Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 103
________________ સૂત્ર-૧૩૯ (૭) અર્થ :- સૂત્રનો પ્રમાણિકતાપૂર્વક અર્થ કરવો, સ્વેચ્છા મુજબ વધારવો કે ઘટાડવો નહીં. સૂત્રનો ભાવ બરાબર બતાવવો તેને અર્થ આચાર કહેવાય છે. (૮) તદુભય - આગમનું અધ્યયન અને અધ્યાપન વિધિપૂર્વક, નિરતિચારરૂપે કરે તેને તભય આચાર કહેવાય છે. દર્શનાચાર :- દર્શનાચાર સમ્યક્ત્વને દૃઢ બનાવે છે. નિરતિચાર સમ્યક્ત્વનું પાલન હોવું જોઈએ. હેયનો ત્યાગ અને ઉપાદેયનું ગ્રહણ કરવાની રુચિ હોવી તેને નિશ્ચય સમ્યક્ત્વ કહેવાય અને એ જ રુચિના બળે થનારી ધર્મ તત્ત્વનિષ્ઠાને વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય. દર્શનાચારના પણ આઠ ભેદ બતાવ્યા છે, જેમ કે – (૧) નિઃશંકિત ઃ- આત્મતત્વ પર શ્રદ્ધા રાખવી. અરિહંત ભગવંતના ઉપદેશમાં, કેવળી ભાષિત ધર્મમાં તેમજ મોક્ષ પ્રાપ્તિના ઉપાયમાં શંકા ન રાખે તેને નિઃશંકિત કહેવાય. ૧૮૩ (૨) નિઃકાંક્ષિત :- સાચા દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રથી અતિક્તિ કુદેવ, કુગુરુ, ધર્માભાસ અને શાસ્ત્રભાસની આકાંક્ષા ન રાખવી. (૩) નિર્વિચિકિત્સા :- આચરણ કરેલ ધર્મનું ફળ મળશે કે નહીં ? એ રીતે ધર્મના ફળ પ્રતિ સંદેહ ન રાખે તેને નિર્વિચિકિત્સા કહેવાય અથવા સંયમ ધર્મના આચારો પ્રત્યે ધૃણા કે સંદેહ ન રાખે તેને પણ નિર્વિચિકિત્સા કહેવાય. (૪) અમૂઢદૃષ્ટિ :- વિભિન્ન દર્શનોની યુક્તિથી, મિચ્છાદૃષ્ટિઓની ઋદ્ધિથી, તેના આડંબર, ચમત્કાર, વિદ્વતા, ભય અથવા પ્રલોભનથી દિગ્મૂઢ ન બને તેમજ સ્ત્રી, પુત્ર, ધન આદિમાં વૃદ્ધ બનીને મૂઢ ન બને તેને અમૂઢદૃષ્ટિ કહેવાય. (૫) ઉવબૂહ :- જે વ્યક્તિ સંઘની સેવા કરે, તપ અને સંયમની આરાધના કરનાર હોય, તેમજ જેની પ્રવૃત્તિ પ્રાણી હિત માટે અને ધાર્મિક ક્રિયામાં દિનપ્રતિદિન વધતી હોય તેનો ઉત્સાહ વધારવો તેને ઉવબૂહ કહેવાય. (૬) સ્થિરીકરણ :- સમ્યગ્દર્શન તથા સમ્યક્ ચાસ્ત્રિથી પડિવાય થયેલા સ્વધર્મી વ્યક્તિઓને ધર્મના માર્ગ પર સ્થિર કરે તેને સ્થિરીકરણ કહેવાય. (૭) વાત્સલ્ય :- જેમ ગાય પોતાના વાછરડા પર પ્રીતિ રાખે છે એમ સાધર્મીજનો પર વાત્સલ્યભાવ રાખવો. તેઓને જોઈને પ્રમુદિત થવું તેમજ તેનું સન્માન કરવું, તેને વાત્સલ્ય કહેવાય. (૮) પ્રભાવના :- જે ક્રિયાઓથી ધર્મની હીનતા અને નિંદા થાય એવી ક્રિયા ન કરવી, પણ શાસનની ઉન્નતિ થાય, જનતા ધર્મથી પ્રભાવિત થાય એવી ક્રિયા કરવી, તેને પ્રભાવના કહેવાય. ચારિત્રાચાર :- અણુવ્રત તથા મહાવ્રત એ ચારિત્રાચાર છે. એ બન્નેનું પાલન કરવાથી સંચિત કર્મોનો ક્ષય થાય છે તેમજ આત્મા ઊર્ધ્વગામી બને છે. ચાસ્ત્રિના બે ભેદ છે – (૧) પ્રવૃત્તિ (૨) નિવૃત્તિ. મોક્ષાર્થીએ યત્નાપૂર્વક આવશ્યક પ્રવૃત્તિ કરવી જોઈએ. એવી પ્રવૃત્તિને સમિતિ કહેવાય છે. અનાવશ્યક પ્રવૃત્તિઓ ન કરવી કે મન, વચન કાયાની પ્રવૃત્તિઓને ઘટાડવી તે ગુપ્તિ છે. સમિતિઓ પાંચ પ્રકારની ૧૮૮ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન છે, જેમકે – (૧) ઈસિમિતિ :- છકાય જીવોની રક્ષા કરતાં વિવેકપૂર્વક ચાલવું. (૨) ભાષાસમિતિ :- સત્યભાષા તેમજ હિત, મિત, પ્રિય અને સંયમ મર્યાદાની રક્ષા કરતાં યત્નાપૂર્વક બોલવું. (૩) એષણાસમિતિ :- શરીરનિર્વાહ અને સંયમનિર્વાહ માટે નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવી. (૪) આદાન-ભંડમાત્રનિક્ષેપણ સમિતિ :- ભંડોપકરણને વિવેકપૂર્વક ગ્રહણ, ધારણ કરવા, વિવેકથી લેવા કે મૂકવા. (૫) ઉચ્ચાર-પ્રાવણ-શ્લેષ્મ જલ-મલ પરિષ્ઠાપનિકા સમિતિ - મળ-મૂત્ર, શ્લેષ્મ, કફ, થૂંક આદિને યત્નાપૂર્વક નિવધ સ્થાન પર પરિષ્ઠાપન કરવા એટલે વિવેકથી નાખવા તથા જીવજંતુઓનો સંહાર થાય તેમ પરઠવા નહિ કે નાલી, ગટર આદિમાં પ્રવાહિત કરવા નહીં. (૬) ગુપ્તિ :- મન, વચન અને કાયાથી હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાપોનું સેવન અનુકૂળ સમય મળે તો પણ ન કરવું અને ત્રણે ય યોગોનો શક્ય તેટલો ત્યાગ કરવો, તેને ગુપ્તિ કહેવાય છે. આ રીતે પ્રશસ્તમાં પ્રવૃત્તિ કરવી અને અપ્રશસ્તથી નિવૃત્ત થવું તેને ક્રમશઃ સમિતિ અને ગુપ્તિ કહેવાય છે. અનુકૂળતાએ પ્રવૃત્તિ માત્રથી શક્ય તેટલી નિવૃત્તિ કરવી તે પણ ગુપ્તિ કહેવાય છે. સમિતિની પરાકાષ્ટા ધ્યાન છે અને ગુપ્તિની પરાકાષ્ટા એ વ્યુત્સર્ગ તપ છે. તપાચાર :- કષાયાદિને કૃશ કરવા માટે અને રાગદ્વેષ પર વિજય પ્રાપ્ત કરવા માટે જે જે ઉપાયો વડે શરીર, ઈન્દ્રિય અને મનને તપાવવામાં આવે અથવા ઈચ્છાઓ પર અંકુશ રાખવામાં આવે તેને તપ કહેવાય છે. તપ વડે જીવનમાં અસત્ પ્રવૃત્તિઓના સ્થાન પર સત્ પ્રવૃત્તિઓ સ્થાન પામે છે. તેમજ તપ વડે સંપૂર્ણ કર્મનો ક્ષય થાય છે અને આત્મા મોક્ષ મંજિલે પહોંચી જાય છે. તપ નિર્જરાનો પ્રકાર છે છતાં સંવરનો પણ હેતુ છે તેમજ મુક્તિનો પ્રદાતા છે. તેના બે ભેદ છે – બાહ્યતપ અને આત્યંતસ્તપ. બંન્નેના છ છ પ્રકાર છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) અનશન :- સંયમની પુષ્ટિ, રાગનો ઉચ્છેદ અને ધર્મધ્યાનની વૃદ્ધિ માટે પરિમિત સમય ઉપવાસ આદિ રૂપે અથવા વિશિષ્ટ પરિસ્થિતિમાં આજીવન સુધી સંપૂર્ણ આહારનો ત્યાગ કરવો, તેને અનશન કહેવાય. (૨) ઊણોદરી :- ભૂખ હોય તેનાથી ઓછું ખાવું તેને ઊણોદરી કહેવાય. (૩) વૃત્તિ-પરિસંખ્યાન :- એક ઘર, એક માર્ગ અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ અભિગ્રહ ધારણ કરે તથા તેના દ્વારા ચિત્તવૃત્તિ સ્થિર થાય અને આસક્તિ ઘટે તેને વૃત્તિ-પરિસંખ્યાન કહેવાય. વિવિધ પદાર્થોના ત્યાગ પણ આ તપમાં સમાવિષ્ટ થાય છે.

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122