Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 116
________________ સૂ-૧૫૪ ૨૧૩ કરેલ છે. તાત્પર્ય એ થયું કે વિષયબદ્ધ વિસ્તૃત વર્ણન આ અનુયોગમાં હોય છે. અર્થ:- તાત્પર્ય એ છે કે તીર્થકરના અંતરાલમાં થનારા રાજાઓના પૂર્વભવોમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક, એ ચારે ય ગતિના ચરિત્ર તેમજ તેને નિર્વાણપદની પ્રાપ્તિ સુધીના જીવનવૃત્તાંતનું વર્ણન ચિત્રાંતમંડિકામાં હોય છે. - ગંડિકા શબ્દનો પ્રયોગ શેરડીના ખંડો કે વિભાગો માટે થાય છે. તેમજ અહીં વિષયોનું વિભાજન માટે ગંડિકા શબ્દનો પ્રયોગ કરેલ છે. આ રીતે અનુયોગ શબ્દનો અર્થ અહીં વિસ્તાર છે, ચંડિકાનો અર્થ વિષય વિભાજન અને મૂળનો અર્થ શાસનના મૂળ શાસનપતિ તીર્થકર અરિહંત પ્રભુ. મૂળપ્રથમાનુયોગમાં તીર્થકર સંબંધી સંપૂર્ણ વર્ણન હોય છે. જ્યારે તીર્થંકર ચંડિકામાં તીર્થકરના પોતાના જીવન સંબંધી જ વર્ણન હોય છે અર્થાત્ તેના ગણધર કે લબ્ધિધારી આદિ સંપદા સંબંધી વિસ્તૃત વર્ણન બીજી ચંડિકામાં હોય છે. • સૂત્ર-૧૫૪/૩ :પ્રશ્ન :- ચૂલિકા શું છે? ઉત્તર : આદિના ચાર પૂર્વમાં ચૂલિકાઓ છે. શેષ પૂવમાં ચૂલિકાઓ નથી. આ ચૂલિકારૂપ દષ્ટિવાદનું વર્ણન છે. • વિવેચન-૧૫૪/૩ : ચૂલિયા :- (૧) કોઈ પણ વસ્તુના અંતમાં કે ઉપરી શિખરમાં રહેવાવાળી વસ્તુ ચૂલિકા કહેવાય છે. (૨) અવશિષ્ટ અને ઉપયોગી વિષયને કહેનારા પ્રકરણને ચૂલિકા કહેવાય છે. (3) મૂળ વિષય વિભાગના પરિશિષ્ટ વિભાગને ચૂલિકા કહેવયા છે. (૪) વિષયના અંતમાં આવનારા વિશિષ્ટ પ્રકરણને ચૂલિકા કહેવાય છે. (૫) પૂર્વ વિભાગમાં અનુકત વિષયને ચૂલિકામાં કહેવામાં આવે છે જેમકે – ઉડ્ડિયા) + परिकम्म-सुत्तपुव्वअणुओगे न भणियं तं चूलासु भणियं ति । - चूर्णि. ચૂલિકા આધુનિકકાળમાં પ્રચલિત પરિશિષ્ટ સમાન હોય છે. એમાં ઉકાઅનુક્ત વિષયોનો સંગ્રહ છે. આદિના ચાર પૂર્વોમાં ચૂલિકાઓનો ઉલ્લેખ છે. શેષમાં નથી. ચૂલિકાઓ તે તે પૂર્વોનું અંગ છે. ચૂલિકાઓમાં ક્રમશઃ ૪, ૧૨, ૮, ૧૦ આ રીતે ૩૪ વસ્તુઓ છે. જેમ મેરૂ પર્વત ચૂલિકાથી શોભાયમાન છે તેમ શ્રુત પણ ચૂલિકા પ્રકરણથી સુશોભિત છે. માટે તેનું વર્ણન બધાથી પાછળ કર્યું છે. • સૂત્ર-૧૫૪/૪ : દૃષ્ટિવાદ સૂટમાં પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વાર, સંત અલાપક, સંખ્યાત શ્લોક, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત નિયુક્તિઓ અને સંખ્યાત સંગ્રહણીઓ છે. આંગની અપેક્ષાએ દષ્ટિવાદ એ બાબું અંગ છે. તેનો એક શ્રુતસ્કંધ છે અને તેમાં ચૌદ પૂર્વ છે. સંખ્યાત વસ્તુ-અધ્યયન વિશેષ, સંખ્યાત ચૂલિકા વસ્તુ, સંખ્યાત પ્રાભૃત, સંખ્યાત પ્રાભૃતપાભૂત, સંખ્યાત પ્રાભૃતિકાઓ, સંખ્યાત ૨૧૪ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પાશ્રુતિકાપાશ્રુતિકાઓ, તે પરિમાણમાં સંખ્યાત પદ સહસ્ત્ર છે. તેમાં અક્ષર સંખ્યાત અને અનંત ગમ-અર્થ છે, અનંત પર્યવ પરિમિત મસ અને અનંત સ્થાવર છે. શાશ્ચત અarad નિબદ્ધ, નિકાચિત જિનપણિત ભાવ તેમાં સામાન્ય યે કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શનથી સ્પષ્ટતા કહેલ છે. દષ્ટિવાદનો અધ્યતા તદ્વપ થઈ જાય છે. ભાવોનો યથાર્થ જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા દષ્ટિવાદનું આ સ્વરૂપ છે, આ પ્રકારે તે વિખ્યાત અને વિજ્ઞાન છે તથા તેમાં આ રીતે ચરણ કરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ દૈષ્ટિવાદ રાંગ સૂત્રનું વર્ણન છે. • વિવેચન-૧૫૪૪ - આ દૃષ્ટિવાદ અંગમાં પણ અન્ય અંગની જેમ પરિમિત વાચનાઓ અને સંખ્યાત અનુયોગદ્વાર છે. પરંતુ આમાં વસ્તુ પ્રાકૃત, પ્રાકૃતપ્રાભૃત અને પ્રાકૃતિકાઓ આદિ વિભાગ વિશેષ છે. પૂર્વેમાં જે મોટા મોટા અધિકાર છે તેને વસ્તુ કહેવાય છે, તેનાથી નાના પ્રકરણને પ્રાકૃત અથવા પ્રાકૃત-પ્રાકૃત કહેવાય અને તેનાથી પણ નાના પ્રકરણને પ્રાકૃતિકા કહેવાય છે. આ અંગ દરેક અંગથી અધિક વિશાળ છે. તો પણ તેના અક્ષરોની સંખ્યા સંખ્યાત જ છે પરંતુ તે સંખ્યા બહુ વિશાળ છે. પૂર્વમાં જે વિષયનું નિરૂપણ કરેલ હોય તેને અમુક ગાથાઓમાં સંકલિત કરનારી ગાથાઓને સંગ્રહણી ગાથાઓ કહેવાય છે. • સૂત્ર-૧૫૫,૧૫૬ - [૧૫] આ દ્વાદશાંગ ગણિપિટકમાં અનંત જીવાદિભાવ, અનંત અભાવ, અનંત હેતુ, અનંત અહેતુ અનંત કારણ, અનંત અકારણ, અનંત જીવ, અનંત અજીવ, અનંત ભવસિદ્ધિક, અનંત ભવસિદ્ધિક, અનંત સિદ્ધ, અનંત અસિદ્ધનું કથન કરેલ છે. [૧૫] ભાવ અને અભાવ, હેતુ અને અહેતુ, કારણ અને કારણ, જીવ અને અજીવ, ભવ્ય અને અભિવ્ય, સિદ્ધ અને અસિહદ્ધ. એ રીતે સંગ્રહણી ગાથારૂપે ઉક્ત વિષયોનું સંક્ષેપમાં પુનર્કથન કરેલ છે. • વિવેચન-૧૫૫,૧૫૬ - પ્રસ્તુત સૂત્રમાં બાર અંગ રૂ૫ ગણિપિટકમાં અનંત સદ્ભાવોનું અને એના પ્રતિપક્ષી અનંત અભાવરૂપ પદાર્થોનું વર્ણન કરેલ છે. દરેક પદાર્થ પોતાના સ્વરૂપે સરૂપ હોય છે અને પદ્રવ્યની અપેક્ષાએ અસરૂપ છે. જેમકે - જીવમાં જીવવનો અભાવ અને અજીવમાં જીવવનો અભાવ. હેતુ અહેતુ :- હેતુ અનંત છે અને અહેતુ પણ અનંત છે. ઈચ્છિત અર્થની જિજ્ઞાસામાં જે સાધન હોય તેને હેતુ કહેવાય અને અન્ય હેતુ કહેવાય છે. કારણ અકારણ - ઘટ અને પટ સ્વગુણની અપેક્ષાએ કારણ છે અને પણુણની અપેક્ષાએ કારણ છે. જેમકે – ઘડાનું ઉપાદાન કારણ માટીનો પિંડ છે.

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122