Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ સૂત્ર-3 ચારે ય ચરણમાં ‘‘મ' શબ્દનો પ્રયોગ થયો છે. જ્ઞાનાતિશય યુક્ત, કષાય વિજયી, સુરાસુરો દ્વારા વંદિત અને કર્મરૂપ જયી વિમુક્ત હોવાના કારણે તેઓશ્રી કલ્યાણરૂપ છે. અહીં સ્તુતિ કતએ ભક્તિમાં ઓત-પ્રોત થઈ ભગવાનના કલ્યાણની મંગલ કામના કરેલ છે. વાસ્તવમાં તો ભગવાનનું સંપૂર્ણ રીતે કલ્યાણ થઈ ગયું છે. ભગવાન તો કૃતકૃત્ય થઈ ચૂક્યા છે માટે આ સ્તુતિ કરનારનું જ કલ્યાણ કરે છે. • સૂગ-૪ : ગુણ રૂપી ભવ્ય ભવનોથી યુક્ત, શ્રુત જ્ઞાનરૂપ રનોથી પરિપૂર્ણ, વિશુદ્ધ સવ રૂપ શેરીઓથી સંયુકત, અતિચાર રહિત અખંડ ચા»િરૂપ કિલ્લાથી સુરક્ષિત છે એવા હે સંઘનગર ! આપનું સદા કલ્યાણ થાઓ. • વિવેચન-૪ : પ્રકારે પ્રસ્તુત ગાયામાં સંઘને નગરની ઉપમા આપી છે. ઉત્તર ગુણને નગરનાં ભવનો કહેલ છે. શ્રુત શાસ્ત્રજ્ઞાનને રનમય વૈભવ કહેલ છે, સમ્યગ્રદર્શનને વિશુદ્ધ માર્ગ કહેલ છે અને અખંડ-શ્રેષ્ઠ ચાસ્ત્રિને પકોટા કહેલ છે. તાત્પર્ય એ છે કે મૂળગુણ, ઉત્તગુણ તથા શ્રુતજ્ઞાનને ધારણ કરનાર સાધુ-સાધ્વી અને શ્રાવક શ્રાવિકારૂપ સંઘને નગરની ઉપમાથી ઉપમિત કરેલ છે. આ રીતે સંઘ રૂપ નગરના કલ્યાણમય વિકાસની કામના કરેલ છે તેથી જાણવા મળે છે કે સંઘ પ્રતિ સ્તુતિકારના હદયમાં અજોડ સહાનુભૂતિ, વાત્સલ્ય, શ્રદ્ધા અને ભક્તિ હતી. • સુત્ર-પ : સત્તર પ્રકારનો સંયમ એ સંઘ રૂપ ચક્રની નાભિ છે. છ પ્રકારનું બાહ્ય તપ અને છ કારનું આત્યંતર તપ રૂપ સંઘચક્રના બાર આરા છે. સંઘ રૂપ ચકનો ઘેરાવો અથતિ પરિધિ સમ્યક્ત્વ છે. એક ચક્રની ઉપમા યુકત સંઘને નમસ્કાર હો. જે પ્રતિચકથી રહિત છે એટલે-અદ્વિતીય-અતુલનીય છે એવા ચક્રરૂપ સંઘનો સEા જય હો. • વિવેચન-૫ - આદિકાળથી અનેક પ્રકારના શસ્ત્રોમાં ચકની મુખ્યતા પ્રસિદ્ધ છે. પ્રાચીન યુગમાં શત્રુઓનો નાશ કરનાર સર્વ શ્રેષ્ઠ શા ચક્ર હતું. ચક શરા વાસુદેવ અને ચક્રવર્તીની પાસે હોય છે. ચક શસ્ત્રથી જ વાસુદેવ પ્રતિવાસુદેવને હણી શકે છે. આ ચક્રમાં વિવિધ પ્રકારની શક્તિઓ હોય છે. ચક્રવર્તીને દિગ્વિજય વખતે આ ચક્ર માર્ગદર્શક બને છે. ચક્વત્ન દ્વારા સંપૂર્ણ છ ખંડની સાધના કર્યા સિવાય આ ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નથી કેમકે એ ચક દેવાધિષ્ઠિત હોય છે, એવા ચક્રરનથી અહીં સંઘને ઉપમિત કરેલ છે. તે સંઘયક પણ અલૌકિક આધ્યાત્મિક ગણોથી સંપન્ન હોય છે. આ સંઘરનો કોઈ પ્રતિદ્વદ્ધી નથી, તેમજ તેનો કોઈ વિકતા પણ નથી. • સૂત્ર-૬ - સંઘ પ થની ઉપર અઢાર હજાર શીલ ગુણરૂપ ઊંચી દવાઓ ફરકે “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન છે, તેમાં તપ અને સંયમ રૂપ અશ્વ જેમાં જોડાયેલા છે; વાચના, પૃચ્છના, પરાવતના, અનપેક્ષા અને ધર્મકથારૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાયનો મંગલમય મધુર દવનિ જેમાં નીકળી રહ્યો છે, એવા તે સ્થરૂપ સંઘ ભગવાનનું સદા કલ્યાણ થાઓ. • વિવેચન-૬ : પ્રસ્તુત ગાથામાં શ્રી સંઘને રથની ઉપમા આપી છે. રથ ઉપર દdજા ફરકે તો તે સુશોભિત લાગે, એમ સંઘરથ શીલ રૂ૫ ઊંચી ધ્વજાઓથી સુશોભિત છે. એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા શીલ ગુણોના ભંડાર હોય છે. સ્થમાં સુંદર બે ઘોડા જોડાયેલા હોય છે એમ સંઘ રૂપ માં પણ તપ અને સંયમરૂપ બે અશ્વ જોડાયેલા છે, રસ્થમાં જેમ ઘૂઘરીનો રણકાર હોય છે એમ સંઘ રૂ૫ રથમાં પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપ ઘૂઘરીનાં મંગલ ણકાર સંભળાય છે.. tવા, અન્ન અને નંદીઘોષ એ ત્રણેયને ક્રમશઃ શીલ, તપ-નિયમ અને સ્વાધ્યાયથી ઉપમિત કરેલ છે. જેમ સ્થ સુપથ ગામી હોય છે તેમ સંઘરથ પણ મોક્ષાપત્યનો ગામી છે. એવા સંઘરૂપ રથના લ્યાણની મંગલ કામના આ ગાળામાં કરેલ છે. • સૂત્ર-૭,૮ - કર્મ રજ રૂપ કાદવ અને જળાશયના જળથી ઉપર ઊઠેલ અથત અલિપ્ત, શ્રત રત્નરૂપ દીધ નાળયુક્ત પાંચ મહાવત રૂપ સુર્દઢ કર્ણિકા યુકત, ઉત્તર્ગુણ— @ામા, માર્દવ, આર્જવ, સંતોષ આદિ ગુણ રૂપ પરાગથી યુકત, ભાવિક શ્રાવકગણ પ ભમરાઓથી ઘેરાયેલ, તીર ભગવાનરૂપ સૂર્યના કેવળજ્ઞાનરૂપ તેજથી વિકસિત, શ્રમણ ગણ રૂપ હારો પાંખડીઓવાળા, એવા પાકમળરૂપ સંઘનું સદા કલ્યાણ થાઓ. • વિવેચન-૭,૮ : આ બે ગાયામાં શ્રી સંઘને પાકમળની ઉપમાથી અલંકૃત કરેલ છે. જેમ કમળોથી સરોવરની શોભા વધે છે એમ શ્રી સંઘથી જિનશાસનની અને મનુષ્યલોકની શોભા વધે છે. પાકમળને દીર્ધ નાલ હોય છે એમ શ્રી સંઘને પણ શ્રત રતનરૂપ મજબૂત નાલ (ડાંડી) છે. પાકમળને સ્થિર કણિકા હોય છે એમ સાધુ સાધ્વીની પ્રમુખતાવાળા શ્રી સંઘને પણ પાંચ મહાવ્રત રૂપ સ્થિર કર્ણિકા છે. જેમ કમળસૌરભ અને પીતવર્ણી પરાગની સુગંધના કારણે ભ્રમર અને ભમરીઓના સમૂહથી ઘેરાયેલું હોય છે એમ મળ ગણ રૂ૫ સૌરભથી અને ઉત્તર ગુણરૂપ પીતવર્મી પરાગ વડે તથા આધ્યાત્મિક રસ પૂર્ણનિગ્રંથ પ્રવચનથી તેમજ આનંદરૂપ મકરંદથી યુક્ત શ્રી સંઘ પણ શ્રાવકગણ ૫ ભમરોથી પરિવૃત્ત રહે છે. પાકમળ સૂર્યોદય થતાં વિકસિત થાય છે એમ શ્રી સંઘ રૂપ પદાકમળ, તીર્થકર રૂપ સૂર્યના કેવળજ્ઞાનના તેજ વડે વિકસિત થાય છે. પાકમળ જળ અને કાદવથી અલિપ્ત રહે છે એમ શ્રી સંઘરૂપ પાકમળ કર્મ રૂપ જ અને આશ્રવ રૂપ પાણીથી અલિપ્ત રહે છે, પાકમળ હજારો પાંખડીઓથી સુશોભિત હોય છે એમ શ્રી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122