________________ વિદ્વાનો માને છે. પરંતુ ટીકાકાર મહર્ષિઓ આ આઠ ગાથાઓને મૂળ ગ્રંથરૂપે જ માને છે. તેવું ટીકાગ્રંથો જોતા સ્પષ્ટ જણાય છે. કોઈપણ શિષ્ટપુરુષ ગ્રન્થનો આરંભ કરતાં, તે નિર્વિને પૂર્ણ થાય તે માટે મંગલ કરે છે. જેથી હર્ષ થાય તે મંગળ, જેથી પૂજાય તે મંગળ, જેથી શાસ્ત્રમાં વિઘ્ન ન થાય તે મંગળ, સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગ પમાડનાર હોવાથી મંગળ અને મને જે ભવથી એટલે સંસારથી છોડાવે તે મંગલ. આમ મંગળ શબ્દના અનેક અર્થો થાય છે. તે મંગળ શાસ્ત્રની આદિમાં, મધ્યમ અને અંતે કરવું. તેમાં પ્રથમ મંગળ નિર્વિને શાસ્ત્રનો પાર પામવા માટે કહ્યું છે, મધ્ય મંગળ શાસ્ત્રાર્થની સ્થિરતા માટે કહ્યું છે અને અંતિમ મંગળ શિષ્ય-પ્રશિષ્યાદિ પરંપરામાં શાસ્ત્રાર્થનો વિચ્છેદ ન થાય તે માટે કહ્યું છે. "तं मंगलमाइए, मज्झे पज्जन्तए य सत्थस्स / पढमं सत्थत्थाऽविग्धपरिगमणाय निद्दिटुं" / / "तस्सेव य थेज्जत्थं, मज्झिमयं अंतिम पि तस्सेव / अव्वोच्छित्तिनिमित्तं, सिस्सपसिस्साइवंसस्स" / / (ત્રિમામાં ગાથા 23-24) આગમ સૂત્રોની ટીકામાં પૂર્વાચાર્યોએ ત્રણ મંગલ કરવાની પરંપરા અપનાવી છે. દા.ત. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદથી મંગલ (1) “વવાય નરમરમયે” નષ્ટ કર્યા છે ઘડપણ અને મરણ ભય જેમણે આ પદ દ્વારા ઈષ્ટ દેવને નમસ્કાર કર્યો. | (2) ઉપયોગ પદ “ઋવિદે ગં ગં તે ! વનોને પન્નત્તે ?" હે ભગવાન ! ઉપયોગ કેટલા પ્રકારના છે ? ઉપયોગ જ્ઞાનરૂપ છે અને જ્ઞાન કર્મ ક્ષય કરવામાં મુખ્ય કારણ હોવાથી મંગળ છે. (3) સમુદ્યાત પદ - “નિચ્છિન્ન સબૂકુવર્ણી " નષ્ટ કર્યા છે. સર્વ દુઃખો એવા સિદ્ધ ભગવાન અંતિમ મંગળ છે. સમર્થ ટીકાકાર આ શ્રી હરિભદ્રસૂરિજી મ. તથા સમર્થ ટીકાકાર આ શ્રી મલયગિરિ મ. શ્રી પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં મંગળ ઉપર મુજબ વર્ણવે છે. આ જ પ્રમાણે ચતુ:શરણ પયગ્રાની વ્યાખ્યા કરતાં બુહદ્ વિવરણકાર નીચે મુજબ ત્રણ મંગળ વર્ણવે છે. | (1) પ્રથમ મંગળ ગાથા : “સવિઝ્મનો વિર” સામાયિકાદિ છે આવશ્યક મંગળ રૂપ છે, માટે સામાયિકાદિ છ આવશ્યકનો અર્થ મંગળરૂપ છે. (2) આ અધ્યયને વડે અંતિમ આરાધના થાય છે તેવી જ રીતે સામાયિકાદિ છે આવશ્યક દ્વારા આરાધના થતી હોવાથી મંગળરૂપ છે. (3) સામાયિકના અર્થનો જાણકાર જ ભાવપૂર્વક ચતુ:શરણનો સ્વીકાર કરી શકે માટે પાપ પ્રવૃત્તિના ત્યાગરૂપ સામાયિક પ્રથમ મંગળ છે. તથા ટેબાકાર પૂ. વિનયવિજયજી ઉપા. જણાવે છે કે, “સામાયિકાદિ છે આવશ્યકનું કર્મનિજરા માટે મહામંગલકારી હોવાથી વર્ણન કરાય છે.” શ્રી ચતુ:શરણ અધ્યયન-સમાલોચના 26