Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 107
________________ સૂર-૧૪૦ ૧૫ મતોનો યુક્તિસંગત ઉલ્લેખ કરીને સ્વમતની સ્થાપના કરેલ છે. તેર ક્રિયાઓના પ્રત્યાખ્યાન, આહાર આદિનું વિસ્તૃત વર્ણન છે. પાપ-પુણ્યનો વિવેક, આદ્રકુમારની. સાથે ગોશાલક, શાક્યભિક્ષુ, તાપસીનો થયેલો વાદવિવાદ, આદ્રકુમારના જીવનથી સંબંધિત વિક્તતા અને સમ્યકત્વમાં દૃઢતા વિષેનું સારી રીતે વર્ણન છે. અંતિમ અધ્યયનમાં નાલંદામાં ગૌતમ સ્વામી તેમજ ઉદક પેઢાલપુત્રનો થયેલ વાર્તાલાપ અને અંતમાં પેઢાલપુરના પંચમહાવ્રતના સ્વીકારનું સુંદર વર્ણન છે. સૂત્રકૃતાંગના અધ્યયનથી સ્વમત-પરમતનું જ્ઞાન સરળતાથી થઈ શકે છે. આત્મ-સાધનાની વૃદ્ધિ અને સમ્યકત્વની દઢતા માટે આ ગસૂત્ર અતિ ઉપયોગી છે. આના પર ભદ્રબાહુકૃત નિયુક્તિ, જિનદાસ મહતરકૃત ચૂર્ણિ અને શીલાંગાચાર્યની બૃહદ્રવૃત્તિ પણ ઉપલબ્ધ છે. • સૂત્ર-૧૪૧ - પ્રશ્ન :- સ્થાનાંગ સૂત્રમાં શું બતાવ્યું છે? ઉત્તર :- સ્થાનાંગ સુગમાં જીવ સ્થાપિત કરેલ છે, આજીવ સ્થાપિત કરેલ છે અને જીવાજીવની સ્થાપના કરેલ છે. સમય-જૈન સિદ્ધાંતની સ્થાપના કરેલ છે, પરસમય-જૈનેતર સિદ્ધાંતની સ્થાપના કરેલ છે. તેમજ જૈન અને જેતેર, ઉભય પોની સ્થાપના કરેલ છે, લોક, આલોક અને લોકાલોકની સ્થાપના કરેલ છે. સ્થાનાંગ સૂત્રમાં ટંક-છિન્નતટ પર્વત, કૂટ, પર્વત, શિખરયુકત પતિ, કંઈક વળાંકવાળા પર્વત ગંગાકુંડ આદિ કુંડ, પૌંડરીક દિ દ્રહ, ગંગા આદિ નદીઓનું કથન કરવામાં આવેલ છે. સ્થાનાંગમાં એકથી લઈને દસ સુધી વૃદ્ધિ કરીને ભાવોની પ્રરૂપણા કરેલ છે. સ્થાનાંગ સૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોદ્ધાર, સંખ્યાત વેઢ-છંદ, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિયુકિતઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપતિઓ છે. તે અંગની અપેક્ષાએ તૃતીય અંગ છે. એમાં એક શ્રુતસ્કંધ અને દસ અધ્યયન છે, એકવીસ ઉદ્દેશનકાળ અને એકવીસ સમુદ્રેશનકાળ છે. તેમાં પદોની સંખ્યા બોંતેર હજાર છે, સંખ્યાત અક્ષર અને અનંતગમ છે, અનંતપયયિ, પરિમિત કસ અને અનંત સ્થાવર છે. શાશ્વત, અશાશ્વત બંને પદાથોંથી યુક્ત અને તેનો નિર્ણય કરનારા જિનેશ્વર કથિત ભાવો કહેલ છે. તેનું પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવેલ છે. સ્થાનાંગ સુમનું અધ્યયન કરનારા તાત્મરૂપ જ્ઞાતા તેમજ વિજ્ઞાતા બની જાય છે. અથવા આ સ્થાનાંગનું સ્વરૂપ છે તે રૂપે વિખ્યાત અને વિજ્ઞાત છે અને રીતે એમાં ચરણ-કરણની પ્રરૂપણ કરેલ છે. આ રીતે સ્થાનાંગ, સૂપનું વર્ણન છે. • વિવેચન-૧૪૧ - આ સૂત્રમાં સ્થાનાંગ સૂઝનો પરિચય આપેલ છે, ઠાણાંગ સુગમાં જીવાદિ ૧૯૬ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પદાર્થોનું વર્ણન કરેલ છે. આ સૂત્ર દશ અધ્યયનમાં વિભાજિત છે. આમાં સૂત્રોની સંખ્યા હજારથી અધિક છે. આમાં એકવીસ ઉદ્દેશક છે. આ અંગની રચના પૂર્વોત બે અંગથી ભિન્ન પ્રકારની છે. આ અંગમાં પ્રત્યેક અધ્યયનમાં જે “સ્થાન” નામથી કહેલ છે, તેમાં સ્થાનની સંખ્યા પ્રમાણે જ વસ્તુ સંખ્યા ગણાવી છે, જેમકે (૧) પ્રથમ સ્થાનમાં (અધ્યયનમાં)- ** આયા'' આમા એક છે, એ જ રીતે અન્ય એક એક પ્રકારના પદાર્થોનું વર્ણન કરેલ છે. (૨) બીજા સ્થાનમાં બે-બે પદાર્થોનું વર્ણન છે. જેમકે – જીવ અને અજીવ, પણ અને પાપ, ધર્મ અને અધર્મ આદિ પદાર્થોનું વર્ણન છે. (3) ત્રીજા સ્થાનમાં - જ્ઞાન, દર્શન અને રાત્રિનું નિરૂપણ કરેલ છે. ત્રણ પ્રકારના પુરુષ-ઉત્તમ, મધ્યમ અને જઘન્ય તથા મૃતધર્મ, ચાઅિધર્મ અને અસ્તિકાય ધર્મ આ રીતે ત્રણ ત્રણ પ્રકારના ધર્મ આદિ બતાવેલ છે. (૪) ચોથા સ્થાનમાં – ચાતુર્યામ ધર્મ આદિ તેમજ સાતસો ચૌભંગીઓનું વર્ણન છે. (૫) પાંચમા સ્થાનમાં – પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ગુપ્તિ તથા પાંચ ઈન્દ્રિય ઈત્યાદિનું વર્ણન છે. (૬) છઠ્ઠા સ્થાનમાં - છકાય, છ લેશ્યા, ગણીના છ ગુણ, પદ્રવ્ય તથા છે આરા આદિનું વર્ણન છે. () સાતમા સ્થાનમાં - સર્વજ્ઞના અને અજ્ઞાની સાત-સાત લક્ષણ, સંd સ્વરોનું લક્ષણ, સાત પ્રકારના વિભંગસ્વાન આદિ અનેક પદાર્થોનું વર્ણન કરેલ છે. (૮) આઠમા સ્થાનમાં - આઠ વિભક્તિઓનું વિવરણ, આઠ અવશ્ય પાલનીય શિક્ષા, એકલ વિહારીના આઠ ગુણ આદિ આઠ-આઠનું વર્ણન છે. (૯) નવમા સ્થાનમાં – બ્રહ્મચર્યની નવ વાડ તથા ભગવાન મહાવીરના શાસનમાં નવ વ્યક્તિઓએ તીર્થકર નામ ગોત્ર બાંધ્યું છે તેના નામ અને અનામત કાળની ઉત્સર્પિણીમાં તીર્થકર બનવાના છે તેના વિષયમાં બતાવ્યું છે. એ સિવાય નવ-નવની સંખ્યાનું વર્ણન છે. (૧૦) દસમા સ્થાનમાં - દસ ચિત સમાધિ, દસ સ્વપ્નોનું ફળ, દસ પ્રકારના સત્ય, દસ પ્રકારના અસત્ય, દસ પ્રકારની મિશ્ર ભાષા, દશ પ્રકારના શ્રમણધર્મ તથા દસ સ્થાન અાજ્ઞ જાણતા નથી ઈત્યાદિ દસ-દસ સંખ્યાઓના અનેક વિષયોનું વર્ણન છે. આ રીતે આ સુગમાં વિવિધ પ્રકારના વિષયોનું વર્ણન છે. બીજા શબ્દોમાં કહીએ તો આ સૂત્ર ભિન્ન ભિન્ન વિષયોનો કોશ છે. જિજ્ઞાસુ પાઠકોના માટે આ અંગ અવશ્ય પઠનીય છે. • સૂત્ર-૧૪ર :પ્રશ્ન સમવાયાંગ ચુતમાં કયા વિષયનું વર્ણન છે? ઉત્તર :- સમવાયાંગ સૂત્રમાં યથાવસ્થિત રૂપથી જીવ, અજીવ અને


Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122