Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 90
________________ સૂર-૧૧૮ ૧૬૧ સ્થાપન કરીને રાખવા તેને પ્રતિષ્ઠા કહેવાય છે. કોષ્ઠ કોઠીમાં રાખેલ સુરક્ષિત ધાન્ય નષ્ટ થતું નથી, એ જ રીતે હૃદયમાં સૂત્ર અને તેના અર્થને સુરક્ષિત કોઠીની જેમ ધારણ કરીને રાખે, તેને કોઇ કહેવાય છે. જો કે સામાન્ય રીતે એનો એક જ અર્થ પ્રતીત થયા છે, તો પણ આ જ્ઞાનની ઉત્તરોતર વિશિષ્ઠ અવસ્થાને પ્રદર્શિત કરવા માટે પર્યાયવાચી નામોનું કથન કરેલ છે. જે કમથી જ્ઞાન ઉત્તરોતર વિકસિત થાય છે એ જ ક્રમ પ્રમાણે સૂત્રકારે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાનો નિર્દેશ કરેલ છે. અવગ્રહ વિના ઈહા ન થાય, ઈહા વિના અવાય ન થાય અને અવાય વિના ધારણા ન થાય. એકબીજા ક્રમથી તેઓ સંકળાયેલા છે. પૂર્વમાં ધારણ કરેલ પદાર્થોને વિષયભૂત થતાં અવગ્રહ ઈહા હોવાનું જરૂરી નથી. સૂત્ર-૧૧૯ - (૧) અવગ્રહ જ્ઞાનનો કાળ એક સમયનો છે. (૨) ઈહાનો કાળ અંતમુહૂનો છે. (૩) અવાયનો કાળ પણ અંતર્મુહૂર્તનો છે. (૪) ધારણાનો કાળ સંખ્યાત અથવા અસંખ્યાત કાળ છે. • વિવેચન-૧૧૯ : આ સૂત્રમાં ઉક્ત ચારેયના કાળનું પ્રમાણ બતાવેલ છે. અવવિગ્રહનો કાળ એક સમયનો છે. ઈહા અને અવાયનો કાળ અંતર્મહત્ત્વનો છે. ધારણાનો કાળ તમુહૂર્તથી લઈને સંખ્યાત અને અસંખ્યાત વર્ષનો છે. તેનું કારણ એ છે કે જો કોઈ સંજ્ઞી પ્રાણીનું આયુષ્ય સંખ્યાત વર્ષનું હોય તો એની ધારણાનો કાળ સંખ્યાત વર્ષ સુધીનો હોય છે અને નાડી, દેવતા કે ગલિયા વગેરેનું આયુષ્ય અસંખ્યાત વર્ષનું હોય તો તેની ધારણા પણ અસંખ્યાત કાળ પર્યત રહી શકે છે. ધારણાની પ્રબળતાથી કોઈને પ્રત્યભિજ્ઞાન તથા જાતિસ્મરણ જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે, અવાય થઈ ગયા પછી પણ જો ઉપયોગ તેમાં લાગેલો જ રહે તો તેને અવાયા નહીં પણ અવિસ્મૃતિ ધારણા કહેવાય છે. અવિસ્મૃતિ ધારણા જ વાસનાને ર્દઢ કરે છે. વાસના જો દૃઢ હશે તો તે નિમિત્ત મળવા પર સ્મૃતિને ઉલ્લુદ્ધ કરવામાં કારણ બને છે. સત્ર-૧૨૦/૧ - ચાર પ્રકારના વ્યંજનાવગ્રહ, છ પ્રકારનો અથવિગ્રહ, છ પ્રકારની ઈહા, છ પ્રકારનો અવાય અને છ પ્રકારની ધારણા. આ પ્રમાણે અટૈયાવીસ અભિનિભોધિક મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહની પ્રતિબોધક અને મલ્લક બે ઉદાહરણ વડે પરૂપા કરીશ. પ્રશ્ન :- પ્રતિબોધક ઉદાહરણથી વ્યંજનાવગ્રહનું નિરૂપણ કેવા પ્રકારનું છે ? ઉત્તર :- પ્રતિબોધક ટાંત આ પ્રમાણે છે – કોઈ વ્યક્તિ કોઈ સુતેલા પુરુષને કહે “હૈ ભાઈ ! હે ભાઈ !” એમ કહીને જગાડે. શિષ્ય ફરી આ વિષયમાં પૂછે - હે ભગવન ! શું એવું સંબોધન કરવાથી તે પુરુષના કાનમાં એક સમયમાં પ્રવેશ કરેલા યુગલો ગ્રહણ કરવામાં આવે 40/11ો. ૧૬૨ “નંદી” ચૂલિકાસૂત્ર • સાનુવાદ વિવેચન છે કે બે સમયમાં અથવા દસ સમયમાં, સંપ્રખ્યાત સમયમાં કે અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ યુગલો તે સૂતેલા પુરુષ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે ? ત્યારે ઉત્તર દેતાં ગુરુ કહે છે કે એક સમયમાં પ્રવિષ્ટ થયેલા પુદગલો ગ્રહણ કરવામાં આવતા નથી. જે સમય યાવતુ દસ સમયમાં કે સંગીત સમયમાં ગ્રહણ થતા નથી પણ અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ થયેલા શબ્દ પગલો ગ્રહણ કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રતિબોધકના ષ્ટાંતથી વ્યંજનાવગાહનું સ્વરૂપ કહ્યું છે. • વિવેચન-૧૨૦/૧ - આ સૂત્રમાં વ્યંજનાવગ્રહને સમજાવવા માટે સૂત્રકારે પ્રતિબોધકનું દૃષ્ટાંત આપીને વિષયને સ્પષ્ટ કરેલ છે, જેમકે કોઈ માણસ ગાઢ નિદ્રામાં સૂતો હોય ત્યારે અન્ય કોઈ પુરુષ આવીને વિશેષ કારણથી તેનું નામ લઈને જગાડે અર્થાત્ ઓ દેવદત્ત ! ઓ દેવદત્ત ! એમ કહીને સૂતેલા માણસને જગાડવા માટે અનેકવાર સંબોધિત કરે એ પ્રસંગને લક્ષ્યમાં રાખીને અહીં શિષ્ય ગુરુના પ્રશ્નોત્તરની કલાના દ્વારા સમજાવ્યું છે કે શ્રોકેન્દ્રિયમાં નિરંતર અસંખ્ય સમય સુધી શબ્દયુગલો પ્રવેશ કરે ત્યારે તે વ્યક્તિના શ્રવણનો વિષય થાય છે. એક બે કે સંખ્યાત તે શબ્દપુદ્ગલ શ્રોબેન્દ્રિયના વિષય રૂ૫ થતા નથી અર્થાત દરેક ઈન્દ્રિયોના વિષયનો ઉપયોગ થવામાં અસંખ્ય સૂમ સમય થઈ જાય છે. કોઈ વ્યક્તિની ઈન્દ્રિયો ગમે તેટલી પણ પોતાના વિષયમાં પરુ હોય તો પણ તેના ઉપયોગનો સમય એટલો તો થઈ જ જાય છે. વ્યવહારમાં આપણને એમ લાગે કે આ ઈન્દ્રિય વિષયનું એટલે શ્રવણનું કે રૂપનું તાણ ગ્રહણ થઈ ગયું, તો પણ તક્ષણ લાગનાર તે સમય જ્ઞાનીઓની ર્દષ્ટિથી અસંખ્ય સમય થઈ જાય છે કારણ કે આંખોની પલક મધ્યમાં પણ અસંખ્યાત સમય લાગી જાય છે. હા, આ વાત અવશ્ય ધ્યાનમાં રાખવા જેવી છે કે પહેલા સમયથી લઈને સંખ્યાત સમય પર્વત શ્રોત્રમાં જે શબ્દપુદ્ગલ પ્રવિષ્ટ થાય છે તે દરેક પણ અત્યંત અવ્યક્ત રૂપથી જ્ઞાનના પશ્ચિાયક છે. વ્યંજનાવગ્રહના કાળનું માપ જઘન્ય આવલિકાનો અસંખ્યાતમો ભાગ મામ હોય છે અને ઉત્કૃષ્ટ સંખ્યાત આવલિકા પ્રમાણ હોય છે. જોકે પૃચવ શાસોપવાસ અર્થાત્ અનેક શ્વાસોચ્છવાસ પ્રમાણે જાણી લેવું. આ સૂત્રમાં જિજ્ઞાસુ શિષ્ય માટે “ચોયણ" શબ્દનો પ્રયોગ કરેલ છે, કેમકે તે પોતાના કરેલ પ્રશ્નના ઉત્તર માટે પ્રેક છે અને સમાધાન કરનાર ગુરુ માટે પ્રજ્ઞાપક પદનો પ્રયોગ કરેલ છે કારણ કે તે અર્થના પ્રતિપાદક છે. • સૂરણ-૧૨૦/ર :પ્રથન • મલ્લકના ટાંતથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કેવા પ્રકારનું છે ? ઉત્તર :- જેમ કોઈ વ્યકિત કુંભારના નિભાડામાંથી એક શકોઢ ગ્રહણ કરી તેમાં પાણીનું એક ટીપું નાંખે તો તે નષ્ટ થઈ જાય. પછી બીજીવાર, ત્રીજીવાર એ રીતે કેટલાક ટીપાંઓ નાંખે તો પણ નષ્ટ થઈ જાય. એમ નિરંતર એમાં પાણીના ટીપાં નાંખતા જ રહે છે પાણીનું કોઈક ટીપું તે શકોરાને ભીનું

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122