Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 68
________________ સૂત્ર-૧૦૧ થી ૧૦૩ ૧૧૩ ચાલવાથી તને સ્પષ્ટ સમજાય જશે. એ સાંભળીને અવિનીત શિષ્ય ચૂપ થઈ ગયો. બો ચાલતાં ચાલતાં થોડા સમયમાં નિર્ણય કરેલા ગામ સુધી પહોંચી ગયા. ત્યાં તેઓએ જોયું તો ગામની બહાર એક વિશાળ સરોવરના કાંઠા પર સુખી સંપન્ન વ્યક્તિનો પડાવ પડ્યો હતો. તંબૂઓની એક બીજી ડાબી આંખથી કાણી એક હાથણી બાંધેલી હતી. એ જ વખતે બન્ને શિષ્યોએ એ પણ જોયું કે એક દાસી તંબમાંથી બહાર નીકળી, તેણે એક પ્રભાવશાળી વ્યકિતને કહ્યું - મંત્રીવર ! મહારાજાને જઈને વધાઈ આપો કે ગણીએ રાજકુમારને જન્મ આપ્યો છે. આ બધું જોઈને વિનીત શિષ્ય કહ્યું - જોયું ને ? ડાબી આંખે કાણી હાથણી અહીં બાંધી છે. સૌભાગ્યવતી અને ગર્ભવતી રાણીએ રાજકુમારને જન્મ આપ્યો છે. એ જ સણી આ હાથમી પર સવાર બની હતી અને તેણી જમીન પર હાથનો ટેકો દઈને ઊભી થઈ હતી. અવિનીત શિષ્ય વ્યંગમાં વિનીતને કહ્યું - હા, તારું જ્ઞાન સાચું છે. ત્યારબાદ બન્ને જણા તળાવમાં હાથ પગ ધોઈને એક વડલાના ઝાડ નીચે વિસામો લેવા બેઠા. એ જ વખતે એક વૃદ્ધા મસ્તક પર પાણીનો ઘડો રાખીને તેઓની સામે ઊભી રહી. ત્યાં ઊભીને વૃદ્ધા વિચારે છે – આ બન્ને વિદ્વાન હોય એવું લાગે છે. માટે હું મારા પુત્ર વિષે આ પંડિતોને પ્રશ્ન પૂછીશ. એમ વિચારીને વૃદ્ધાએ પ્રશ્ન પૂછયો કે મારો પુત્ર વિદેશ ગયો છે તે ક્યારે આવશે ? પ્રશ્ન પૂછયો કે તરત જ વૃદ્ધાના શિર પર રહેલો પાણીનો ઘડો નીચે પડી ગયો. ઘડો જમીન પર પડ્યો કે તરત જ ઘડાના ટુકડે ટુકડા થઈ ગયા અને પાણી માટીમાં મળી ગયું. એ જ વખતે અવિનીત શિવે કહ્યું - બુઢિયા ! તારો પુત્ર ઘડાની જેમ મૃત્યુ પામ્યો છે. એ સાંભળીને વૃદ્ધાનો જીવ અદ્ધર પડી ગયો. ત્યારે વિનીત શિષ્ય કહ્યું - માજી ! તમે ચિંતા ન કરો. તમારો પુત્ર ઘરે આવી ગયો છે, એ તમારી રાહ જુએ છે, માટે તમે શીઘ ઘરે જાઓ. વિનીત શિયની વાત સાંભળીને માજીના શરીરમાં પ્રાણ આવ્યા. તે તરત જ ઘરે ગયા. ત્યાં તેનો દીકરો ખરેખર સહ જોતો હતો. પુત્રએ માતાના ચરણમાં નમસ્કાર કર્યો. માતા પુત્રને ભેટી પડી. પછી તેણીએ વિનીત શિષ્ય બતાવેલી વાત કરી. ત્યામ્બાદ માતા પુત્રને લઈને વિનીત શિષ્યની પાસે ગઈ અને તેના ચરણમાં અમુક રૂપિયા તથા વાયુગલ ભેટ રૂપે અર્પણ કર્યા અને શતશઃ આશીર્વાદ આપ્યા. અવિનીત શિષ્ય પોતાના ગુરુભાઈની વાત સાચી પડી, તેથી ક્રોધિત થયો અને મનમાં વિચારવા લાગ્યો. આ બધું ગુરુજીના પક્ષપાતનું કારણ છે. ગુરુજીએ મને દિલ દઈને જ્ઞાન આપ્યું નથી. પછી જે કામ માટે ગુરુજીએ તેઓને મોકલ્યા હતા એ કામ પૂર્ણ થતાં તેઓ બન્ને ફરી ગુરુજીની પાસે આવ્યા. ત્યાં જઈને વિનીત શિષ્ય આનંદાશ્રુ વહાવતો ગદ્ગદ્ ભાવથી ગુરુના ચરણોમાં ઝુકી ગયો પરંતુ અવિનીત શિષ્ય ધૂંઠાની જેમ ઊભો રહ્યો. એ જોઈને ગુરુદેવે તેના સામું જોઈને પૂછવું - તને શું થયું છે ? અવિનીત શિષ્ય કહ્યું - આપે મને બરાબર ભણાવ્યો નથી એટલે મારી વાત ખોટી પડે છે અને આને તમે દિલ દઈને ભણાવ્યો છે એટલે તેની વાત સાચી પડે છે. આપે પક્ષપાત કર્યો છે. ૧૧૮ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ગુરુજી તેની વાત સાંભળીને ચકિત થઈ ગયા પણ કાંઈ સમજ ન પડવાથી તેણે વિનીત શિષ્યને પૂછયું - વત્સ! શું વાત છે ? કઈ ઘટનાથી તારા ગુરુભાઈના મનમાં આવો વિચાર આવ્યો છે ? વિનીત શિષ્ય માર્ગમાં જે જે ઘટના બની તે કહી સંભળાવી. ગુરુએ વિનીત શિષ્યને પૂછ્યું - એ બન્ને વાતની જાણકારી તને કેવી રીતે થઈ ? શિષ્ય કહ્યું - ગુરુદેવ આપના ચરણની કૃપાથી જ મેં વાત બતાવી હતી. રસ્તામાં એ પ્રાણીએ પેશાબ કર્યો હતો તેની આકૃતિથી મેં જાણ્યું કે હાથી નહીં પણ હાથણી હશે, માર્ગમાં જમણી બાજુ ઘાસ પત્રાદિ ખાધેલાં હતાં, ડાબી બાજુ ખાધેલાં ન હતાં. તેથી મેં કહ્યું એ હાથણી ડાબી બાજુ કાણી હશે. ઘણા જનસમૂહની સાથે આરૂઢ થઈને જનાર વ્યક્તિ રાજકીય જ હોય શકે. એ જાણ્યા પછી હાથી પરથી ઉતરીને લઘુશંકા જનાર વ્યક્તિના પગના ચિહ્ન જોઈને મેં વિચાર્યું કે રાણી હશે તેમજ જમણો હાથ ભૂમિ પર ટેકાવીને એ ઊભી થઈ હશે તેથી મેં જાણ્યું એ ગર્ભવતી હશે. ત્યાંના ઝાડની ડાળી પર રેશમી લાલ તંતુ ફસાઈ ગયેલા જોઈને મેં વિચાર્યું એ સૌભાગ્યવતી હશે. તેના જમણા પગની આકૃતિ થોડીક વજનયુક્ત જોઈને મેં કહ્યું - તે રાણી ટૂંક સમયમાં જ પુત્રનો જન્મ આપશે. અમે થોડેક દૂર ગયા ત્યાં એક હાથણી બાંધેલી હતી. તે ડાબી આંખે કાણી હતી. તંબૂમાંથી એક દાસી મંત્રીને સમાચાર આપતી હતી કે રાજાજીને વધાઈ આપો કે ચણીબાએ પુત્રનો જન્મ આપ્યો છે. આ રીતે આપશ્રીના આશીર્વાદથી મારી દરેક વાત સાચી પડે છે. બીજી વાત એક વૃદ્ધા સ્ત્રીની હતી. તે વૃદ્ધા એ અમને પ્રશ્ન કર્યો કે મારો પરદેશ ગયેલો દીકરો ફરી ક્યારે આવશે ? એ જ સમયે તેના મસ્તક પરથી પાણીનો ભરેલો ઘડો ભૂમિ પર પડી ગયો. ઘડાના સેંકડો ટુકડા થઈ ગયા અને પાણી બધું એ માટીમાં સમાઈ ગયું. તેથી મેં વિચાર્યું કે માટીથી માટલી બની હતી અને માટીમાં ફરી મળી ગઈ તેથી મેં જાણ્યું કે જે માતાએ પુત્રને જન્મ આપ્યો હતો તે માતાને પુત્ર મળી જશે. માજી ઘરે ગયા તો ખરેખર તેનો પુત્ર તેની રાહ જોતો હતો. આપની કૃપાથી આ વાત પણ મારી સાચી પડી. શિષ્યની વાત સાંભળીને ગુરુજી અત્યંત ખુશ થયાં અને તેની પ્રશંસા કરી કે આ વિનીત શિષ્ય જ્ઞાનને પચાવ્યું છે. અવિનીત શિષ્યને ગુરુએ કહ્યું - તું મારી આજ્ઞાનું પાલન કરતો નથી તેમજ શીખેલ અધ્યયન વિષે ચિંતન-મનન પણ કરતો નથી, પછી તને સમ્યગજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય ? હું તો તમો બોને સદા સાથે બેસીને જ શીખડાવું છું મારી કોઈ કચાશ નથી પણ વિદ્યા વિનયથી શોભે છે વિનયથી પાણતા, સુયોગ્યતા વગેરે ગુણો પ્રાપ્ત થાય છે. તારામાં વિનયનો અભાવ છે એટલે તારું જ્ઞાન ખોટું પડે છે. ગુરુની હિત શિક્ષા સાંભળીને અવિનીત શિષ્ય લજ્જિત થઈને મૌન રહ્યો. આ વૈનાયિકી બુદ્ધિનું ઉદાહરણ વિનીત શિષ્યનું છે. (૨) અત્યસથ :- અર્થશાસ્ત્ર પર કલાક મંત્રીનું ઉદાહરણ છે. ટીકાકારે ફક્ત તેનું નામ જ આપેલ છે. તેથી તેનું વિવરણ ઉપલબ્ધ નથી. (૩) લેખ :- લિપિનું જ્ઞાન પણ વિનયવાન શિવે જ હોય છે. આ પણ

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122