________________ વંદન કરવું, ૪-પ્રતિક્રમણ દોષોની વિધિપૂર્વક ગુરુ સમક્ષ નિંદા કરવી તે, પ-કાઉસ્સગ્ગ : મૂલ અને ઉત્તરગુણોના અનેક અતિચારો રૂ૫ ભાવવ્રણની ચિકિત્સા કાઉસ્સગ્ગથી થાય, ૭-પચ્ચક્ખાણ : મૂલ અને ઉત્તરગુણોને ધારણ કરવા પૂર્વક નવા નવા ગુણોને પ્રાપ્ત કરવારૂપ શુભ આચરણા એટલે પચ્ચખાણ. સામાયિકાદિ છ આવશ્યકનો અર્થ કહ્યો. શ્રી ચતુ:શરણ પયગ્રા સૂત્રમાં મુખ્ય ત્રણ અધિકાર છે. ૧-ચતુ:શરણ સ્વીકાર ૨-દુષ્કત ગહ અને ૩-સુકૃત અનુમોદના. (1) ચતુ:શરણ સ્વીકાર : આ પ્રથમ અધિકાર ગાથા 11 થી 48 સુધી છે. જેમાં શ્રી અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ મહારાજ અને કેવલીએ પ્રરૂપેલ ધર્મ - શરણરૂપે ચાર છે. હવે “સાર્વગ્નનો To" પ્રથમ ગાથાનો સમ્બન્ધ આ પ્રમાણે થાય છે. (1) અરિહંત પરમાત્મા અંતિમ ભવમાં સર્વ પાપપ્રવૃત્તિનો સંપૂર્ણ ત્યાગ કરીને સાધના શ્રમણરૂપે કરે છે, 4 ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન થતાં જ તીર્થકર તરીકે ધર્મતીર્થ પ્રવર્તાવે છે. કોઈપણ તીર્થંકર પાપોનો ત્યાગ કર્યા વિના કેવળજ્ઞાન પામતા જ નથી. (2) સિદ્ધ ભગવાન : સાધક આઠે ય કર્મનો સંપૂર્ણ ક્ષય કરે ત્યારે જ સિદ્ધ બને છે. (3) પાપોના ત્યાગ વિના ધર્મની સાધના ન જ થાય. માટે પાપોનો ત્યાગ કરવાથી જ ધર્મની આરાધના થાય તથા તે આરાધના કરનાર સાધુપણાને પામે. અંતિમ ભવમાં તે જ સાધક તીર્થ સ્થાપના કરનાર તીર્થકરઅરિહંત કહેવાય. તથા દરેક સાધક પાપોના સંપૂર્ણ ત્યાગ ભાવપૂર્વક કરવાથી સિદ્ધિ પદને પામે. આમ, પાપ પ્રવૃત્તિને ત્યજનાર સ્વયં ચાર શરણરૂપ શ્રેષ્ઠ સ્થાનને પામે છે. સાધક સર્વ કર્મનો ક્ષય કરી સિદ્ધ બને છે. (2) દુષ્કત ગર્તા : ગાથા 49 થી 24 સુધી બીજો અધિકાર છે. ભૂતકાળમાં અજ્ઞાન, પ્રમાદ, કષાય આદિ દોષોને આધીન બની જે પાપ બાંધ્યા તેની આત્મસાક્ષીએ નિંદા કરવી, ગુરુ સાક્ષીએ ગઈ કરવી તે દુષ્કત ગહ કહેવાય. પ્રથમ ગાથામાં ચોથા આવશ્યકને પ્રતિક્રમણ - સાધના કરતા થયેલા દોષોની નિંદારૂપ ગણાવેલ. દરરોજ ઉભયટંક પ્રતિક્રમણમાં થતી દુષ્કૃત ગર્તા સાધકને વિશુદ્ધ બનાવે છે. તે જ પ્રમાણે આ પન્નામાં થતી દુષ્કૃત ગહ સાધકને નિર્મલ બનાવે છે. આમ, પ્રથમ ગાથામાં આવતા “gયસ્ત નિંદ્રા” પદનું વિશેષ વિવેચન ગાથા 49 થી 24 સુધીના દુષ્કત ગઈ અધિકારમાં રહેલું છે. | (3) સુકૃત અનુમોદના : ત્રીજો અધિકાર ગાથા 55 થી 58 સુધી છે. અરિહંત - તીર્થકર ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, સમકિતી અને માર્ગાનુસારિપણાને પામેલ સર્વેના સત્કાર્યોની અનુમોદના બૃહદ્ ટીકાકાર આદિ સર્વે તેમના ગુણોને દર્શાવીને કરી રહ્યા છે. સીવપ્નનો To પ્રથમ ગાથામાં ઉત્કીર્તન - તીર્થકર ભગવંતોના નામસ્મરણરૂપ છે તથા વંદન - ગુણવાન પુરુષોની વંદના ગુણ પ્રત્યેના બહુમાન ભાવને દર્શાવનારી છે માટે પ્રથમ ગાથામાં રહેલ “ઉશ્નોત્ત” અને “ગુણવો ય ડિવત્તી” પદોનું વિસ્તૃત વિવેચન ત્રીજા સુત અનુમોદના ગાથા પ૫ થી 58 અધિકારમાં જણાય છે. “સવિજ્ઞo'' પ્રથમ ગાથામાં કહેલ પદોને વિસ્તારથી 2 થી 7 ગાથામાં વર્ણવ્યા છે. તથા આઠમી ગાથામાં 14 સ્વપ્નો વર્ણવ્યા છેશ્રી તીર્થંકર પ્રભુ, જે રાત્રિને વિષે માતાની કુક્ષીમાં અવતરે છે. તે 28 શ્રી ચતુઃશરણ અધ્યયન-સમાલોચના