Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 119
________________ સૂત્ર-૧૫૮ થી ૧૬૩ [૧૯૧] (૧) શિષ્ય મૌન રહીને સાંભળે. (૨) પછી હુંકાર (“જી હાં" એમ) કહે. (૩) ત્યારબાદ “આ એમ જ છે જેમ ગુરુદેવે કહ્યું છે” એ વાતને શ્રદ્ધાપૂર્વક સ્વીકારે. (૪) ત્યારબાદ કદાય શંકા હોય તો ગુરુદેવને પૂછે કે - “આનો અર્થ શું છે? (૫) પછી મીમાંસા કરે અર્થાત્ વિચાર કરે. (૬) ત્યારે ઉત્તરોત્તર ગુણ પ્રસંગ વડે શિષ્ય પારગામી બની જાય છે. (૭) ત્યારબાદ તે ચિંતન-મનન વડે ગુરુ જેમ કહે તેમ ભાષણ અને શાસ્ત્રની પ્રરૂપણા કરે. આ શાસ્ત્ર સાંભળવાની ઉત્તમ વિધિ છે. ૨૧૯ [૧૬] આચાર્યાદિ વડે પ્રથમ વાચનામાં શિષ્યને સૂત્ર અને અર્થ કહેવાય છે, બીજીવારમાં સૂત્રપશિક નિયુક્તિનું કથન કરાય છે, ત્રીજીવારની વાચનામાં પન્ત-સમાધાન સાથે વિસ્તારથી સંપૂર્ણ વ્યાખ્યા સમજાવવામાં આવે છે. આ પ્રમાણે અનુયોગની એટલે કે શિષ્યને શાસ્ત્રાર્થ ભણાવવાની વિધિ હોય છે. તાત્પર્ય એ છે કે આ પ્રકારે યોગ્ય શિષ્યોને ત્રણ વારમાં દરેક સૂત્રની સંપૂર્ણ અર્થ પરમાર્થ સહિત વાચના કરાવવાની ફરજ તેના ગુરુ, વડીલ કે આચાર્ય ઉપાધ્યાયની હોય છે. [૧૬૩] આ પ્રમાણે અંગપવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતનું વર્ણન પૂર્ણ થયું. તેની સાથે આ શ્રુતજ્ઞાનનો વિષય પણ પૂર્ણ થયો. તેના પૂર્ણ થતાં આ પરોક્ષ જ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. આ પ્રમાણે શ્રી નંદી સૂત્ર પણ પરિપૂર્ણ થયું. • વિવેચન-૧૫૮ થી ૧૬૩ આ ગાથાઓમાં પ્રથમ ગાથામાં શ્રુતજ્ઞાનનો ઉપસંહાર કર્યો છે, પછી ત્રણ ગાથાઓમાં શ્રદ્ધા, શ્રવણ, મનનની શિક્ષા આપવામાં આવી છે અને પાંચમી ગાથામાં વાચના દેવાની વિધિ બતાવી છે. અંતમાં શ્રુતજ્ઞાન સાથે નંદી સૂત્ર પૂર્ણ થવાની સૂચના મે તે નવી શબ્દો વડે કરી છે. સામાન્ય રીતે શ્રુતના મૂળ ભેદ ચૌદ છે, પછી ભલે તે શ્રુત સમ્યક્ જ્ઞાનરૂપ હોય અથવા અજ્ઞાનરૂપ (મિથ્યાજ્ઞાન) હોય. આ શ્રુત એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય છાસ્થ સુધીના દરેક જીવોમાં મળે છે. શ્રુતજ્ઞાન કોને કહેવાય ? :- આચાર્ય અથવા ગુરુ શ્રુતજ્ઞાન આપે ત્યારે તેઓએ પણ ધ્યાન રાખવાનું કે શિષ્ય સુપાત્ર છે કે કુપાત્ર. સુપાત્ર શિષ્ય પોતાના ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને સ્વ-પર કલ્યાણના કાર્યમાં જોડાઈ જાય છે. તે જ શાસ્ત્રજ્ઞાનના સાચા અધિકારી હોય છે. પરંતુ કુપાત્ર અથવા કુશિષ્ય તે જ્ઞાનનો દુરુપયોગ કરીને પ્રવચન અથવા જ્ઞાનની અવહેલના કરે છે. જેમ સર્પ દૂધ પીને તેને ઝેર રૂપે પરિણત કરી દે છે એમ અવિનીત, રાલોલુપી, શ્રદ્ધાવિહીન અને અયોગ્ય શિષ્ય શ્રુતજ્ઞાનનો પરિણમન ઉલટી રીતે કરે છે, માટે તે શ્રુતનો અનધિકારી હોય છે. એવા શિષ્યોને શિક્ષા સંસ્કાર વડે શ્રુતના અધિકારી બનાવવાનો પ્રયત્ન કરાય છે. પરંતુ જે શિષ્ય હઠાગ્રહી સ્વછંદી અને ગુરુ પ્રત્યે મત્સર ભાવ કે દ્વેષ ભાવ રાખનારા હોય છે તે શ્રુતજ્ઞાનના સર્વયા અનધિકારી હોય છે. “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બુદ્ધિ ચેતનાની ઓળખાણ છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્વતઃ ચેતનારૂપ છે. તે સદા કોઈને કોઈ ગુણ અથવા અવગુણને ધારણ કર્યા કરે છે. સ્પષ્ટ છે કે – જેની બુદ્ધિ ગુણગ્રાહી છે તે જ શ્રુતજ્ઞાનના અધિકારી બની શકે છે. પૂર્વધર અને ધીર પુરુષોનું કથન છે કે – પદાર્થોનું યથાતથ્ય સ્વરૂપ બતાવનાર અને યથાર્થ શિક્ષા દેનાર શાસ્ત્રોનું જ્ઞાન મુમુક્ષુ અથવા જિજ્ઞાસુઓને ત્યારે જ થઈ શકે છે કે જ્યારે બુદ્ધિના આઠ ગુણો સહિત વિધિપૂર્વક તેનું અધ્યયન કરે. ગાથામાં આગમ અને શાસ્ત્ર એ બન્નેનો એક પદમાં ઉલ્લેખ કર્યો છે. અહીં એ જાણવું આવશ્યક છે કે – જે આગમ છે તે નિશ્ચયથી શાસ્ત્ર પણ છે પરંતુ જે શાસ્ત્ર છે તે આગમ ન પણ હોય, જેમકે – અર્થશાસ્ત્ર, કોકશાસ્ત્ર આદિને શાસ્ત્ર કહેવાય પરંતુ તેને આગમ ન કહેવાય. ધીર પુરુષો તેને કહેવાય કે જેઓ વ્રતોનું નિરતિચાર પાલન કરતાં થકાં ઉપસર્ગો-પરીષહોથી ક્યારેય વિચલિત થાય નહીં. ૨૨૦ બુદ્ધિના ગુણ :- બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત વ્યક્તિ જ શ્રુતજ્ઞાનના અધિકારી બની શકે છે. શ્રુતજ્ઞાન આત્માનું એવું અનુપમ ધન છે, જેના સહયોગથી તે સંસારમાં રહેવા છતાં શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકે છે અને તેના અભાવમાં આત્મા ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં કરતાં જન્મ-મરણ આદિ અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. માટે પ્રત્યેક મુમુક્ષુએ બુદ્ધિના આઠ ગુણો ગ્રહણ કરીને સમ્યક્ શ્રુતના અધિકારી બનવું જોઈએ. તે ગુણ નીચે પ્રમાણે છે. (૧) સુશ્રૂસફ :- શુશ્રુષાનો અર્થ છે – સાંભળવાની ઈચ્છા અથવા જિજ્ઞાસા. શિષ્ય અથવા સાધક સર્વ પ્રથમ વિનયપૂર્વક પોતાના ગુરુના ચરણોમાં વંદના કરીને તેઓશ્રીના મુખારવિંદથી કલ્યાણકારી સૂત્ર અને અર્થ સાંભળવાની જિજ્ઞાસા વ્યક્ત કરે. તેના સાન્નિધ્યમાં શાસ્ત્રાર્થ પ્રાપ્ત કરે. (૨) પચિપુચ્છ :- સૂત્ર અને અર્થ સાંભળીને કદાચિત્ કોઈ શંકા ઉત્પન્ન થાય તો વિનયપૂર્વક મધુર વચનોથી ગુરુના ચિત્તને પ્રસન્ન કરીને, ગૌતમ સ્વામીની જેમ પ્રશ્ન પૂછીને પોતાની શંકાનું નિરાકરણ કરે, શ્રદ્ધાપૂર્વક પ્રશ્નોના જવાબ પ્રાપ્ત કરવાથી તર્કશક્તિ પ્રાપ્ત થાય છે અને જ્ઞાન નિર્મળ બને છે. (૩) મુળેŞ :- પ્રશ્ન પૂછવાથી ગુરુજનો જે ઉત્તર આપે તેને ધ્યાનપૂર્વક સાંભળે. જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી વિનય સહિત ગુરુ પાસેથી સમાધાન પ્રાપ્ત કરે. તેઓશ્રીની વાત ધ્યાન દઈને સાંભળે પરંતુ વિવાદમાં પડીને ગુરુના મનને દુઃખિત ન કરે. (૪) શિg :- સૂત્ર અને અર્થને તેમજ ગુરુદેવે કરેલ સમાધાનને હૃદયમાં ધારણ કરીને રાખે. જો એમ ન કરે તો સાંભળેલું જ્ઞાન વિસ્તૃત થઈ જાય છે. (૫) ર્ :- હૃદયંગમ કરેલા જ્ઞાન પર વારંવાર ચિંતન-મનન કરવાથી, જ્ઞાન એ મનનો વિષય બની શકે છે. ધારણાને દૃઢત્તમ બનાવવા માટે પર્યાલોચન આવશ્યક છે. (૬) ઞોદ :- પ્રાપ્ત કરેલા જ્ઞાન પર ચિંતન-મનન કરીને તત્ત્વોનો નિર્ણય

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122