Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 72
________________ સૂત્ર-૧૦૧ થી ૧૦૩ ૧૫ આંખોથી જોયા હતા. - ત્યારબાદ રાજાએ ઘોડેસવારને બોલાવીને કહ્યું - જો તમારે ઘોડો જોઈતો હોય તો પહેલા તમારી જીભ કાપીને ગુન્હેગારને આપી દો કેમકે તમારી જીભ દોષિત છે. તમારી જીભે જ ઘોડાને લાકડીના પ્રહાર કરવાનું ગુન્હેગારને કહ્યું હતું. આને દંડ મળે અને તમારી જીભ બચી જાય એ ન્યાયસંગત નથી. માટે તમે પણ પહેલા તમારી જીભ એને આપી દો પછી તેની પાસેથી હું ઘોડો અપાવીશ. ત્યારબાદ નટ લોકોને બોલાવ્યાં. રાજાએ કહ્યું - આ દીન વ્યક્તિ પાસે છે. શું કે હું તમને અપાવું? જો તમારે બદલો લેવો જ હોય તો આ ગુન્હેગારને એ વૃક્ષની નીચે સુવડાવી દો અને તમારા નવા બનેલા સરદારને કહો કે તે પણ આ માણસની જેમ ગળામાં ફાંસો નાંખીને તે ડાળી પર લટકી જાય અને આ માણસની ઉપર પડી જાય. રાજાનો ફેંસલો સાંભળીને ત્રણે ય ફરિયાદી મૌન રહીને ત્યાંથી ચાલતા થઈ ગયા. રાજાની વૈનાયિકી બુદ્ધિએ તે અભાગી વ્યક્તિના પ્રાણ બચાવી લીધા. આ પ્રકારે આ પંદર દૃષ્ટાંતો વૈનાયિકી બુદ્ધિ માટે વર્ણવેલ છે. • સૂત્ર-૧૦૪,૧૦૫ - ૧૦૪] ઉપયોગથી જેનો સાર-પરમાર્થ જાણી શકાય છે, અભ્યાસ અને વિચાચ્છી જે વિસ્તૃત બને છે અને જેનાથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે અથવા પ્રશંw પ્રાપ્ત થાય છે તે કમળ બુદ્ધિ કહેવાય છે. કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થયેલી બુદ્ધિના ઉદાહરણ આ પ્રકારે છે. [૧૯૫] (૧) સુવર્ણકાર (૨) કિસાન (3) વણકર (૪) દfકાર (૫) મોતી (૬) થી (1) નટ (૮) દરજી (૧) સુથાર (૧૦) કંદોઈ (૧૧) ઘડો (૧૨) શિકાર આ બાર કર્મા બુદ્ધિના ટાંતો છે. • વિવેચન-૧૦૪,૧૦૫ - (૧) સુવર્ણકાર :- હૈરણ્યક - સુવર્ણકાર એવો કુશળ કલાકાર હતો કે પોતાના કાર્યના જ્ઞાનથી ઘોર અંધકારમાં પણ હાથના સ્પર્શથી જ સોનું અને ચાંદીની પરીક્ષા બહુ જ સરસ રીતે કરી શકતો હતો. (૨) કઈક :- ખેડત. એક ચોર કોઈ વણિકના ઘર ચોરી કસ્વા ગયો. ત્યાં તેણે દીવાલમાં એક બાકોરું પાડ્યું. તેમાં કમળની આકૃતિ બની ગઈ. પ્રાતઃકાળે જ્યારે લોકોએ તે બાકોરાની કળાકૃતિ જોઈ ત્યારે ચોરી કેટલી થઈ એ વાત ભૂલીને તેઓ ચોરની કળાકૃતિની પ્રશંસા કરવા લાગ્યાં. એ જનસમૂહમાં ચોર પણ વૃક્ષા વેષમાં હતો. તે પોતાની ચતુરાઈની પ્રશંસા સાંભળીને ખુશ થઈ રહ્યો હતો. એક ખેડૂત પણ ત્યાં હતો. તેણે પ્રશંસા કરવાને બદલે કહ્યું - ભાઈઓ! એની આટલી પ્રશંસા ? અને એમાં અચંબાની શું વાત છે ? પોતાના કામમાં દરેક વ્યક્તિ કુશળ હોય છે. ખેડૂતની વાત સાંભળીને ચોરને બહુ ક્રોધ આવ્યો. એક દિવસ તે છરી લઈને ખેડૂતને માસ્વા માટે તેના ખેતરમાં ગયો. જ્યારે છરી લઈને ખેડૂતની તરફ ગયો ત્યારે ૧૨૬ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પાછળ પાછળ હટતા ખેડૂતે કહ્યું - તમે કોણ છો ? મને શા માટે મારવા ઈચ્છો છો ? ચોરે કહ્યું – તેં તે દિવસે મેં બનાવેલા બાકોરાની પ્રશંસા કેમ નહોતી કરી ? ખેડૂત સમજી ગયો કે આ તે જ ચોર છે. ખેડૂતે કહ્યું મેં તમારી બૂરાઈ તો નથી કરીને ? એમ જ કહ્યું હતુંને કે જે માણસ જે કાર્ય કરતો હોય, તેમાં પોતાના અભ્યાસના કારણે કુશળ જ હોય છે ? જો તમને વિશ્વાસ ન હોય તો હું તને મારી કળા દેખાડીને વિશ્વસ્ત બનાવી દઉં. જુઓ મારા હાથમાં મગના આ દાણા છે. તમે કહો તો હું આ બધાને એક સાથે અધોમુખ, ઉર્ધ્વમુખ અથવા પડખે ફેંકી શકું છું. ચોર તેની વાત સાંભળીને ચકિત થઈ ગયો. તેને કિસાનની વાત પર વિશ્વાસ ન આવ્યો. તો પણ ખેડૂતની ચાલાકી જોવા માટે ચોરે કહ્યું – તું આ બધા મગના દાણાને ઉંધા પાડીને મને બતાવ. ખેડૂતે તે જ વખતે પૃથ્વી પર એક ચાદર બિછાવી દીધી અને મગના બધા દાણાને એવી ચાલાકીથી એ ચાદર પર ફેંક્યા કે બધા દાણા અધોમુખ એટલે ઉંધા જ પડ્યાં. ચોરે ધ્યાન દઈને દરેક દાણાની તપાસ કરી તો ખરેખર બધા દાણાં ઉંધા જ પડ્યા હતા. એ જોઈને ચોરે કહ્યું – ભાઈ ! તું તારા કાર્યમાં મારાથી પણ કુશળ છો. એમ કહીને વારંવાર તેની પ્રશંસા કરી. ચોર જતાં જતાં એટલું કહેતો ગયો કે જે તારા મણ ઉંધા ન પડ્યા હોત તો હું તને ચોક્કસ મારી નાખત. આ કઈક અને તસ્કર બન્નેની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (3) કૈલિક :- એક ગામમાં એક વણકર રહેતો હતો. તે પોતાના હાથમાં સૂતરના દોરાઓને લઈને ચોકસાઈપૂર્વક બતાવી શકતો હતો કે આટલી સંખ્યાના સૂતરના ફાળકાથી આ વસ્ત્ર તૈયાર થઈ જશે. આ વણકરની કમજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૪) ડોવઃ- કડછી - એક સુથાર અનુમાનથી જ કહી દેતો કે આ કડછીમાં આટલી માત્રામાં વસ્તુ સમાય શકશે. તેને કર્મજા બુદ્ધિ પ્રાપ્ત થઈ હતી. (૫) મોતી - સિદ્ધહસ્ત મણિકાર મોતીઓને એવી રીતે ચત્તાપૂર્વક ઉછાળતો કે નીચે રાખેલા સૂવરના વાળમાં જઈને પરોવાઈ જતા. આ સિદ્ધહસ્ત મણિકારની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૬) વૃત :- કોઈ કોઈ ઘીના વ્યાપારી પણ એટલા કુશળ હોય છે કે તેઓ ગાડામાં અથવા સ્થમાં બેઠા બેઠા જ નીચે રહેલ કુંડીમાં એક ટીપું પણ ઢોળાયા વગરથી ભરી શકે છે. આ તેની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૭) નટ :- નટ લોકોની ચતુરાઈ જગ પ્રસિદ્ધ છે. તેઓ દોરી પર અદ્ધર ચડીને અનેક પ્રકારના ખેલ કરે છે, તોપણ નીચે પડતા નથી. લોકો દાંતની નીચે પોતાની આંગળીઓ દબાવીને જુએ એટલા આશ્ચર્યચકિત થઈ જાય છે. એ નટ લોકોની કમજા બુદ્ધિની ચતુરાઈ છે. (૮) તુણક (દરજી) :- કુશળ દજી કપડાની એવી સફાઈથી સિલાઈ કરે છે કે તેણે કઈ જગ્યાએ સિલાઈ કરી છે એ પણ દેખાવા ન દે. આ દરજીની કમજા


Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122