Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 61
________________ સૂત્ર-૯૭ થી ૧૦૦ જલ્દી બહાર આવી ગયો. તે પોતાના સાથીની ઉનની કાંબળી ઓઢીને ચાલતો થયો. જ્યારે બીજા માણસે આ દૃશ્ય જોયું ત્યારે તેણે જોરથી કહ્યું – અરે ! તું મારી કાંબળી લઈને કેમ ભાગે છે ? તેણે બહુ શોર મચાવ્યો પણ પેલાએ કાંઈ જવાબ ન આપ્યો. કાંબળીનો માલિક સરોવરની બહાર નીકળીને જલ્દી તેની પાછળ દોડ્યો ૧૦૩ અને કહ્યું – ભાઈ ! મારી કાંબળી તું મને આપી દે પણ પેલાએ કાંબળી આપી નહીં તેથી પરસ્પર ઝગડો વધી ગયો. અંતે તે ઝગડો ન્યાયાલયમાં ગયો. બન્નેએ પોતપોતાની કાંબળી માટેની વાત કરી. કાંબળી પર કોઈનું નામ ન હતું તેમજ કોઈ સાક્ષી ન હોવાથી ન્યાયાધીશની સમજમાં આવ્યું નહીં કે આ કાંબળી કોની છે. થોડીવાર વિચારીને ઔત્પાતિક બુદ્ધિના ધારક એવા ન્યાયાધીશે બે કાંસકી મંગાવી. પછી બન્નેના માથાના વાળ માણસો દ્વારા ઓળાવ્યા. એકના માથામાંથી ઉનના રૂંછડા નીકળ્યા. બીજાના મસ્તકમાંથી સૂતરના તંતુ નીકળ્યા. ન્યાયાધીશે જેના મસ્તકમાંથી ઉનના રૂંછડા નીકળ્યા તેને ઉનની કાંબળી આપી દીધી અને જે માણસ ઉનની કાંબળી લઈ ગયો હતો તેને દંડ આપ્યો. (૬) સરટ (કાકીડો) :- એકવાર એક માણસ જંગલમાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેને શૌચ જવાની હાજત થઈ. તે ઉતાવળમાં કોઈ એક બિલના મુખ પર બેસી ગયો. અકસ્માત ત્યાં એક કાકીડો આવ્યો, તેણે પોતાની પૂંછડી વડે પેલા માણસના ગુદાના ભાગનો સ્પર્શ કર્યો, પછી તરત જ તે બિલમાં ઘૂસી ગયો. શૌચ બેઠેલા માણસના મનમાં એવો વહેમ પડ્યો કે કાકીડો અધોમાર્ગથી મારા શરીરમાં પ્રવેશ કરી ગયો છે. એ ચિંતામાં તે દિન-પ્રતિદિન દૂબળો થવા લાગ્યો. તેણે બહુ જ ઉપચારો કરાવ્યા પણ બધા નિષ્ફળ ગયા. એક દિવસ તે કોઈ વૈધની પાસે ગયો અને કહ્યું – મારું સ્વાસ્થ્ય દિનપ્રતિદિન બગડી રહ્યું છે. આપ એનો ઉપાય બતાવો જેથી હું સ્વસ્થ બની જાઉં વૈદરાજે તેની નાડી તપાસી, દરેક રીતે તેના શરીરને તપાસ્યું પરંતુ કોઈ બીમારી પ્રતીત ન થઈ. પછી વૈદરાજે પેલા માણસને પૂછ્યું – તમને આ બીમારી ક્યાથી લાગુ પડી છે? તેણે પહેલેથી છેલ્લે સુધી બધી વાત કરી. વૈદરાજે જાણી લીધું કે આ માણસની બીમારીનું કારણ ભ્રમ છે. છતાં વૈદરાજે રોગીને કહ્યું – તમારી બિમારીનું કારણ હું સમજી ગયો છું. વૈદરાજની બુદ્ધિ ઔત્પાતિક હતી તેથી તેણે તે વ્યક્તિના રોગનો ઈલાજ તરત જ શોધી કાઢ્યો. વૈદરાજે ક્યાંકથી એક કાકીડો મંગાવ્યો. તેને લાક્ષારસથી અવલિત કરીને એક માટીના વાસણમાં નાખી દીધો. ત્યાર બાદ રોગીને વિરેચની ઔષધિ આપી. પછી તેણે રોગીને કહ્યું – તમારે આ માટીના વાસણમાં શૌચ જવાનું છે. પેલા માણસે તેમજ કર્યું. વૈદરાજ તે માટીના વાસણને પ્રકાશમાં લાવ્યા પછી તેણે કહ્યું – “જુઓ ભાઈ ! તમારા પેટમાંથી આ કાકીડો નીકળી ગયો. પેલા માણસને સંતોષ થઈ ગયો કે મારા પેટમાં કાકીડો પ્રવેશ કરી ગયો હતો એટલે જ હું બીમાર રહેતો હતો પણ વૈદરાજ હોંશિયાર છે. તેણે કાકીડો કાઢી આપ્યો. હવે આજથી મારી “નંદી” ચૂલિકાસૂત્ર સાનુવાદ વિવેચન બીમારી ગઈ. પછી તે શીઘ્ર સ્વસ્થ અને નીરોગી બની ગયો. (૭) કાક :- બેનાતટ નગરમાં ભિક્ષા લેવા માટે નીકળેલા જૈનમુનિનો બૌદ્ધ ભિક્ષુએ ઉપહાસ કરતા કહ્યું – મુનિરાજ ! તમારા અરિહંત સર્વજ્ઞ છે અને તમે એના સંતાન છો તો બતાવો આ નગરમાં કાગડા કેટલા છે ? ૧૦૪ જૈન મુનિ બૌદ્ધ ભિક્ષુની ધૂર્તતા સમજી ગયા. તેને શિક્ષા દેવા માટે પોતાની ઔત્પાતિક બુદ્ધિનો પ્રયોગ કરતા કહ્યું – ભિક્ષુરાજ ! આ નગરમાં સાઠ હજાર કાગડાઓ છે. તમે ગણી લો. જો ઓછા હોય તો સમજ્જો કે તેઓ બહારગામ મહેમાન થઈને ગયા છે અને જો અધિક હોય તો સમજજો કે બહારગામથી મહેમાન થઈને અહીં આવ્યા છે. જૈન મુનિની બુદ્ધિમત્તા જોઈને બૌદ્ધ ભિક્ષુ શરમાઈને ત્યાંથી ચાલ્યા ગયા. (૮) ઉચ્ચાર-મલ પરીક્ષા :- એક વાર એક માણસ પોતાની નવપરણેતર સુંદર પત્નીની સાથે કોઈ સ્થળે જઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક ધૂર્ત મળ્યો. તેની સાથે વાર્તાલાપ કરતાં કરતાં નવવધૂ તે ધૂર્ત પર આસક્ત થઈ ગઈ અને તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. ધૂર્ત કહેવા લાગ્યો કે આ મારી સ્ત્રી છે. પછી બંનેનો ઝગડો શરૂ થઈ ગયો. અંતમાં વિવાદ કરતાં કરતાં તેઓ ન્યાયાલયમાં પહોંચી ગયા. ન્યાયાધીશની પાસે જઈને જેની પત્ની હતી તેણે કહ્યું કે આ મારી સ્ત્રી છે. પેલા ધૂર્તે કહ્યું કે આ મારી સ્ત્રી છે. બન્ને જણા પેલી સ્ત્રી પર પોતાનો અધિકાર બતાવી રહ્યા હતા. બન્નેની વાત સાંભળીને ન્યાયાધીશે સૌ પ્રથમ ત્રણેયને અલગ અલગ રાખી દીધા. ત્યારબાદ જેની સ્ત્રી હતી તેને ન્યાયાધીશે પૂછ્યું – કાલે તમે શું ખાધું હતું ? પેલી સ્ત્રીના પતિએ કહ્યું – કાલે મેં અને મારી પત્ની બન્નેએ તલનો લાડવો ખાધો હતો. પછી ન્યાયાધીશે ધૂર્તને પૂછ્યું – કાલે તેં શું ખાધું હતું ? તેણે કહ્યું – કાલે મેં જુદી જુદી વાનગી તલ વગેરે ખાધી હતી. ન્યાયાધીશે પહેલી સ્ત્રી અને ધૂર્ત બન્નેને વિરેચન આપ્યું પછી તપાસ કરાવી તો સ્ત્રીના મળમાં તલના દાણા દેખાયા પરંતુ ધૂર્તના મળમાં તલ દેખાયા નહીં. ઔત્પાતિક બુદ્ધિના ધાસ્ક ન્યાયાધીશે ન્યાય કરી આપ્યો કે આ સ્ત્રી પેલા પુરુષની જ છે. તેથી તેને તેની પત્ની સોંપી દીધી અને ધૂર્તને યોગ્ય દંડ આપ્યો. (૯) ગજ :- એક સમયની વાત છે. કોઈ એક રાજાને એક બુદ્ધિમાન મંત્રીની જરૂર હતી. તેથી તે અતિશય મેધાવી તથા ઔત્પાતિક બુદ્ધિના ધાક એવી વ્યક્તિની ખોજ કરી રહ્યો હતો. પરીક્ષા કરવા માટે રાજાએ એક બળવાન હાથીને ચાર રસ્તા પર બાંધી દીધો. પછી ઘોષણા કરાવી – જે વ્યક્તિ આ હાથીનું વગર તોલે વજન કરી દેશે, તેને રાજા બહુ મોટું ઈનામ આપશે. આ ઘોષણાને સાંભળીને કોઈ એક માણસે એક નાવને પાણીમાં તરતી મૂકી, પછી એ નાવ પર પેલા હાથીને ચડાવી દીધો. પછી નાવ પાણીમાં કેટલી ડૂબી એ તપાસ કરીને તેણે નાવ પર એક ચિહ્ન કરી લીધું. ત્યારબાદ હાથીને નાવથી ઉતારીને

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122