Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ 122 નિસીહ-પ૩૯૨ ઉદ્ઘાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે જેને "લઘુમાસિક પ્રાયશ્ચિતુ" પણ કહે છે. પાંચમાં ઉદ્દેશાની મુનિ દીપરત્ન સાગરે કરેલી “ગુર્જરછાયા” પૂર્ણ (ઉદ્દેશો-દ) નિસીહ” સુત્રના આ ઉદ્દેશામાં 393 થી 469 એટલે કે કુલ- 77 સૂત્રો છે. જેમાંના કોઈ પણ દોષનું ત્રિવિધે સેવન કરનાર ને વાડાલિયં રિહારકામાં અનુતિય નામનું પ્રાયશ્ચિત્ આવે છે. જેને “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ કહે છે. [393-402] જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને (સાધ્વી હોય તો પુરુષને) વિનવણી કરે - * હસ્ત કર્મ કરે અથતુ હાથ વડે થતી ક્રિયાઓ કરે, - - જનનેનિન્દ્રયનું સંચાલન કરે વાવતુ શુક્ર (સાધ્વી હોય તો રજ) બહાર કાઢે. (ઉદેશા-૧ માં સૂત્ર 2 થી 10 સુધી વૈર્ણન કરાયેલી બધી ક્રિયાઓ અહીં સમજી લેવી) આ ક્રિયા સ્વયં કરે, બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૪૦૩-૪૦પ જે સાધુ- મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને (સાધ્વી. પુરુષને વસ્ત્ર રહિત કરે, વસ્ત્રરહિત થવા કહે, - - સ્ત્રી (પુરુષ) સાથે કલહ-કજીયા કરે, ક્રોધાવેશથી બોલે. -- લેખ એટલે કે પત્રો લખે. આ કાર્યો કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૪૦૬-૪૧૦]જે સાધુ-મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીની સાથ્વી પુરુષની) જનનેન્દ્રિય, ગુહ્ય ભાગ, કે છિદ્રોને ઔષધિ વિશેષથી લેપ કરે, -- અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીથી એક કે અનેક વાર પ્રક્ષાલન કરે, - - પ્રક્ષાલન બાદ એક કે અનેક વખત કોઈ આલેપન વિશેષથી વિલેપન કરે, -- વિલેપન બાદ તેલ, ઘી, ચરબી કે માખણ થી અત્યંગન કે પ્રક્ષણ કરે, - - ત્યાર બાદ કોઈ સુગંધી દ્રવ્ય થી તેને ધુપ કરે અથતુ સુગંધિત કરેઆ સર્વે કાર્ય પોતે કરે- કરાવે કે કરનારની-અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [411-415] જે સાધુ-સાધ્વી મૈથુનની ઈચ્છાથી અખંડ વસ્ત્રો (વસ્ત્રના તાકા) ધારણ કરે અથતુ પોતાની પાસે રાખે, - - અક્ષત (ફાટ્યા તુટ્યા વગરના), -- ધોયેલા (સફેદ- ઉજ્જવલ) કે મલિન - - રંગીન, * રંગ બે રંગી સુંદર વસ્ત્રો ધારણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. ૪૧૬૪૬૮]જે સાધુ-સાધ્વી મૈથુન સેવનની ઈચ્છા થી એક કે અનેક વખત પોતાના પગ પ્રમાર્જન કરે- કરાવે અનુમોદે (આ કાર્યથી આરંભીને) એક ગામથી " બીજે ગામ જતાં પોતાના મસ્તકનું આચ્છાદન કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્. (નોંધઃ- અહીં 416 થી ૪૬૮માં કુલ-પ૩ સૂત્રો છે. તેનું વિવરણ ઉદ્દેશો-૩ ના સૂત્ર 133 થી 185 મુજબ જાણી લેવું. વધારા માં માત્ર એટલું કે “પગ પ્રમાર્જન થી મસ્તક આચ્છાદન" સુધીની આ સર્વે ક્રિયા મૈથુન સેવનની ઈચ્છાથી કરાયેલી હોય ત્યારે “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ આવે તેમ જાણવું) 4i9] જે સાધુ-સાધ્વી મૈથુન સેવનની ઈચ્છાથી દુધ, દહીં, માખણ, ઘી, ગોળ, ખાંડ, સાકર, મિશ્રી કે તેવો અન્ય કોઈ સરસ-પૌષ્ટિક આહાર કરે- કરાવે અનુમોદે. એ પ્રમાણે ઉદ્દેસા-દમાં કહેવાયા મુજબના કોઈપણ એક કે વધુ દોષનું સેવન કરે-કરાવે- અનુમોદે તો તે સાધુ, સાધ્વી ને ચાતુમાસિક પરિહારસ્થાન અનુદ્યાતિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53