Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 69
________________ સૂત્ર-૧૦૧ થી ૧૦૩ ૧૧૯ વૈનયિડી બુદ્ધિનું ઉદાહરણ છે પણ તેનું દષ્ટાંત શાકારે લખેલ નથી. (૪) ગણિત - ગણિતમાં પ્રવીણતા એ પણ વૈનચિકી બુદ્ધિનો ચમત્કાર છે. (૫) કપ : એક ભવેતા પોતાના ગુરૂજીની પાસે જમીન સંબંધી અધ્યયન કરતો હતો. તેણે ગુરુજીની પ્રત્યેક આજ્ઞાને તેમજ તેના શિક્ષણને વિનયપૂર્વક સ્વીકાર્યા હતાં. તે પોતાના વિષયમાં પૂર્ણ પારંગત થયો. ત્યારબાદ પોતાની વૈનયિકી બુદ્ધિ વડે પ્રત્યેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરતો હતો. - એક વાર કોઈ ખેડૂતને તેને પૂછયું – મારે મારા ખેતરમાં કૂવો બનાવવો છે તો કેટલું ઊંડું ખોદવાથી પાણી નીકળશે ? ભૂવેતાએ તેનું માપ બતાવ્યું. ખેડૂતે તે પ્રમાણે જમીન ખોદીને કૂવો બનાવ્યો. પરંતુ પાણી નીકળ્યું નહીં. કિસાને ફરી ભૂવેતાની પાસે જઈને કહ્યું - આપના નિર્દેશાનુસાર મેં કૂવો ખોધો પણ પાણી નીકળ્યું નહીં. ભૂમિ પરીક્ષકે કુવાની પાસે જઈ બારીકાઈથી નિરીક્ષણ કર્યું ત્યારબાદ કિસાનને તેણે કહ્યું – તમે જ્યાં ખોધું છે તેની બાજુના ભાગમાં તમારી જોડીથી પ્રહાર કરો એટલે પાણી નીકળશે. કિસાને એમ કર્યું. એડીનો સ્પર્શ થયો કે તરત જ પુષ્કળ પાણી નીકળ્યું. કિસાને ભૂવેરાની વૈનાયિકી બુદ્ધિનો ચમત્કાર જોઈને, તેની ખૂબ જ પ્રશંસા કરી અને સારી એવી કમ તેણે ભૂવેતાને આપી. (૬) અશ્વ - એક વાર ઘણા વ્યાપારીઓ દ્વાકા નગરીમાં પોતાના ઘોડા વેંચવા માટે ગયા. કેટલાક રાજકુમારોએ મોટા મોટા ભરાવદાર ઘોડાની ખરીદી કરી પરંતુ ઘોડાની પરીક્ષામાં પ્રવીણ એવા વાસુદેવ નામના એક યુવકે દુબળા-પાતળા ઘોડાની ખરીદી કરી. આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે ઘોડાની દોડ હોય ત્યારે વાસુદેવનો જ ઘોડો બધાથી આગળ રહીને પારિતોષિક પ્રાપ્ત કરતો હતો. બાકીના બધા મોટા મોટા અલમસ્તાન ઘોડાઓ પાછળ રહી જતાં હતાં. વાસુદેવે અશ્વ પરીક્ષકની વિધા તેના કલાચાર્ય પાસેથી વિનયપૂર્વક શીખી હતી. વિનયથી બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને વિનયથી શીખેલું જ્ઞાન પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. આ ઉદાહરણ તૈનચિકી બદ્ધિને છે. () ગર્દભ :- કોઈ એક નગરમાં એક યુવાન રાજા રાજ્ય કરતા હતા. તેના મનમાં એક વાત ઠસાઈ ગઈ હતી કે યુવાવસ્થા જ શ્રેષ્ઠ છે. યુવક અધિક પરિશ્રમ કરી શકે છે. એમ વિચારીને તેણે પોતાની સેનાના દરેક અનુભવી તેમજ વૃદ્ધ યોદ્ધાઓને હટાવીને તરુણ યુવકોને પોતાની સેનામાં દાખલ કર્યા. એકવાર તે રાજા પોતાની જવાન સેનાની સાથે કોઈ એક રાજ્ય પર આક્રમણ કરવા માટે જઈ રહ્યાં હતાં. ચાલતાં ચાલતાં તેઓ માર્ગ ભૂલી ગયા, એક બિહામણા જંગલમાં ફસાઈ ગયા. ઘણી તપાસ કરી પણ તેમને ક્યાંય રસ્તો મળ્યો નહીં. સૈનિકોને ખુબ જ વૃષા લાગવાથી જમીન પર આળોટવા લાગ્યાં. પાણી તેમને ક્યાંયથી મળ્યું નહીં. ત્યારે કોઈ એક વ્યક્તિએ રાજાને પ્રાર્થના કરી - મહારાજ અમને આ વિપતિમાંથી ઉગરવાનો કોઈ માર્ગ સૂઝતો નથી. કોઈ અનુભવી કે વયોવૃદ્ધ હોય તો આ સંકટમાંથી બચાવી શકે. તેની વાત સાંભલીને રાજાએ એ જ વખતે ઘોષણા ૧૨૦ નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કરાવી - આ સૈન્યમાં કોઈ અનુભવી વ્યક્તિ હોય તો તે અમારી સમક્ષ આવીને અમને સલાહ પ્રદાન કરે. સૌભાગ્યવશ સેનામાં એક વયોવૃદ્ધ યોદ્ધો ક્ષાવેશમાં આવ્યો હતો. તેને તેનો પિતૃભક્ત પુત્ર સૈનિક લાવ્યો હતો. તે રાજાની પાસે આવ્યો. રાજાએ તેને પૂછયું - મહાનુભાવ ! મારી સેનાને જળ પ્રાપ્ત થાય એવો ઉપાય બતાવો. વૃદ્ધ પુરુષે થોડીકવાર વિચારીને કહ્યું - મહારાજ ! ગધેડાને છૂટા કરો. તેઓ જ્યાં પણ ભૂમિને સુંઘે એ ભૂમિમાંથી પાણી નીકળશે. રાજાએ અનુભવીના કહેવા પ્રમાણે કર્યું. ગધેડાયો ભૂમિને જે જગ્યાએ સૂંઘી, ત્યાં રાજાએ તરત જ ખોદાવ્યું તો પુષ્કળ પાણી નીકળ્યું. સૈનિકોએ ત્યાં જઈને પાણી પીધું કે તરત જ શરીરમાં ચેતના આવી ગઈ. રાજા અનુભવીની વૈનાયિકી બુદ્ધિ પર ખુશ થયાં. (૮) લક્ષણ :- એક વ્યાપારીએ પોતાના ઘોડાઓની રક્ષા માટે એક વ્યક્તિને રાખેલ અને તેને કહ્યું – તું મારા ઘોડાની રક્ષા કરીશ તો હું તને તારા વેતનમાં બે ઘોડા આપીશ. પેલાએ કબૂલ કર્યું. પ્રતિદિન તે ઘોડાઓની સાર-સંભાળ લેતો હતો. થોડો સમય વ્યતીત થયા બાદ તેને વ્યાપારીની દીકરી સાથે સ્નેહ-સંબંધ જોડાઈ ગયો. સેવક ચતુર હતો તેથી તેણે કન્યાને પુછી લીધું કે આ બધા ઘોડામાં કયા કયા શ્રેષ્ઠ છે ? કન્યાએ કહ્યું - આ બધા ઘોડા ઉત્તમ જાતિના છે પરંતુ પથ્થરોથી ભરેલ કૃપીઓને વૃક્ષ પરથી નીચે ફેંકવામાં આવે અને તેનો અવાજ સાંભળીને જે ઘોડા ભયભીત ન થાય તે શ્રેષ્ઠ વાણવાન હોય છે. એવા ઘોડા ભાગ્યે જ જોવા મળે છે. કન્યાના કહેવા મુજબ સેવકે ઉક્ત વિધિ પ્રમાણે દરેક ઘોડાઓની પરીક્ષા કરી તો તેમાંથી બે ઘોડા એવા શ્રેષ્ઠ નીકળ્યાં. સેવકે એ બન્ને ઘોડાની નિશાની યાદ રાખી લીધી. જ્યારે વેતન લેવાનો સમય આવ્યો ત્યારે સેવકે તે વ્યાપારી પાસે પેલા બે ઘોડાની માંગણી કરી. ઘોડાઓનો માલિક સેવકની વાત સાંભળીને મનમાં મૂંઝાવા લાગ્યો. આ સેવક મારા સર્વ શ્રેષ્ઠ લક્ષણયુક્ત ઘોડાઓને લઈ જશે. તેણે કહ્યું - ભાઈ આ ઘોડા કરતા બીજા રુષ્ટ પુષ્ટ અને અધિક સુંદર ઘોડા છે તે તું લઈ જા. પણ સેવક માન્યો નહીં ત્યારે ગૃહસ્વામીએ પત્નીને વાત કરી. “દેવી ! આ સેવક તો બહુ ચતુર નીકળ્યો. ન જાણે તેને કેવી રીતે આપણા બે પાણીદાર ઘોડાને ઓળખી લીધા! એને વેતનમાં મેં બે ઘોડા આપવાનું કહ્યું છે એટલે મારાથી ના પણ નહીં કહેવાય. જો તું હા પાડે તો આપણે એને ઘરજમાઈ બનાવી લઈએ.” પોતાના સ્વામીની એ વાત સાંભળીને સ્ત્રી નારાજ થઈને કહેવા લાગી. શું તમારું માથું તો નથી ફરી ગયું ને? નોકરને જમાઈ બનાવવાની વાત કરો છો ? ત્યારે વેપારીએ પોતાની પત્નીને સમજાવી. જો આ સર્વલક્ષણ સંપન્ન બન્ને ઘોડા ચાલ્યા જશે તો આપણને દરેક પ્રકારે નુકશાની થશે. આપણે પણ સેવક બનવાનો વખત આવશે. પરંતુ તેને જમાઈ બનાવી લઈએ તો એ બંને ઘોડા અહીં જ રહેશે અને તે પોતાની કળાથી બીજા ઘોડાઓને પણ ગુણયુક્ત બનાવશે. આ રીતે આપણને દરેક પ્રકારે લાભ થશે. બીજી વાત એ છે - આ અશ્વરક્ષક યુવક સુંદર અને ગુણવાન

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122