૃહસ્થ પાસે કરાવે અથવા બીજાને રાખવા આપી દે તો તેમાં છે જીવ નિકાયની વિરાધનાનો સંભવ હોવાથી સાધુ-સાધ્વીને નિષેધ કરેલ છે. 4i0 જે સાધુ-સાધ્વી દેડ, લાકડી, વદિ કારણે પગમાં લાગેલ કાદવ સાફ કરવા માટે ની સળી, વાંસની સળી આ સર્વ વસ્તુ ને અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે તૈયાર કરાવે. સમરાવે. અથવા કોઈને આપી દે. આ બધું પોતે કરે- કરાવે કે અનુમોદના કરે તો પ્રાયશ્ચિત [૪૧-૪૨જે સાધુ-સાધ્વી પાત્રાને અકારણ કે શોભા માટે થીગડું મારે અને જો કારણ વિશેષ હોય-તુટી ગયું હોય ત્યારે ત્રણ કરતાં વધારે થીગડાં લગાડે કે સાંધે આ કાર્ય પોતે કરે- કરાવૈ કે અનુમોદે તો પ્રાયશ્ચિતું [43-4] જે સાધુ-સાધ્વી પાત્રાને અવિધિથી બંધન બાંધે- - - અકારણ એક બંધન બાંધે અથતુ એક જ સ્થાને બંધન લગાવે..... કારણ હોય તો પણ ત્રણ કરતા અધિક બંધનો બાંધે,...પરિસ્થિતિવશ ત્રણથી વધુ બંધનો બાંધેલ પાત્ર દોઢ માસ કરતા વધુ સમય રાખી મુકે. આ બધું પોતે કરે, બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત [47-48] જે સાધુ-સાધ્વી વસ્ત્રને અકારણ એક થીગડું લગાવે.... કારણે ત્રણ થી વધુ સ્થાને થીગડાં પોતે લગાવે, બીજા પાસે લગાવડાવે, થીગડાં લગાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53