Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 105
________________ સૂગ-૧૩૯ ૧૯૧ ૧૨ તેને ગમ કહેવાય છે. તે દરેક સૂત્રના અનંત હોય છે. પર્યવો :- જેમ ચાસ્ત્રિના અનંત પજવા-પર્યવ (પર્યાય) હોય છે તેમજ શ્રુતજ્ઞાન ગુણરૂપ દરેક શાસ્ત્ર જ્ઞાનના અનંત પર્યવ (પર્યાય)-પર્યવો હોય છે. અહીં પર્યવ (પર્યાય)નો અર્થ છે તે ગુણની આરાધનાની તારતમ્યતા, પરિણામોની શુદ્ધિની વિભિન્નતા. દરેક આત્મગુણના પર્યાયો અનંત હોય છે. જુદા જુદા આત્માઓના ગુણ પર્યવ પરસ્પર અનંતગણા તફાવતવાળા હોય છે. શરીર સંબંધી પર્યાયિો એક ભવમાં સંખ્યાત કે અસંખ્યાત જ થાય છે. અનંત પર્યાયો એક ભવમાં થતી નથી માટે અહીં શરીર સંબંધી પયિો સમજવી નહીં. જ્ઞાનીના શ્રુતજ્ઞાનના પર્યવોનું કથન છે, એમ સમજવું જોઈએ. બસ અને સ્થાવર :- દરેક સુગમાં પરિમિત બસ જીવોની તથા અનંત સ્થાવર જીવોની અપેક્ષા હોય છે અર્થાતુ દરેક ગસ સ્થાવર જીવોની રક્ષાના કે દયા-અનુકંપાની અને હિતના ભાવ સર્વ સૂત્રોમાં હોય જ છે. અનંત નહીં પરંતુ અસંખ્ય છે તેને જ અહીં પરિમિત કહેલ છે. શાશ્વતકૃતઃ- ધમસ્તિકાય આદિ દ્રવ્ય નિત્ય છે. ઘટ-પટાદિ પદાર્થો પ્રયોગ જ છે, સંધ્યાકાલીન લાલિમા આદિ વિશ્રા (સ્વભાવ)થી હોય છે. સૂત્રમાં શાશ્વત અશાશ્વત બંને ભાવો હોય છે. નિયુક્તિ, હેતુ, ઉદાહરણ, લક્ષણ આદિ અનેક પદ્ધતિઓ વડે તે પદાર્થનો નિર્ણય કરાય છે. આચારાંગ સૂત્ર અંગની અધિકાંશ ના ગધાત્મક છે. વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક પધ આવે છે. અર્ધમાગધી ભાષાનું સ્વરૂપ સમજવા માટે આ ચના મહત્વપૂર્ણ છે. સાતમા અધ્યયનનું નામ મહાપરિજ્ઞા છે પરંતુ કાળ-દોષના કારણે તેનો પાઠ વિચ્છિન્ન થઈ ગયો છે. ઉપધાન નામના નવમા અધ્યયનમાં ભગવાન મહાવીરની તપસ્યાનું બહુ જ મોટી સંખ્યામાં મામિક વર્ણન છે. ત્યાં તેઓને લાઢ, વજભૂમિ અને શુભભૂમિમાં વિહાર કરતાં કરતાં વિવિધ પ્રકારના ભયંકર ઉપસર્ગ સહન કરવા પડ્યા તે વિષેનો સ્પષ્ટ ઉલ્લેખ ચે. પહેલા શ્રુતસ્કંધના ૯ અધ્યયન છે અને ૪૪ ઉદ્દેશક છે. બીજા શ્રુતસ્કંધમાં શ્રમણના માટે નિર્દોષ ભિક્ષાનું, આહાર પાણીની શુદ્ધિનું, શય્યા, સંતરણ, વિહાર, ચાતુમસ, ભાષા, વસ્ત્ર, પત્ર આદિ ઉપકરણોનું વર્ણન છે. મહાવત અને તેના સંબંધી પચ્ચીસ ભાવનાઓનું સ્વરૂપ વિસ્તારપૂર્વક આપેલ છે. મહાવીર સ્વામીના જન્મથી લઈને દીક્ષા, કેવળજ્ઞાન અને ઉપદેશ આદિનું સવિસ્તૃત વર્ણન છે. બીજો શ્રુતસ્કંધ ૧૬ અધ્યયનોમાં વિભાજિત છે. તેની ભાષા પહેલા શ્રુતસ્કંધની અપેક્ષા સરળ છે. • સૂઝ-૧૪o - પ્રશ્ન • સૂત્રકૃતાંગમાં કયા વિષયનું વર્ણન છે ? ઉત્તર :- સૂત્રકૃતાંગમાં અદ્રવ્યાત્મક લોક સૂચિત કરવામાં આવેલ છે, કેવળ આકાશ દ્રવ્યમય આલોક સૂચિત કરવામાં આવેલ છે અને લોકાલોક પણ સૂચિત કરેલ છે. આ પ્રમાણે જીવ, અજીવ અને જીવાજીવની સૂચના આપેલી છે, “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વમત, પરમત અને સ્વ-પરમતની સૂચના આપેલી છે સૂત્રકૃતાંગમાં એકસો એંસી ક્રિયાવાદીઓના, ચોરાસી અક્રિયાવાદીઓના, સડસઠ અજ્ઞાનવાદીઓના અને બીસ વિનયવાદીઓના આ રીતે ત્રણસો ગેસઠ પાખંડીઓના મતોનું નિરાકરણ કરીને સ્વસિદ્ધાંતની સ્થાપના કરાયેલ છે. સૂત્રકૃતાંગમાં પરિમિત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વાર, સંગીત વેસ્ટક-આલાપક, સંત શ્લોક, સંખ્યાત નિયુકિતઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પતિપત્તિઓ છે. સૂત્ર આંગ આગમની દૃષ્ટિથી બીજું છે. એમાં બે શ્રુતસ્કંધ અને ગ્રેવીસ અધ્યયન છે, તેઝીસ ઉદ્દેશનકાળ અને તેનીસ સમુદ્રેશનકાળ છે. સુકૃતાંગનું પદ-પરિમાણ છ»ીશ હજાર છે. તેમાં સંગીત અક્ષર, અનંતગમ, અનંત પચવ (પચય), પરિમિત કસ અને અનંત સ્થાવર જીવોનો તેમાં સમાવેશ છે. ધમકિાય આદિ તેમાં શાશ્વત અને અશાશ્વત ભાવો, નિબદ્ધ તેમજ હેતુ આદિ વડે સિદ્ધ કરેલ છે. જિન પ્રણીત ભાવ કહેવામાં આવેલ છે અને એનું પ્રજ્ઞાપન પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવેલ છે. સૂત્રકૃતાંગનું અધ્યયન કરનારા તદ્રુપ અથતિ સૂત્રગત વિષયોમાં તલ્લીન હોવાથી ત:કાર આત્મા, જ્ઞાતિમાં તેમજ વિજ્ઞાતા બની જાય છે. અથવા સૂત્રકૃતાંગ સૂત્રનું આ સ્વરૂપ છે, આ રીતે તે વિખ્યાત છે, વિજ્ઞાન છે. આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ રીતે સૂત્રકૃતાંગનું વર્ણન છે. • વિવેચન-૧૪o - સૂકાર આ સૂત્રમાં સૂત્રકૃતાંગનો સંક્ષિપ્ત પરિચય આપે છે. ‘મૂ' મૂવાથી ધાતુથી “સૂત્રકૃતાંગ' શબ્દ બને છે. એનો આશય એ છે કે જે સમસ્ત જીવાદિ પદાર્થનો બોધ કરાવે છે તેનો સૂચકૃત કહેવાય. અથવા મૂત્રના– મૂત્રમ જે મોહનિદ્રામાં સુખ હોય અથવા પથભ્રષ્ટ પ્રાણીઓને જગાડીને સન્માર્ગે ચડાવે તેને સૂત્રકૃત કહેવાય. જેવી રીતે વીખરાયેલા મોતીને દોરામાં પરોવીને એકત્રિત કરવામાં આવે છે એ જ રીતે જેના દ્વારા વિવિધ વિષયોને તેમજ મત-મતાંતરોની માન્યતાઓને ક્રમબદ્ધ કરવામાં આવે તેને પણ સૂત્રકૃત કહે છે. સૂત્રકૃતાંગમાં વિભિન્ન વિચાકોના મતોનું દિગ્દર્શન કરાવવામાં આવેલ છે. પ્રકૃતાંગમાં લોક, અલોક તથા લોકાલોકના સ્વરૂપનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. શુદ્ધ જીવ પરમાત્મા છે, શુદ્ધ અજીવ જડ પદાર્થ છે અને સંસારી જીવ શરીરથી યુક્ત હોવાના કારણે જીવાજીવ કહેવાય છે. કોઈ દ્રવ્ય પોતાનું સ્વરૂપ છોડતા નથી અને બીજાના સ્વરૂપને અપનાવતા પણ નથી. એ જ દ્રવ્યનું દ્રવ્યવ છે. ઉક્ત સૂત્રમાં મુખ્યતયા સ્વદર્શન, અન્યદર્શન તથા સ્વ-પરદર્શનનું વિવેચન કરવામાં આવેલ છે. અન્ય દર્શનોનું વર્ગીકરણ-ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી આ રીતે ચાર મતોમાં થાય છે. તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે (૧) ક્રિયાવાદી - કિયાવાદી નવ તત્વને કથંચિત્ વિપરીત સમજે છે અને

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122