Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ 118 નિસીહ-૪/૧૯૭ [197-199] જે સાધુ-સાધ્વી રાજાને વશ કરે.. ખુશામત કરે. આકર્ષિત કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૨૦૦-૨૧૪]જે સાધુ-સાધ્વી રાજાના રક્ષકને... નગર રક્ષકને.. નિગમ એટલે કે વેપારના સ્થાનના રક્ષકને... દેશ રક્ષકને... સર્વ રક્ષકને (આ પાંચમાંના કોઈ પણ ને વશ કરે, . ખુશામત કરે.. આકર્ષિત કરે, તેમ કરાવે છે તેવું કરનારની અનુમોદના કરે. [15] જે સાધુ-સાધ્વી અખંડિત કે સચિત્ત ઔષધિઓ (અથતુ સચિત્ત ધાન્ય કે સચિત્ત બીજી પોતે ખાય, બીજાને ખવડાવે, ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 2i1] જે સાધુ-સાધ્વી આચાર્ય- ઉપાધ્યાય (રત્નાધિક કોઈપણ ) ને જાણ કર્યા સિવાય (આજ્ઞા લીધા સિવાય) દહીં દૂધ વગેરે વિગઈ ખાય- ખવડાવે કે ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. - 217 જે સાધુ-સાધ્વી સ્થાપના કુળને (જ્યાં સાધુ નિમિત્તે અન-પાન વગેરેની. સ્થાપના કરાય છે તે કુળ ને) જાણ્યા- પૂછયા- પૂર્વે ગષણા કર્યા સિવાય આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી તે કુળમાં પ્રવેશ કરે કે કરાવે-કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [18] જે સાધુ સાધ્વી ના (સાધ્વી સાધુના) ઉપાશ્રયમાં અવિધિએ પ્રવેશ કરે- કરાવે- કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [19] જે સાધુ સાધ્વીના (સાધ્વી સાધુના) આવવાના માર્ગમાં દાંડો, લાકડી, રજોહરણ, મુહપત્તિ કે અન્ય કોઈ પણ ઉપકરણને રાખે-૨ખાવે- રાખનારને અનુમોદ [20-221] જે સાધુ-સાધ્વી નવા કે અવિદ્યમાન કજીયા ઉત્પન્ન કરે.. ખમાવેલા કે ઉપશાંત થયેલા જૂના કજીયાની પુનઃ ઉદીરણ કરે- કરાવે- કે અનુમોદે. 222] જે સાધુ-સાધ્વી મોઢે ફાળી- ફાળીને એટલે કે ખડખડાટ હસે, હસાવે, હસતાને અનુમોદે તો પ્રાયશ્ચિત્. [223-232] જે સાધુ (કે સાધ્વી) પાસસ્થા (જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ની સમીપમાં રહે પણ તેની આરાધના ન કરે તે), ઓસના (અવસગ્ન કે શિથિલ),. કુશીલ... નિત્યક (નીચ કે અધમ), સંસકત (સંબદ્ધ) આ પાંચમાંથી કોઈપણને પોતાના સંઘાડાના સાધુ કે સાધ્વી) આપે- અપાવે- આપનારની અનુમોદના કરે... તેના સંઘાડાના સાધુ કિ સાધ્વી) નો સ્વીકાર કરે કરાવે- કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [233] જે સાધુ-સાધ્વી સચિત્ત પાણીથી ભીના થયેલા-હાથ, માટીનું પાત્ર. . કડછી કે કોઈપણ ધાતુના પાત્ર (અર્થાત્ સચિત્ત પાણી-અપૂકાય ના સંસર્ગ વાળા) અશન-પાન,ખાદિમ, સ્વાદિમ એ ચારમાંથી કોઈપણ પ્રકારનો આહાર ગ્રહણ કરે, કરાવે કે, અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [ ર૩૪] ઉપરોક્ત સૂત્ર-૨૩૩ માં જણાવ્યું તે રીતે કુલ 21. ભેદ જાણવા, તે આ પ્રમાણે- - સ્નિગ્ધ એટલે કે થોડી માત્રામાં પણ સચિત્ત પાણીની ભિનાશ હોય, 0 સચિત એવી - રજ, માટી, તુષાર, મીઠું, હરિતાલ, મનઃ શિલ, પીળી માટી, ગરિક ધાતુ, સફેદ માટી, હિંગળોક, અંજન, લોધદ્રવ્ય, મુકુસદ્રવ્ય, ગોધૂમ વગેરે ચૂર્ણ, કંદ, મૂળ, શૃંગબેર (અ), પુષ્પ, કોષ્ઠપુર (સુગંધી દ્રવ્ય) સંક્ષેપ માં કહીએ તો સચિત્ત અપુકાય, પૃથ્વીકાય કે વનસ્પતિકાય થી સંશ્લિષ્ટ એવા હાથ કે પાત્ર કે કડછી હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53