Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 59
________________ સૂત્ર-૯૭ થી ૧૦૦ E રતિ-ક્રીડા કરતાં જોઈને મારા મનમાં પણ કંઈક વિકારી ભાવના ઉત્પન્ન થઈ હતી. વસ્તુતઃ તો તારા જનક જગત્ પ્રસિદ્ધ એક જ પિતા છે. માતા પાસેથી સર્વ વાત જાણીને, રોહકની ઔત્પાતિક અલૌકિક બુદ્ધિનો ચમત્કાર જોઈને, રાજા આશ્ચર્યચકિત બની ગયા. માતાને પ્રણામ કરીને રાજા પોતાના મહેલમાં ગયા અને રાજદરબારનો સમય થવા પર રાજા રાજ સિંહાસન પર વિરાજિત થયા. પછી પ્રજાજનોની સમક્ષ રોહકને મુખ્યમંત્રીના પદ પર નિયુક્ત કરી દીધો. આ ચૌદ ઉદાહરણ રોહકની ઔત્પાતિક બુદ્ધિના છે. ૦ હવે પછી શાસ્ત્રકાર જુદી જુદી વ્યક્તિના ૨૭ ઉદાહરણ ઔત્પાતિક બુદ્ધિના આપે છે. (૧) ભરતશિલા :- પહેલી ગાથાથી કહેલ ભરત નટપુત્ર રોહકની બુદ્ધિની પરીક્ષાના ચૌદ દૃષ્ટાંતો આ ‘મરસિન' શબ્દમાં પુનઃ સંકલન કરી તેને એક જ ગણેલ છે. પછી બીજા છવ્વીસ દૃષ્ટાંત નવા કહ્યા છે. (૨) પ્રતિજ્ઞા/શર્ત :- કોઈ એક ભોળો ગામડાનો ખેડૂત પોતાના ગામથી કાકડીની ગાડી ભરીને શહેરમાં વેચવા માટે ગયો. નગરના દરવાજા પાસે પહોંચતાં જ તેને એક ધૂર્ત મળી ગયો. તેણે ખેડૂતને કહ્યું – હું તમારી આ બધી કાકડી ખાઈ જાઉં તો તું મને શું આપે ? ખેડૂતે કહ્યું – તો હું તેને એક એવો મોટો લાડવો આપું કે જે દરવાજાની બહાર ન જઈ શકે. બન્નેની શર્ત નક્કી થઈ ગઈ. પાસે ઊભેલા લોકોને તેણે સાક્ષીમાં રાખી લીધા. પૂર્વ નાગરિકે પહેલાં ખેડૂતની દરેક કાકડી થોડી થોડી ખાઈ લીધી, કાકડીને એઠી કરી નાંખી પછી કહે, “લો ભાઈ મેં તમારી બધી કાકડી ખાઈ લીધી છે.” ખેડૂતે કહ્યું એમ ન ચાલે. ત્યારે નાગરિક ગ્રાહકોને બોલાવી લાવ્યો. ગ્રાહકોએ કહ્યું બધી કાકડી ખાધેલી છે માટે અમે નહીં લઈએ. નાગરિકે ખેડૂતને કહ્યું – મારી શર્ત પ્રમાણે તમે મને લાડુ આપી દો. પહેલાએ કહ્યું – તને હું એક બે, ત્રણ, ચાર, પાંચ રૂપિયા આપું છેવટે વધતાં વધતાં સો રૂપિયા આપું એમ કહ્યું પણ ધૂર્ત નાગસ્કિ માન્યો નહીં, તેણે કહ્યું મને શર્ત પ્રમાણે લાડુ જ જોઈએ. ખેડૂતે કહ્યું – ત્રણ દિવસમાં હું તમારી શર્ત પૂર્ણ કરીશ. ત્રણ દિવસમાં ખેડૂતે એક બીજા ધૂર્તને શોધી લીધો. તેના કહેવા મુજબ ખેડૂતે ગામમાંથી એક નાનકડા લાડવાની ખરીદી કરી, પછી એ લાડવાને તેણે નગરના દવાજા પાસે રાખીને કહ્યું – લાડુ ! તું દરવાજાની બહાર ચાલ્યો જા. પણ લાડવો ત્યાંથી ખસ્યો નહીં. ખેડૂતે ધૂર્ત નાગરિકને કહ્યું – મેં તમને દરવાજાની બહાર ન જઈ શકે એવો લાડવો આપી દીધો છે. સાક્ષીમાં રહેલા લોકોએ કહ્યું – બરાબર છે. બન્નેની શર્ત પૂર્ણ થઈ ગઈ. અહીં ધૂર્તની ઔત્પાતિક બુદ્ધિથી કાર્ય પૂર્ણ થયું. (૩) વૃક્ષ :- કોઈ એક સમયે થોડાક યાત્રિકો એક સ્થાનથી બીજા સ્થાને જતાં રસ્તામાં એક સઘન આંબાના વૃક્ષ નીચે વિસામો લેવા બેઠા. આંબામાં પાકેલી “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કેરીઓ જોઈને તેઓના મોઢામાં પાણી આવી ગયું. તેઓ કેવી લેવાનો ઉપાય શોધવા લાગ્યા. ૧૦૦ આંબાના વૃક્ષ પર વાંદરાઓ બેઠા હતા. તેથી વૃક્ષ પર ચડીને કેરી લેવી મુશ્કેલ હતી. આખરમાં એક ઔત્પાતિક બુદ્ધિમાને કહ્યું – પથ્થર લઈને વાંદરાઓ તફ ફેંકો. વાંદરાઓ ચંચળ અને નકલ કરનારા હોય છે. તેથી તે પથ્થરના બદલે કેરીઓ ફેંકશે. તેની સલાહ પ્રમાણે કરતાં વાંદરાઓ પથ્થરોને બદલે પાકી કેરીઓ તોડી તોડીને તેઓની તરફ ફેંકવા લાગ્યા. પથિકોને તો કેરી જ જોઈતી હતી. તેઓએ પેટ ભરીને કેરી ખાધી. પછી ત્યાંથી રવાના થઈ ગયા. (૪) ખુડ્ડગ (વીંટી) :- રાજગૃહનગરમાં પ્રસેનજિત રાજાએ પોતાની ન્યાયપ્રિયતા અને બુદ્ધિબળથી સમસ્ત શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તે નિષ્કંટક રાજ્ય કરી રહ્યા હતા. તે પ્રતાપી રાજાને ઘણા પુત્રો હતા. તેમાં એક શ્રેણિક નામનો રાજકુમાર સમસ્ત રાજ્ય ગુણોથી યુક્ત હતો અને તે રાજાનો પ્રેમ પત્ર હતો. રાજા પ્રગટ રૂપે તેના પર પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતા ન હતા. રાજાને ડર હતો કે પિતાનો પ્રેમ પાત્ર જાણીને તેના બીજા ભાઈઓ ઈર્ષ્યાવશ શ્રેણિકને મારી ન નાંખે તેની ખાત્રી શું? પરંતુ શ્રેણિક બુદ્ધિમાન હોવા છતાં પિતાનો પ્રેમ નહિ મળવાથી મનોમન દુઃખી અને ક્રોધિત થઈને તેણે ઘર છોડવાનો નિશ્ચય કર્યો. એક દિવસ તે પોતાની યોજના પ્રમાણે ચુપચાપ મહેલથી નીકળીને અન્ય દેશમાં જવા માટે રવાના થયો. ચાલતાં ચાલતાં તે બેનાતટ નામના નગરમાં પહોંચ્યો અને કોઈ વ્યાપારીની દુકાને વિસામો લેવા બેઠો. તે વ્યાપારીને પોતાના દુર્ભાગ્યથી ધંધો દરેક પ્રકારે બંધ થઈ ગયો હતો પરંતુ શ્રેણિક એની દુકાને બેઠો કે તરત જ તેનો સંચિત કરેલો માલ બહુ ઊંચા ભાવથી વેચાઈ ગયો. વિદેશથી વ્યાપારીઓ રત્નો લાવ્યા હતા, તે તેને અલ્પ મૂલ્યમાં મળી ગયા. એવો અચિંત્ય લાભ મળવાથી વ્યાપારીએ વિચાર્યું – આજે મને જે લાભ મળ્યો છે તે આ પુણ્યવાન વ્યક્તિના ભાગ્યથી મળ્યો છે. એ મારી દુકાને આવીને બેઠો કે તરત જ મને લાભ મળી ગયો. કોઈ મહાન આત્મા લાગે છે. વળી તે કેટલો સુંદર અને તેજસ્વી દેખાય છે ? આગલી રાત્રિના શેઠને સ્વપ્ન આવ્યું હતું કે પોતાની પુત્રીના લગ્ન એક “રત્નાકર”ની સાથે થઈ રહ્યા છે. તે જ દિવસે શ્રેણિક તેની દુકાન પર જઈને બેઠો અને દિવસભર શેઠને પુષ્કળ લાભ થયો તેથી શેઠને લાગ્યું કે આ જ ‘રત્નાકર' હશે. મનોમન પ્રમુદિત થઈને વ્યાપારીએ શ્રેણિકને પૂછયું – આપ અહીં કોના ઘરમાં અતિથિ બનીને આવ્યા છો? શ્રેણિકે વિનમ્રભાવે મીઠી ભાષામાં કહ્યું – શ્રીમાન્ ! હું આપનો જ અતિથિ છું. એવો મીઠો અને આત્મીયતાપૂર્ણ ઉત્તર સાંભલીને શેઠનું હ્રદય પ્રફુલ્લિત થઈ ગયું. તે બહુ જ પ્રેમથી શ્રેણિકને પોતાના ઘરે લઈ ગયો અને ઉત્તમોત્તમ વસ્ત્ર તેમજ ભોજન આદિથી તેનો સત્કાર કર્યો. તેણે પોતાના ઘરે જ રહેવાનું શ્રેણિકને કહ્યું. શ્રેણિકને તો ત્યાં જ રહેવાનું હતું એટલે તે આનંદપૂર્વક રહેવા લાગ્યો. શ્રેણિકના

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122