Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 114
________________ સૂત્ર-૧૫૦ • વિવેચન-૧૫૦/૬ : આ સૂત્રમાં અવગાઢશ્રેણિકા પરિકર્મનું વર્ણન છે. આકાશનું કાર્ય દરેક દ્રવ્યને અવકાશ આપવાનું છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, કાળ અને પુદ્ગલાસ્તિકાય એ પાંચે દ્રવ્ય આધેય છે. આકાશ તેને પોતાનામાં સ્થાન આપે છે. જે દ્રવ્ય જે આકાશ પ્રદેશમાં અથવા દેશમાં અવગાઢ છે તેનું વિસ્તૃત વર્ણન અવગાઢશ્રેણિકામાં હશે એવી સંભાવના છે. • સૂત્ર-૧૫૦/૭ : પ્રશ્ન ઃ તે ઉપસંપાદનઃશ્રેણિકા પકિર્મ કેટલા પ્રકારના છે ? ૨૦૯ ઉત્તર :- તે ઉપરસંપાદનણિકા પરિકર્મ અગિયાર પ્રકારના છે, જેમકે (૧) પૃથગાકાશપદ (૨) કેતુભૂત (૩) રાશિબદ્ધ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંસારપ્રતિગ્રહ (૧૦) નંદાવર્ત (૧૧) ઉપસંપાદનાવર્ત. આ પ્રમાણે ઉપસંપાદનશ્રેણિકા પરિકર્મ શ્રુત છે. વિવેચન-૧૫૦/૭ : • સૂત્ર-૧૫૦/૮ - પ્રશ્ન :- વિપજહશ્રેણિકા પર્રિકર્મ કેટલા પ્રકારના છે? - આ સૂત્રમાં ઉપસંપાદનશ્રેણિકા પરિકર્મ બતાવેલ છે. ‘'વસંપળ'' નો અર્થ અંગીકાર કરવો અથવા ગ્રહણ કરવું. દરેક સાધકની જીવન ભૂમિકા એક સરખી હોતી નથી. તેથી દૃષ્ટિવાદના વેત્તા સાધકની શક્તિ અનુસાર જીવન ઉપયોગી સાધન બતાવે છે, તેનાથી તેનું કલ્યાણ થઈ શકે છે. ઉત્તર :- વિપુજહણિકા પરિકર્મ ૧૧ પ્રકારના કહ્યા છે. જેમકે – (૧) પૃથગાકાશપદ (૨) કેતુભૂત (૩) રાશિદ્ધ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંસારપતિગ્રહ (૧૦) નંદાવર્ત (૧૧) વિપજહદાવ. આ વિપજહશ્રેણિકા પરિકર્મ છે. • વિવેચન-૧૫૦/૮ $« આ સૂત્રમાં વિપજહશ્રેણિકા પરિકર્મ વિષે ઉલ્લેખ છે. વિશ્વમાં જેટલા હૈય પરિત્યાજ્ય પદાર્થ છે, તેનો એમાં સમાવેશ થઈ જાય છે. પ્રત્યેક સાધકની જીવન ભૂમિકા ભિન્ન ભિન્ન હોય છે. માટે અવગુણ પણ ભિન્ન ભિન્ન હોય છે. માટે જેની જેવી ભૂમિકા હોય તે પ્રમાણે સાધકે એવા દોષો તેમજ ક્રિયાઓ ત્યાગવા જોઈએ. • સૂત્ર-૧૫૦/૯ : પ્રશ્ન :- સુવાચ્યુતશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે ? ઉત્તર :- સુવાચ્યુત શ્રેણિકા પકિર્મ અગિયાર પ્રકારના છે, જેમકે – (૧) પૃથગાકાશપદ (૨) કેતુભૂત (૩) રાશિ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંસારપ્રતિગ્રહ (૧૦) નંદાવર્ત (૧૧) સુતાયુતાવર્ત. આ પ્રમાણે સુતાયુત શ્રેણિકા પરિકર્મનું સ્વરૂપ છે. આ અગિયાર પકિમમાંથી પ્રારંભના છ પકિ વાર નયોથી આશ્રિત છે. અંતિમ 40/14 “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સાત પરિકર્મ ત્રિરાશિક છે. આ સુતાયુતશ્રેણિકા પરિકર્મ સંપૂર્ણ થયો. • વિવેચન-૧૫૦/૯ : આ સૂત્રમાં સાતમા પકિર્મ રૂપ અંતિમભેદ સુતાચ્યુતપસ્કિર્મનું વર્ણન કર્યું છે. જો કે આ પકિર્મનો વાસ્તવિક વિષય અને તેના અર્થ વિષે નિશ્ચયપૂર્વક કંઈ કહી શકાતું નથી. ૨૧૦ સૂત્રમાં ‘છે OK પારૂં સત્ત તેરસિયા'' આ પદ આપેલ છે. તેનો ભાવ એ છે કે આદિના છ પરિકર્મ ચાર નયની અપેક્ષાએ કહેલ છે. એમાં સ્વસિદ્ધાંતનું વર્ણન કરેલ છે અને સાતમા પકિર્મમાં ત્રિરાશિકનો ઉલ્લેખ કરેલ છે. અહીં અગિયાર ભેદમાંથી સાતનું કથન છે અને ચારનું કથન નથી તથા શેષ ચાર માટે કોઈ સૂચન નથી તેનું કારણ અજ્ઞાત છે અને સત્ત શબ્દથી સાત સંખ્યાનો અર્થ કરાય તો પાછળના સાત ભેદ ત્રણ નયોની અપેક્ષાએ કહેલ છે એવી કલ્પના પણ કરી શકાય છે. તત્ત્વ જ્ઞાનીગમ્ય છે. • સૂત્ર-૧૫૦/૧૦ : પ્રશ્નન - તે સૂત્ર રૂપ દૃષ્ટિવાદના કેટલા પ્રકાર છે ? ઉત્તર :- સૂત્રરૂપ દૃષ્ટિવાદના બાવીસ પ્રકાર છે. જેમકે – (૧) ઋજુસૂત્ર (૨) પરિણતાપરિણત (૩) બહુભંગિય (૪) વિજયચરિત્ર (૫) અનંતર (૬) પરંપર (૭) આસાન (૮) સંયુય (૯) સંભિન્ન (૧૦) યથાવાદ (૧૧) સ્વસ્તિકાવર્ત (૧૨) નંદાવર્ત (૧૩) બહુલ (૧૪) પૃષ્ટાત્કૃષ્ટ (૧૫) વ્યાવર્ત (૧૬) એવંભૂત (૧૭) દ્વિકાવર્ત (૧૮) વર્તમાનપદ (૧૯) સમભિરૂઢ (૨૦) સર્વતોભદ્ર (૨૧) પ્રશિષ્ટ (૨૨) દુષ્પતિગ્રહ. એ બાવીસ સૂત્ર છિન્નુચ્છેદ નયની અપેક્ષાએ સ્વસમય સૂત્ર પરિપાટી અર્થાત્ સ્વદર્શનની વતવ્યતાને જ આશ્રિત છે. આ જ બાવીસ સૂત્ર આજીવિક ગોશાલકના દર્શનની દૃષ્ટિએ ચ્છિન્નુચ્છેદ નયથી કહેલ છે. એ જ રીતે આ બાવીસ સૂત્ર ત્રિરાશિક સૂત્ર પરિપાટીથી ત્રણ નયનો સ્વીકાર કરે છે અને એ જ બાવીસ સૂત્ર સ્વસમય સિદ્ધાંતની દૃષ્ટિએ ચાર નયનો સ્વીકાર કરે છે. આ રીતે પૂર્વાપર સર્વ મળીને અક્રયાસી સૂત્ર થઈ જાય છે. આ કથન તીર્થંકર પરમાત્માઓ અને ગણધરદેવોએ કર્યું છે. આ રીતે સૂત્રરૂપ દૃષ્ટિવાદનું વર્ણન છે. • વિવેચન-૧૫૦/૧૦ : આ સૂત્રમાં અટ્ઠયાસી સૂત્રોનું વર્ણન છે. તેની અંદર સર્વદ્રવ્ય, સર્વપર્યાય, સર્વનય અને સર્વભંગ-વિકલ્પ નિયમ આદિ બતાવેલ છે. વૃત્તિકાર અને ચૂર્ણિકાર બન્નેના મતે ઉક્ત સૂત્રમાં બાવીસ સૂત્ર છિન્નચ્છેદ નયના મત પ્રમાણે સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન કરનારા છે અને એ જ સૂત્ર અચ્છિન્નચ્છેદ નયની દૃષ્ટિથી અબંધક, ત્રિરાશિક અને નિયતિવાદનું વર્ણન કરે છે. છિન્નુચ્છેદ નય કોને કહેવાય ? જેમકે – કોઈ પદ અથવા શ્લોક બીજા પદની

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122