Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ ઉદેસી-૧૬, સત્ર-૧૦૮૩ 139 રજોહરણ. . - વસતિ એટલે કે ઉપાશ્રય. -- સુત્ર અર્થ આદિ વાંચના આપે છે. તેની પાસેથી ગ્રહણ કરે અને તેની વસતિમાં પ્રવેશ કરે-કરાવે- કરનારની અનુમોદના કરે. [1083-1084] જ્યાં સુખપૂર્વક વિચારી શકાય તેવા ક્ષેત્રો અને આહાર-ઉપધિ-વસતિ આદિની સુલભતા હોય તેવા ક્ષેત્રો પ્રાપ્ત થતા હોવા છતાં વિહારના હેતુથી કે ઈચ્છાથી જ્યાં અનેક રાત્રિદિવસે પહોંચાય તેવી અટવી કે વિકટ માર્ગ ને જે સાધુ- સાધ્વી પસંદ કરવા વિચારે, - - કે વિકટ એવા ચોરો આવવા-જવા ના, અનાર્યો. મ્લેચ્છો કે અન્ય જનો થી પરિસેવાતા માર્ગોએ વિહાર નો વિચાર કરે-કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. * [૧૦૮પ-૧૦૯૦) જે સાધુ-સાધ્વી જુગુપ્સિત કે નિંદિત કુળો માંથી અશનપાન- ખાદિમ-સ્વાદિમ રૂપ આહાર- વસ્ત્ર, પાત્ર, કંબલ, જોહરણ, - * વસતિ ગ્રહણ કરે- કરાવે - અનુમોદે. અથવા તે કુળો માં સ્વાધ્યાય કરે, - - સૂત્રનો ઉદ્દેસ સમુદ્દેસ કે અનુજ્ઞા કરે, - - વાચના આપે. -- વાંચના સ્વીકારે આ સર્વે પોતે કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [1091-1093] જે સાધુ-સાધ્વી અશન-પાન-ખાદિમ સ્વાદિમ રૂપ આહાર જમીન ઉપર સંથારામાં ખીંટી કે સિક્કા માં સ્થાપન કરે- રાખી મુકે, રખાવે કે રાખનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 1094-1095 જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ ની સાથે બેસીને -- અથવા બે-ત્રણ કે ચારે બાજુ અન્યતીથિકાદિ હોય તેની વચ્ચે બેસી આહાર કરેકરાવે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. [19] જે સાધુ-સાધ્વી આચાર્ય-ઉપાધ્યાય (કે રત્નાધિક) ના શધ્યા-સંથારા નો પગેથી સંઘટ્ટો કરે એટલે કે તેના ઉપર અસાવધાની થી પગ આવે ત્યારે હાથ વડે તેને સ્પર્શ કરી અર્થાત્ પોતાના દોષની માફી માંગ્યા સિવાય ચાલ્યા જાય, બીજાને તેમ કરવા પ્રેરે છે તેમ કરનાર અન્ય સાધુ-સાધ્વીની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [1097] જે સાધુસાધ્વી (શાસ્ત્રોકત પ્રમાણ કે ગણન સંખ્યા થી વધારે ઉપધિ સખે, રખાવે, રાખનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [1098-1108] જે સાધુ-સાધ્વી સચિત પૃથ્વી ઉપર - - - આદિ- - - ઉપર મળ-મૂત્રનો ત્યાગ કરે, કરાવે. કરનારની અનુમોદના કરેતો પ્રાયશ્ચિતુ. (નોંધ:- સંક્ષેપ માં કહીએ તો વિરાધના થાય તેવા સ્થળોમાં મળ-મૂત્ર પરઠવે. તેમ આ 11 સૂત્રોમાં જણાવે છે.- 13 માં ઉદેસાના સુત્ર- 389 થી 799 એ 11 સૂત્રોમાં આ વર્ણન કરાયેલું છે તે મુજબ જાણી-સમજી લેવું તફાવત માત્ર એટલો કે એ દરેક સ્થાનો ઉપર મળ-મૂત્ર નો ત્યાગ કરે તેમ સંબંધ જોડવો) એ પ્રમાણે ઉદ્દેસા- 16 માં જણાવ્યા મુજબના કોઈપણ દોષ સ્વયં સેવે, બીજા પાસે સેવરાવે કે ને દોષ સેવનારની અનુમોદના કરે તો ચાતુમસિક પરિહાર સ્થાન ઉદ્યાતિક અર્થાત્ લઘુચીમાસી’ પ્રાયશ્ચિત્ આવે. સોળમા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53