Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ 120 નિસીહ-૪૩૧૩ સેવે. બીજા પાસે સેવરાવે કે તેને તે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને માસિક પરિહારસ્થાન ઉદ્યાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે જેને 'લઘુમાસિક પ્રાયશ્ચિતું. કહે છે. ચોથા ઉદેશાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” (ઉદ્દેશો-પ) “નિસીહ” સૂત્રના આ ઉદ્દેશામાં 314 થી 392 એ રીતે કુલ 79 સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને સર્વ ઉઠ્ઠા ૩થાતિય નામનું પ્રાયશ્ચિતું આવે છે. જેને “લઘુમાસિક પ્રાયશ્ચિત્.” કહેવાય છે. [314-324] જે સાધુ-સાધ્વી વૃક્ષના મૂળ-ઢંધ ની આસપાસની સચિત્ત પૃથ્વી ઉપર રહીને, એકવાર કે અનેકવાર આજુબાજુ જુએ-અવલોકન કરે, ઉભા રહે શરીર પ્રમાણે શય્યા કરે, બેસે. પડખાં ફેરવે... અસન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહાર કરે... મળ-મૂત્રનો ત્યાગ કરે. સ્વાધ્યાય કરે. સૂત્ર અર્થ તદુભય રૂપ સઝાય નો ઉદ્દેશો કરે.. વારંવાર સઝાય પઠન કે સમુદેશ કરે.. સઝાય તે માટે અનુજ્ઞાપ્રદાન કરે. સૂત્રાર્થરૂપ સ્વાધ્યાય વાંચના આપે... આચાયદિ દ્વારા અપાતી સ્વાધ્યાય-વાંચના ગ્રહણ કરે. સ્વાધ્યાયની પરાવર્તન કરે. આમાંનું કોઈ પણ કાર્ય સ્વયં કરે, કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૩૨પ-૩૨૬]જે સાધુ-સાધ્વી પોતાની સંઘાટિકા એટલે કે ઓઢવાનું વસ્ત્ર જેને કપડો કહે છે તે પરતીર્થિક, ગૃહસ્થ કે શ્રાવક પાસે સંઘાવે-સીવડાવે.- - તે કપડાને દીર્થ સૂત્રી કરે અથતું શોભાદિ માટે લાંબા દોરા કે દોરી નંખાવે, બીજાને તેમ કરવા પ્રેરે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્.. [૩ર૭ જે સાધુ-સાધ્વી લીંબડાના, પરવળના કે બિલ્લીના પાનને અચિત્ત કરાયેલા ઠંડા કે ગરમ પાણીમાં ધોઈને, પીસીને ખાય, ખવડાવે કે ખાનારને અનુમોદે. | [૩૨૮-૩૩પ) જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક નું (શવ્યાતર આદિ પાસેથી પાછા આપવાનું કહીને લાવેલ તે પ્રાતિહારિક), - - સાગારિક (અન્ય કોઈ પણ ગૃહસ્થ) નું પાદ પ્રોંછનક અથતુ રજોહરણ , દંડ, લાકડી, પગમાં લાગેલ કાદવ ઉખેડવાની સળી વિશેષ, કે વાંસની સળી, * - તેજ રાત્રે, - - આવતી કાલે સવારે પાછું આપી જઈશ એમ કહીને લાવ્યા પછી નિર્દિષ્ટ સમયે પાછું ન આપે એટલે કે સાંજને બદલે સવારે આપે કે સવારને બદલે સાંજે આપે- અપાવે- આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. 336-338] જે સાધુ-સાધ્વી પ્રાતિહરિક (શવ્યાન્તર), . સાગારિક (અન્ય કોઈ ગૃહસ્થ, .. કે બંનેના શય્યા- સંથારો પાછો આપ્યા બાદ તે શય્યા સંથારો બીજી વખત આજ્ઞા લીધા સિવાય- યાચના કર્યા સિવાય) ઉપયોગમાં લે અથતુ પોતે ઉપભોગ કરે- કરાવે- કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [339 જે સાધુ-સાધ્વી શણ, ઉન પોંડ (એક જાતની વનસ્પતિ.) કે અમલ (એક વનસ્પતિ) ના દોરા ગુંથે. (કઈ વસ્ત્ર આદિને અંત ભાગે રહેલા દોરાને લાંબા કરે, શોભા વધારવા ગુંથે- ભરે, બીજા પાસે તેમ કરે, તેમ કરનારની અનુમોદના કરે. [340-348] જે સાધુ-સાધ્વી સચિત્ત, - - રંગીન, - - અનેક રંગો થી આકર્ષક, એવા શીશમના લાકડાનો, વાંસનો કે નેતરનો દંડ કરે (બનાવે), - - ધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53