Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 95
________________ સુખ-૧૩૦ ૧૧ ઉત્પન્ન થાય છે અથતિ ભાવરૂપ શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમકે – શ્રોન્દ્રિય લબ્ધિ અક્ષર, ચરિન્દ્રિય લબ્ધિ અક્ષર, ધાણેન્દ્રિય લબ્ધિ અક્ષર, રસનેન્દ્રિય લબ્ધિ અક્ષર, સ્પર્શેન્દ્રિય લબ્ધિ અક્ષર, નોઈન્દ્રિય લબ્ધિ અક્ષર. આ પ્રમાણે લબ્ધિ અક્ષર છે અને પ્રમાણે અક્ષર યુતનું વર્ણન થયું. • વિવેચન-૧૩૦/૧ - અક્ષરદ્યુત - “ક્ષર, સંચલને” ધાતુથી અક્ષર શબ્દ બને છે. જેમકે - ૧ ક્ષતિ ન સ્નત પ્રત્યક્ષદ્ ા અ અક્ષરનો અર્થ “જ્ઞાન” છે. જ્ઞાન જીવનો સ્વભાવ છે. જ્ઞાન આત્માથી ક્યારે ય પણ જુદું થતું નથી. સુષુપ્ત અવસ્થામાં પણ જીવનો સ્વભાવ હોવાથી જ્ઞાન ટકીને રહે જ છે. અહીં ભાવાક્ષરનું કારણ હોવાથી લેખિત તેમજ ઉચ્ચારિત “ચાકાર” દિને પણ ઉપયારથી અક્ષર કહેલ છે. અક્ષરગ્રુત ભાવશ્રુતનું કારણ છે. ભાવકૃતને લબ્ધિઅક્ષર કહેવાય છે. સંજ્ઞાાર અને વ્યંજનાક્ષર એ બો દ્રવ્યકૃતમાં સાંતનિહિત છે માટે અક્ષરકૃતના ત્રણ ભેદ કહેલ છે. સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લબયાર, (૧) સંજ્ઞાક્ષર :- અક્ષરની આકૃતિ, બનાવટ અર્થાત્ સંસ્થાનને સંજ્ઞાક્ષર કહેવાય છે. ઉદાહરણ રૂપે – અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઈત્યાદિ આ વિશ્વમાં જેટલી લિપિ પ્રસિદ્ધ છે એ દરેક લિપિના અક્ષરને સંજ્ઞા અક્ષર કહેવાય છે. (૨) વ્યંજનાક્ષર :- જેનાથી આકાર આદિ અક્ષરના અર્થનો સ્પષ્ટ બોધ થાય અર્થાત અકાર, ઈકાર આદિ અક્ષર બોલવામાં આવે છે, તેમજ આ વિશ્વમાં જેટલી ભાષા બોલવામાં વપરાય છે તેના ઉચ્ચારણના અક્ષરને વ્યંજનાક્ષર કહેવાય છે, જેમકે - દીપક દ્વારા પ્રત્યેક વસ્તુ પ્રકાશિત થાય છે, જોઈ શકાય છે. એવી જ રીતે વ્યંજનાક્ષર વડે પ્રત્યેક વસ્તુનો અર્થ સમજી શકાય છે. જે જે અક્ષરની જે જે સંજ્ઞા બને છે તેનું ઉચ્ચારણ તદનુકૂળ બને ત્યારે તે દ્રવ્યાક્ષર ભાવકૃતનું કારણ બને છે. અક્ષરોના યચાર્ય મેળવી શબ્દ બને છે. તેમજ શબ્દોના યથાર્થ મેળવી પદ અને વાક્ય પણ બને છે. તેના યોગ્ય ઉચ્ચારણથી વક્તાના આશયનો બોધ થાય છે. આ પ્રકારે લખવાની વિવિધ રીત તે ‘સંજ્ઞાક્ષર' કહેવયા છે અને ઉચ્ચારણ કરવાની વિવિધ રીત તે ‘યંજનાક્ષર' કહેવાય છે. આ બંનેના માધ્યમથી જીવને જે અક્ષરાત્મક જ્ઞાન થાય છે તે લધ્યક્ષર શ્રુત કહેવાય છે. (3) લધ્યક્ષર :- લબ્ધિ ઉપયોગનું નામ છે. શબ્દને સાંભળીને અર્ચના અનુભાવપૂર્વક પાયલોચન કરે તેને લબ્ધિ અક્ષર કહેવાય. તેને ભાવકૃત પણ કહેવાય છે, કેમકે અક્ષરના ઉચ્ચારણથી એના અર્થનો જે બોધ થાય તેનાથી જ ભાવયુત ઉત્પન્ન થાય છે. કહ્યું છે – અતિ શબ્દ ગ્રહણ કર્યા બાદ ઈન્દ્રિય અને મનના નિમિતથી જે શબ્દાર્થ પર્યાલોચનાનુસારી જ્ઞાન ઉત્પન્ન થાય તેને લબ્ધિ અક્ષર કહેવાય છે. અહીં પ્રશ્ન થાય છે કે ઉપર્યુક્ત લક્ષણ સંજ્ઞી જીવોમાં ઘટિત થાય છે પરંતુ વિકલેન્દ્રિય તેમજ અસંજ્ઞી જીવોમાં અકાર આદિ વણને સાંભળવાની તથા ઉચ્ચારણ ૧ર “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કરવાની શક્તિનો અભાવ હોય છે, તો પછી એ જીવોને લબ્ધિ અક્ષર કેવી રીતે સંભવી શકે ? ઉત્તર :- શ્રોત્રેજિયનો અભાવ હોવા છતાં તેવા પ્રકારનો ક્ષયોપશમ તે જીવોમાં હોય જ છે. માટે તેને અવ્યકત ભાવકૃત પ્રાપ્ત થાય છે. તે જીવોમાં આહારસંt, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા હોય છે. તીવ્ર અભિલાષાને સંજ્ઞા કહેવાય છે. અમુક ચીજ મને પ્રાપ્ત થઈ જાય, એવા પ્રકારની ઈચ્છા અક્ષરાનુસારી હોવાથી તેને પણ લબ્ધિ અક્ષર હોય છે. તે લબ્ધિ અક્ષર શ્રત છ પ્રકારનું છે – - (૧) જીવશબ્દ, અજીવશદ અથવા મિશ્રશબ્દ સાંભળીને કહેનારના ભાવને સમજી લેવો તે શ્રોમેન્દ્રિય લધ્યક્ષર છે અથવા ગર્જનારી, હણહણાટથી, ભૂંકવાથી, કાગડા વગેરેના શબ્દ સાંભળીને તિર્યચ જીવોના ભાવને સમજી લેવા તેને શ્રોબેન્દ્રિય લKયક્ષર શ્રત કહેવાય. (૨) પત્ર, પત્રિકા અને પુસ્તક આદિ વાંચીને અથવા બીજાના સંકેત તથા ઈશારો વગેરે જોઈને તેના અભિપ્રાયને જાણી લેવા તેને ચક્ષુરિન્દ્રિય લધ્યાર શ્રત કહેવાય. કેમકે સંકેત વગેરે જોઈને તેનો જવાબ દેવા માટે તથા તેની પ્રાપ્તિ માટે અથવા તેને દૂર કરવા માટે જે ભાવ ઉત્પન્ન થાય તે અક્ષર રૂપ જ હોય છે. (3) ભિન્ન ભિન્ન જાતિના ફળો તથા ફૂલોની સુગંધ, પશુ પક્ષીની ગંધ, અમુક સ્ત્રી પુરુષની ગંધ, અમુક ભક્ષ્ય તથા અભક્ષ્યની ગંધને સૂંઘીને જાણી લે કે આ અમુકની જ ગંધ છે તેને ધ્રાણેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રુત કહેવાય છે. (૪) કોઈ પણ ખાધપદાર્થ ચાખીને તેના ખાટા, મીઠા, તીખા, કડવા, તૂરા આદિ રસથી પદાર્થનું જ્ઞાન કરી લેવું તેને જીલૅન્દ્રિય લધ્યક્ષર શ્રુત કહેવાય છે. (૫) શીત, ઉષ્ણ, હળવો, ભારે, કઠોર અથવા કોમળ સ્પર્શ દ્વારા વસ્તુને ઓળખી લેવી તથા પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સ્પર્શ માત્રથી અક્ષરને ઓળખીને તેના ભાવને સમજી લેવા તેને સ્પર્શેન્દ્રિય લધ્યક્ષર શ્રુત કહેવાય છે. (૬) જીવ જે વસ્તુનું ચિંતન કરે છે, તેની અક્ષર રૂપે શબ્દાવલિ અથવા વાક્યાવલિ બની જાય છે. જેમ કે - અમુક વસ્તુ મને મળી જાય અથવા મારો મિત્ર મને મળી જાય તો હું મારી જાતને ધન્ય અથવા પુણ્યશાળી સમજીશ. એવી વિચારધારાને નોઈન્દ્રિય અથવા મનોજન્ય લnક્ષર શ્રુત કહેવાય છે. અહીં પ્રશ્ન થાય છે કે પાંચ ઈન્દ્રિય અને મન એ છ ના નિમિત્તથી મતિજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે અને શ્રુતજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે તો આ છ ના નિમિત્તથી અથવા કોઈ પણ નિમિતથી જ્ઞાન ઉત્પન્ન થાય તેને મતિજ્ઞાન કહેવાય ? કે શ્રુતજ્ઞાન કહેવાય ? ઉત્તર :- જ્યારે જ્ઞાન અક્ષરરૂપે બને ત્યારે તેને શ્રુત કહેવાય અતિ મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન તેનું કાર્ય છે. મતિજ્ઞાન સામાન્ય છે અને શ્રુતજ્ઞાન વિશેષ છે. મતિજ્ઞાન મૂંગુ છે અને શ્રુતજ્ઞાન મુખર છે. મતિજ્ઞાન અનાર છે અને શ્રુતજ્ઞાન અારસ્પરિણત છે. જ્યારે ઈન્દ્રિય અને મનથી અનુભૂતિ રૂપ જ્ઞાન થાય ત્યારે તેને

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122