Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 84
________________ સૂત્ર-૧૦૬ થી ૧૧૦ બનાવવા માટે પીળી માટીના કૃત્રિમ આંબળા બનાવીને તેને આપ્યા. તેનો રૂપ-રંગ, આકાર-પ્રકાર અને વજન બરાબર આંબળા સમાન જ હતા. આંબળા હાથમાં લઈને ૧૪૯ પેલો માણસ વિચારવા લાગ્યો – આ આકૃતિમાં તો આંબળા જેવા જ છે પરંતુ આ બહુ જ કઠણ છે અને અત્યારે ઋતુ પણ આંબળાની નથી. આ રીતે કૃત્રિમ આંબળાને તેણે પોતાની પાણિામિકી બુદ્ધિ વડે જાણી લીધાં. (૧૮) મણિ :- કોઈ એક જંગલમાં એક મોટો સર્પ રહેતો હતો. તેના મસ્તક પર મણિ હતો. તે સર્પ રાત્રિના વૃક્ષ પર ચડીને પક્ષીઓના બચ્ચાંને ખાઈ જતો હતો. એક વાર તે પોતાના વજનદાર શરીરને સંભાળી ન શક્યો એટલે વૃક્ષ પરથી નીચે પડી ગયો અને પડતી વખતે તેના મસ્તકનો મણિ તે વૃક્ષની ડાળીમાં ફસાઈ ગયો. તે વૃક્ષની નીચે એક કૂવો હતો. ઉપર રહેલ મણિનો પ્રકાશ તેમાં પડવાથી તે કૂવાનું પાણી લાલ રંગનું દેખાવા લાગ્યું. પ્રાતઃકાળે એક બાળક રમતો રમતો કૂવાના કાંઠા પર આવ્યો. કૂવાનું લાલ રંગ જેવું ચમકતું પાણી જોઈને દોડતો દોડતો તે પોતાના ઘરે ગયો. ત્યાં જઈને તે પોતાના પિતાને બોલાવી લાવ્યો. તેના વૃદ્ધ પિતા ત્યાં આવ્યા. તેણે કૂવાનું પાણી જોયું તો ખરેખર આશ્ચર્ય થયું. જે સ્થાનેથી પાણીમાં પ્રતિબિંબ પડતું હતું તે સ્થાન તેણે શોધી કાઢયું અને વૃક્ષની ડાળી પર ચડીને તેણે મણિને ગોતી લીધો. મણિ મેળવીને અત્યંત પ્રસન્ન થતાં થતાં પિતા અને પુત્ર પોતાના ઘરે ચાલ્યા ગયા. બાળકના પિતાની પારિણામિકી બુદ્ધિનું આ ઉદાહરણ છે. (૧૯) સર્પ - ભગવાન મહાવીરે દીક્ષા લઈને પ્રથમ ચાતુર્માસ અસ્થિ ગામમાં કર્યું. ચાતુર્માસ બાદ વિહાર કરીને ભગવાન શ્વેતાંબિકા નગરી તરફ જઈ રહ્યાં હતાં. થોડાક દૂર ગયા ત્યાં તેઓશ્રીને ગોવાળીયાએ પ્રાર્થના કરી, “ભગવન્ ! શ્વેતાંબિકા નગર જવા માટે ખરેખર આ રસ્તો ટૂંકો થાય પરંતુ આ માર્ગમાં એક દૃષ્ટિવિષ સર્પ રહે છે. તે બધાને પરેશાન કરે છે. જેથી આ માર્ગ પર કોઈ પણ પ્રાણીઓ જતાં નથી. પ્રભુ ! આપ પણ શ્વેતાંબિકા નગર જવા માટે બીજો માર્ગ ગ્રહણ કરો.'' ભગવાને ગોવાળિયાની વાત સાંભળી લીધી પણ તે સર્પને પ્રતિબોધ દેવાની ભાવનાથી પ્રભુ એ જ માર્ગ પર આગળ વધ્યા. ચાલતાં ચાલતાં તેઓશ્રી વિષધર સર્પના રાફડા સુધી પહોંચી ગયા અને ત્યાં જ કાયોત્સર્ગમાં સ્થિર બની ગયાં. થોડી ક્ષણોમાં જ નાગ બહાર આવ્યો અને પોતાના રાફડાની સમીપ જ એક વ્યક્તિને ઊભેલી જોઈને તે ક્રોધિત થયો. તેણે પોતાની વિષમય દૃષ્ટિ ભગવાન પર ફેંકી. પરંતુ તેમના શરીર પર કોઈ અસર ન થઈ. એ જોઈને સર્વે ક્રોધનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. સૂર્યની સામે જોઈને બીજીવાર વિષમય દૃષ્ટિ ભગવાન પર ફેંકી, તેની પણ ભગવાન પર કાંઈ અસર ન થઈ. એટલે તે દોડતો દોડતો ભગવાનની પાસે ગયો અને તેમના જમણા પગના અંગૂઠામાં જોરથી ડંસ દીધો. તો પણ ભગવાન પોતાના ધ્યાનમાં તલ્લીન રહ્યાં, લેશમાત્ર પણ ડગ્યા નહીં. ધ્યાન પૂર્ણ કરીને પ્રભુએ અત્યંત સ્નેહપૂર્ણ દૃષ્ટિથી તેને સંબોધિત કરીને કહ્યું “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન - - “હે ચંડકૌશિક ! બુજ્જ બુજ્જ, બોધને પ્રાપ્ત કર અને તારા પૂર્વભવનું સ્મરણ કર. પૂર્વભવમાં હું સાધુ હતો. એક વખત તમે બન્ને ગુરુ અને શિષ્ય ગોચરી ગયા હતા. આહાર લઈને વળતી વખતે તારા પગ નીચે એક દેડકી કચડાઈને મરી ગઈ. તે સમયે તારા શિષ્યે તને આલોચના કરવા માટે કહ્યું પરંતુ તેં તેના પર ધ્યાન ન આપ્યું. શિષ્યે વિચાર્યું ગુરુ મહારાજ તપસ્વી છે એટલે સાયંકાળે આલોચના કરી લેશે. સંધ્યા સમયે પ્રતિક્રમણ બાદ પણ તેં એ પાપની આલોચના ન કરી. શિષ્યે વિચાર્યું – સંભવ છે કે ગુરુ મહારાજ આલોચના કરવાનું ભૂલી ગયા હશે. એવી સરળ બુદ્ધિથી શિષ્યે તને ફરી આલોચના કરવા માટે બાદ કરાવ્યું. શિષ્યનાં વચન સાંભળતાં જ તને અત્યંત ક્રોધ આવ્યો. ક્રોધથી ધમધમાયમાન ૧૫૦ બનીને તું શિષ્યને મારવા દોડ્યો પણ વચ્ચે રહેલા થાંભલા સાથે તારું મસ્તક જોરથી ભટકાયું. મસ્તકની નસ ફાટી જતાં તારું ત્યાં જ મૃત્યુ થયું. હે ચંડકૌશિક ! ભયંકર ક્રોધમાં તારું મૃત્યુ થવાથી તને આ સર્પની યોનિ મળી છે અને ફરી પણ તું ક્રોધને આધીન થઈને, તારો જન્મ બગાડી રહ્યો છે. હવે પ્રતિબોધને પ્રાપ્ત કર. ભગવાનના ઉપદેશથી તે જ સમયે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચંડકૌશિક સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પોતાના જ્ઞાનમાં પૂર્વભવ જોયો અને પોતે કરેલા અપરાધ અને ક્રોધ માટે તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. એ જ સમયે તેણે ભગવાન મહાવીર સ્વામીને વિનયપૂર્વક વંદના કરી અને કહ્યું – જે ક્રોધથી મને સર્પની યોનિ મળી તેના પર વિજય પ્રાપ્ત કરવા માટે તેમજ મારી આ દૃષ્ટિથી કોઈ પણ પ્રાણીને કષ્ટ ન પહોંચે એના માટે ચાવજીવન અનશનવ્રત લઈને તે સર્પે પોતાનું મુખ રાફડામાં રાખ્યું અને પૂંછનો ભાગ બહાર રાખ્યો. થોડો સમય વ્યતીત થયા પછી ગોવાળ ભગવાન મહાવીરની તપાસ કરવા ત્યાં આવ્યો. ભગવાન મહાવીરને સકુશળ ત્યાંથી પાછા ફરતાં જોઈને તેના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. ગોવાળે ત્યાં સર્પનું મોટું બિલમાં જોયું અને શરીરનો ભાગ બહાર જોયો. એ જોઈને તેના પર તેણે પથ્થર ફેંક્યા. એ રીતે ઘણા લોકો સર્પને લાકડીનો પ્રહાર કરવા લાગ્યા. ચંડકૌશિક બધા પ્રહારોને સમભાવથી સહન કરતો હતો. પણ તેણે રાફડામાંથી પોતાનું મોટું બહાર કાઢ્યું નહીં. જ્યારે આસપાસના લોકોને આ વતની ખબર પડી ત્યારે ટોળે ટોળા મળીને સર્પના દર્શન કરવા આવવાં લાગ્યાં અને સર્પની ઘી, દૂધ, સાકર વગેરેથી પૂજા કરવાં લાગ્યાં. ઘી આદિની સુગંધથી લાખો કીડીઓ આવી. તેણે સર્પના શરીરને ચટકા ભરીને ચાળણી જેવું બનાવી દીધું. એ બધા કષ્ટોને સર્વે, પોતાના પૂર્વભવમાં કરેલાં કર્મોનું ફળ સમજીને સમભાવપૂર્વક સહન કર્યાં. પંદર દિવસ સુધી ચંડકૌશિક સર્વે સર્વ પ્રકારની યાતનતાઓને શાંતિપૂર્વક સહન કરી. પોતાના શરીરને પણ હલાવ્યું નહીં. તેણે વિચાર્યું – જો હું પડખું ફરીશ તો કીડી, મકોડાં વગેરે ઝીણા ઝીણા અનેક જીવો મારા શરીર નીચે દબાઈને મરી જશે એટલે તેણે બીજા જીવોની રક્ષા કરીને પોતાના કર્મો ખપાવ્યા. પંદર દિવસનું અનશનવ્રત પૂર્ણ કરીને, આયુષ્ય પૂર્ણ થતાં તે સહસાર નામના આઠમા દેવલોકમાં

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122