Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 98
________________ સૂત્ર૧૩૪ ૧૩૩ આ વિશેષણનો પ્રયોગ કર્યો છે. (૭) સબસિf6:- જે સર્વ દ્રવ્ય અને એની પર્યાયોનો સાક્ષાત્કાર કરે છે. જે આ સાત વિશેષણોથી સંપન્ન હોય છે, વસ્તુતઃ તે જ સર્વોત્તમ સાપ્ત હોય છે. તે જ દ્વાદશાંગ ગણિપિટકના પ્રણેતા છે અને તે જ સમ્યકશ્રુતના ચયિતા હોય છે. ઉક્ત સાતે ય વિશેષણો તેરમા ગુણસ્થાનવત તીર્થકર દેવોના છે પણ અન્ય પુરુષોના નથી. ગણિપિટક - ગણિ એટલે આચાર્ય અને તેમની બાર અંગ સૂગરૂપ જ્ઞાનની પેટી એમ ગણિપિટકનો શબ્દાર્થ થાય છે. જેમ રાજા-મહારાજાઓ અને ધનાઢય શ્રીમંતોને ત્યાં પેટીઓમાં હીરા, પન્ના, મણિ, માણેક, વૈર્યરન આદિ વિભિન્ન પદાર્થો અને સર્વોત્તમ આભૂષણ ભરેલ હોય છે, તેમ આત્મકલ્યાણ માટે વિવિધ પ્રકારની શિક્ષાઓ, નવતત્વ નિરૂપણ, દ્રવ્યોનું વિવેચન, ધર્મની વ્યાખ્યા, આત્મવાદ, કિયાવાદ, કર્મવાદ, લોકવાદ, પ્રમાણવાદ, નયવાદ, સ્યાદ્વાદ, અનેકાંતવાદ, પંચમહાવ્રત, તીર્થકર બનવાના ઉપાયો, સિદ્ધ ભગવંતોનું નિરૂપણ, તપ વિષેનું વિવેચન, કર્મjથી ભેટવાના ઉપાયો, ચકવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવનો ઈતિહાસ, રનમયનું વિશ્લેષણ આદિ અનેક વિષયોનું જેમાં યથાર્થ નિરૂપણ કરેલ છે, તે પેટીનું જેવું નામ છે એવા જ સભ્યશ્રુતરત્નો એમાં નિહિત છે. અરિહંત ભગવંતના અતિક્તિ જે અન્ય શ્રુતજ્ઞાની છે તેઓ પણ સમ્યકશ્રુત જ્ઞાન પ્રરૂપક થઈ શકે છે? સંપૂર્ણ દશ પૂર્વધરથી લઈને ચૌદ પૂર્વધર સુધીના જેટલા પણ જ્ઞાની છે તેઓનું કથન નિયમથી સભ્યશ્રત જ હોય છે. કિંચિત્ જૂન દશા પૂર્વઘરોમાં સમ્યકશ્રુતની ભજના છે અર્થાત્ તેઓનું શ્રત સભ્યશ્રત પણ હોઈ શકે છે અને મિથ્યાશ્રુત પણ હોઈ શકે છે. કારણ કે મિથ્યાર્દષ્ટિ જીવો પણ પૂર્વોનું અધ્યયન કરી શકે છે પરંતુ તેઓ વધારેમાં વધારે કંઈક ન્યૂન દશ પૂર્વનું જ અધ્યયન કરી શકે છે કેમ કે તેનો સ્વભાવ જ એવો છે. સારાંશ એ છે - ચૌદ પૂર્વથી લઈને પરિપૂર્ણ દશ પૂર્વના જ્ઞાની નિશ્ચય સમ્સદ્દષ્ટિ જ હોય છે. માટે તેમનું શ્રુત સભ્યશ્રત જ હોય છે. શેષ ગધરો અથવા પૂર્વધરોમાં સમ્યકશ્રુત નિયમથી ન હોય. સમ્યÊષ્ટિનું પ્રવચન જ સભ્યશ્રત બની શકે છે. • સૂઝ-૧૩૫ - પ્રશ્ન :- મિથ્યાશ્રુતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- અજ્ઞાની અને મિથ્યાદેષ્ટિઓ દ્વારા સ્વચ્છંદ અને વિપરીત બુદ્ધિ વડે કથિત કરેલ ગ્રંથ મિશ્યાગૃત છે, જેમકે – (૧) મહાભારત (૨) રામાયણ (૩) ભીમાસુરોકત (૪) કૌટિલ્ય (૫). શકટભદ્રિકા (૬) ઘોટક મુખ () કાપિિસક (૮) નાગ-સૂક્ષ્મ (૯) કનકસપ્તતિ (૧૦) વૈશેષિક (૧૧) બુદ્ધવચન (૧૨) શ્રેરાશિક (૧૩) કાપલીય (૧૪) લોકાયત (૧૫) ષષ્ટિda (૧૬) માઢર (૧૭) પુરાણ (૧૮) વ્યાકરણ (૧૯) ભાગવત (૨૦). 4િ0/12] ૧૩૮ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પાતંજલિ (૨૧) પુuદૈવત (૨૨) લેખ (૩) ગણિત (૨૪) શકુનિયd (૨૫) નાટક અથવા બોંતેર કલાઓ તેમજ ચાર વેદ અંગોપાંગ સહિત. આ બધા મિથ્યાષ્ટિ દ્વારા મિધ્યારૂપમાં ગ્રહણ કરેલ છે, માટે તે મિથ્યાત છે. આ જ ગ્રંથ સમ્યફષ્ટિ દ્વારા સમ્યક્રયે ગ્રહણ કરાયેલ હોય તો સમ્યકકૃત છે અથવા મિશ્રાદષ્ટિ માટે પણ જ ગ્રંથશાસ્ત્ર ક્યારેક સમ્યફકૃત રૂપ થાય છે. એમ કેમ ? ઉત્તર : જ્યારે એ શાસ્ત્ર તેના સમ્યક્રમો હેતુ થઈ જાય છે અd કોઈ મિશ્રાદેષ્ટિ એ ગ્રંથોથી પ્રેરિત થઈને પોતાના મિથ્યાત્વનો ત્યાગ કરી દે છે. આ પ્રમાણે આ મિથ્યાશ્રુતનું સ્વરૂપ છે. • વિવેચન-૧૩૫ - આ સૂત્રમાં મિથ્યાશ્રુતનો ઉલ્લેખ કરેલ છે. મિથ્યાશ્રુત કોને કહેવાય ? આ પ્રશ્નના ઉત્તરમાં બતાવે છે - મિથ્યાર્દષ્ટિ તેમજ અજ્ઞાની પોતાની સમજણ તેમજ કલાનાથી જનતા સમક્ષ વિચાર રાખે, એ વિચાર તાવિક ન હોવાથી મિથ્યાશ્રુત કહેવાય છે અર્થાત્ જેની દૃષ્ટિ, વિચારસરણી મિથ્યાવચી અનુરંજિત હોય તેને મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. મિથ્યાત્વ દસ પ્રકારના હોય છે. તેમાંથી જો કોઈ એક પ્રકાર પણ હોય તો તે મિથ્યાદૃષ્ટિ કહેવાય છે. જેમકે - (૧) અથને ઘHHOUT :- અધર્મને ધર્મ સમજવો. જેમકે ભિન્ન ભિન્ન દેવી દેવતાઓના નામ પર, ઈશ્વરના નામ પર, પિતૃના નામ પર, હિંસા આદિ પાપ કૃત્યને ધર્મ સમજવો, શિકાર ખેલવામાં ધર્મ સમજવો, અન્યાય, અનીતિમાં ધર્મ સમજવો તેને મિથ્યાત્વ કહેવાય છે. (૨) અને મધHઇUT :- અહિંસા, સંયમ, તપ તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રય ધર્મને અધર્મ સમજે તેને પણ મિથ્યાત્વ કહેવાય છે. (3) મ માસ :- ઉમાર્ગને સન્માર્ગ સમજવો અથતિ સંસાર પરિભ્રમણ કરાવનાર દુ:ખદ માર્ગને મોક્ષનો માર્ગ સમજવો તેને મિથ્યાત્વ કહેવાય. (૪) મને સામffTRUST :- મોક્ષ માર્ગને સંસારનો માર્ગ સમજવો, જેમકે - સમ્યગુદર્શનજ્ઞાનયાસ્મિાણિ મોક્ષમાર્ગ, આ ઉત્તમ મોક્ષ માર્ગને સંસારનો માગી સમજવો તેને મિથ્યાત્વ કહેવાય. (૫) નવેસુ નીવસULT :- અજીવને જીવ માનવો. સંસારમાં જે કંઈ દૈશ્યમાન છે એ બધા જીવ જ છે, અજીવ પદાર્ચ વિશ્વમાં છે જ નહીં. આ રીતે જીવને જીવ સમજવો તે મિથ્યાત્વ કહેવાય. (૬) નવેમુ મનીવસUTI :- જીવમાં જીવની સંજ્ઞા સખવી. ચાવક મતના અનુયાયી શરીરથી ભિન્ન આત્માના અસ્તિત્વને માનતા નથી. કોઈ કોઈ વિચારકો પશુઓમાં પણ આત્માનો ઈન્કાર કરે છે, તેમાં કેવળ પ્રાણ જ માને છે. એ કારણે તેઓને મારવામાં અને તેઓનું માંસ ખાવામાં પાપ નથી માનતા. આવી માન્યતાને મિથ્યાત્વ કહેવાય છે. એકેન્દ્રિય જેવા કે પાણી, અગ્નિ વગેરેમાં જીવ ન માને અને તેને અજીવ પદાર્થ માને તે પણ મિથ્યાત્વ કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122