Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 91
________________ સૂગ-૧૨૦ ૧૬૩ કરશે. ત્યારબાદ કેટલાંક ટીપાંઓ એ શકોરામાં એકઠા થશે અને ધીરે ધીરે તે પાણીનાં ટીપાઓ એ શકોરાને પાણીથી ભરી દેશે. પછી કેટલાંક ટીપાંઓ શકોરાની બહાર નીકળી જશે. એ જ રીતે વ્યંજન પણ અનંત યુગલોથી ક્રમશઃ પૂરાઈ જાય છે આથતિ જ્યારે શબ્દના પુદ્ગલ દ્રવ્ય શોકમાં જઈ પરિણત થઈ જાય છે ત્યારે તે પુરુષ હું” એવું બોલે છે. પરંતુ એ નથી જાણતો કે આ કઈ વ્યક્તિનો શબ્દ છે ? ત્યારબાદ તે ઈહામાં પ્રવેશ કરે છે ત્યારે તે જાણે છે કે આ અમુક વ્યકિતનો શબ્દ હોવો જોઈએ ? ત્યારબાદ આવાયમાં પ્રવેશ કરે છે ત્યારે તેને શબ્દનું જ્ઞાન (નિર્ણય) થાય છે કે આ અમુક વ્યક્તિનો જ શબ્દ છે. ત્યારબાદ તે ધારણામાં પ્રવેશ કરે છે અને સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી તેને ધારણ કરીને રાખે છે. • વિવેચન-૧૨૦/૨ - આ સૂત્રમાં પૂર્વોક્ત પ્રતિબોધક દૃષ્ટાંતમાં કહેલ વિષયની પુષ્ટિ માટે જગત પ્રસિદ્ધ એક વ્યવહારિક દેટાંત આપીને વિષયને સ્પષ્ટ કરેલ છે. કોઈ પુરુષે કુંભારના નિભાડામાં શુદ્ધ માટી વડે પકાવેલ એક કોરા શકોરાને લીધું. પછી તેણે પોતાના નિવાસ સ્થાનમાં આવીને તે શકોરામાં પાણીનું એક ટીપું નાંખ્યું કે તરત જ તેમાં સમાઈ ગયું. બીજીવાર, બીજીવાર એમ અનેકવાર પાણીના ટીપાં નાંખ્યા તે પણ લુપ્ત થઈ ગયા. એ જ ક્રમથી પાણીનાં ટીપાં નાંખતા નાંખતા તે શકોસં સમયાંતરમાં સુંસું એવો અવ્યક્ત શબ્દ કરે છે. જેમ જેમ તે ભીનું થતું જાય તેમ તેમ પ્રક્ષિપ્ત ટીપાઓ તેમાં જમા થવા લાગે છે. ધીરે ધીરે શકોરૂં પાણીથી ભરાઈ જાય છે. ત્યારબાદ પાણીનાં ટીપાઓ શકોરાની બહાર પડી જાય છે. આ ઉદાહરણથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. કોઈ એક સુષુપ્ત વ્યક્તિની શ્રોમેન્દ્રિયમાં ક્ષયોપશમની મંદતા અથવા અનુરત દશામાં કે અનુપયુક્ત અવસ્થામાં સમયે સમયે જ્યારે શબ્દ-પુદ્ગલો ટકરાય છે. ત્યારે અસંખ્યાત સમયમાં તેને સૂક્ષ્મ (થોડુંક) અવ્યક્ત જ્ઞાન થાય છે. તેને જ વ્યંજનાવગ્રહ કહેવાય છે. તાત્પર્ય એ છે - જ્યારે શ્રોમેન્દ્રિય શબ્દ પુદ્ગલોથી પરિવ્યાપ્ત થઈ જાય છે ત્યારે તે સૂતેલી વ્યક્તિ “હું” શબ્દનું ઉચ્ચારણ કરે છે. એ સમયે તે સૂતેલી વ્યક્તિ જાતિ, સ્વરૂપ, દ્રવ્ય, ગુણ ઈત્યાદિ વિશેષ કલાનાથી રહિત સામાન્ય માત્રને જ ગ્રહણ કરે છે. હું શબ્દનું ઉચ્ચારણ કરે તેની પહેલા અવ્યક્ત જે જ્ઞાન થાય તેને વ્યંજનાવગ્રહ કહેવાય છે. હુંકાર પણ શબ્દ પુદ્ગલો અથડાયા વિના નીકળતો નથી અને ક્યારેક તો હુંકાર કરવા છતાં તેને ભાન નથી હોતું કે મેં હોંકારો આપ્યો છે. પરંતુ વારંવાર વ્યક્તિને સંબોધિત કરવાથી તેની નિદ્રામાં કંઈક ભંગ થાય અને અંગ મરડતો હોય તે સમયે પણ શબ્દ પુલો અથડાય ત્યાં સુધી અવગ્રહ જ કહેવાય છે. ત્યારબાદ તે માણસ વિચારે છે કે આ શબ્દ કોનો હશે ? મને કોણે બોલાવ્યો. ૧૬૪ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન હશે ? મને કોણે જગાડ્યો હશે ? ત્યાં સુધી પહોંચે તેને ઈહા કહેવાય છે. સાંભળેલ શબ્દને ચોક્કસ કરવા માટે નિશ્ચયની કોટી સુધી પહોંચી જાય કે મને અમુકે અર્થાત્ દેવદતે જ જગાડ્યો છે, એવો નિર્ણય થઈ જાય તેને અવાય કહેવાય છે. તે પ્રસંગને કે શબ્દોને સંગીત અને અસંખ્યાત કાળ સુધી સ્મૃતિમાં રાખે તેને ધારણા કહેવાય છે. પ્રતિબોધક અને મલક એ બન્ને દૃષ્ટાંતથી વિષયને સ્પષ્ટ કરીને શાસ્ત્રકાર પાંચે ય ઈન્દ્રિય અને મનના વિષયને સ્પષ્ટ રૂપે કહે છે. • સૂગ-૧૨|૩ : જેમ કોઈ પુરુષે અવ્યક્ત શGદ સાંભળ્યો કે - કોઈ શબ્દ છે એવો તેને અવગ્રહ થાય છે, પરંતુ તે એમ ન જાણે કે આ શબ્દ કોનો છે ? આ શબ્દ અમુકનો હોવો જોઈએ એમ વિચારણા કરે ત્યારે તે ઈહામાં [ચિંતનમાં પ્રવેશ કરે છે. જ્યારે એ જાણે કે આ અમુકનો જ શબ્દ છે ત્યારે તે અવાયમાં [નિર્ણયમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ તે નિશ્ચિત કરેલ અવાયને હૃદયમાં ધારણ કરીને રાખે છે એટલે સ્મૃતિમાં રાખે છે, તેને ધારણા કહેવાય છે. પછી તે સંખ્યાતકાળ અને અસંખ્યાતકાળ પર્યત ધારણ કરીને રાખે છે. - જેમ કોઈ વ્યક્તિ આવ્યકત અથવા અપષ્ટ રૂપને દેખે ત્યારે તે જે છે કે કોઈ રૂ૫ છે. એવું અસ્પષ્ટ રૂપ જાણવું તે અવગ્રહ છે. પરંતુ તે એમ ન જાણે કે આ કોનું રૂપ છે ? આ અમુક હોવું જોઈએ એમ વિચારે ત્યારે તે ઈહામાં પ્રવેશ કરે છે. ત્યારબાદ તે નિશ્ચય કરે છે કે આ અમુક જ રૂપ છે. ત્યારે તે અવાયમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ તે ધરણામાં પ્રવેશ કરી તે નિશ્ચય કરેલાને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે. જેમ કોઈ વ્યક્તિ અવ્યક્ત ગંધને સુંઘે છે ત્યારે આ કોઈ ગંધ છે એમ જ્ઞાન થાય તે અવગ્રહ છે પરંતુ તે ઓમ ન જાણે કે આ કેવા પ્રકારની ગંધ છે ? ત્યારબાદ તે આ વિષયમાં વિચાર કરે છે કે કઈ વસ્તુની ગંધ છે ત્યારે તે ઈહામાં પ્રવેશ કરે છે. ત્યારબાદ તે જાણે છે કે આ અમુક પ્રકારની કે અમુક વસ્તુની જ ગંધ છે ત્યારે તે અવાયમાં પ્રવેશ કરે છે. પછી તે એ જાણેલી ગંધને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે, તે ધારણા કહેવાય છે. જેમ કોઈ વ્યક્તિ અવ્યક્ત રસનો આસ્વાદ કરે ત્યારે આ કોઈ સ્વાદ છે, એવું જાણે તે અવગ્રહ છે પરંતુ એ જાણતો નથી કે આ શેનો રસ છે ? ત્યારબાદ તે ઈહામાં પ્રવેશ કરીને, સમીક્ષા કરીને જાણે છે કે આ અમુક પ્રકારનો રસ હોવો જોઈએ. ત્યારબાદ અનાયમાં પ્રવેશ કરીને તે નિશ્ચય કરે છે કે આ અમુકનો જ રસ છે, ત્યારબાદ તે સના સ્વાદને સંગીતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે, તે ધરણા કહેવાય છે. જેમ કોઈ પુરુષ અવ્યકત પરનો અનુભવ કરે છે ત્યારે તેને આ સ્પર્શ છે એમ અવગ્રહ થાય છે, પણ આ કોનો સ્પર્શ છે તે જાણતો નથી. પછી તે

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122