Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 78
________________ સૂત્ર-૧૦૬ થી ૧૧૦ મંત્રી ધનુ તેમજ તેનો દીકરો વરધનુ, આ બન્નેની સહાયતાથી તેઓ લાક્ષાગૃહમાંથી નીકળી ગયા. આટલું વૃત્તાંત પહેલાં આવી ગયું છે. ત્યારબાદ જ્યારે તેઓ જંગલમાં જઈ રહ્યા હતાં ત્યારે બ્રાહ્મદત્તને ખૂબ જ તરસ લાગી. વરધનુ રાજકુમારને એક વૃક્ષ નીચે બેસાડીને પાણી લેવા માટે ગયો. ૧૩૩ આ બાજુ દીર્ઘપૃષ્ઠને ખબર પડી કે રાજકુમાર લાક્ષાગૃહથી નીકળી ગયો છે. તેથી તેણે રાજકુમાર બ્રહ્મદત્ત અને તેના મિત્ર વરધનુને શોધવા માટે ચારે ય બાજુ નોકરોને દોડાવ્યાં. અનુયરો શોધતાં શોધતાં એ જ જંગલના સરોવરને કાંઠે પહોંચ્યા. ત્યાં વરધનુ રાજકુમાર માટે પાણી ભરી રહ્યો હતો. સેવકોએ વરધનુને પકડી લીધો. એ જ સમયે વરધનુએ એવો જોરદાર અવાજ કર્યો કે બ્રહ્મદત્તકુમાર તેના સંકેતને સમજીને તે જ ક્ષણે ઘોડા ઉપર ચડીને ભાગી ગયો. સેવકોએ વરધનુને રાજકુમાર વિષે પૂછ્યું પણ તેણે કાંઈ બતાવ્યું નહીં. તેથી રાજાના માણસો તેને મારવા-પીટવા લાગ્યા. ચતુર વરધનુ નિશ્ચેષ્ટ થઈને નીચે પડી ગયો. અનુચરોએ તેને મરેલો સમજીને છોડી દીધો. ત્યાંથી તેઓ રાજકુમારને શોધવા માટે ગયા. પછી વરધનુ ઊઠ્યો અને રાજકુમારને શોધવા લાગ્યો પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં. તેથી તે પોતાના સંબંધીઓને મળવા માટે પોતાના ઘર તરફ સ્વાના થયો. માર્ગમાં તેને સંજીવન અને નિર્જીવન નામની બે ઔષધિ મળી. તે લઈને કંપિલપુરનગરની પાસે પહોંચ્યો. ત્યાં તેને એક ચાંડાલ મળ્યો. તેણે વરધનુને કહ્યું – તમારા પરિવારના દરેક માણસોને રાજાએ બંદી બનાવેલ છે. રાજાની વાત સાંભળીને વરધનુએ મુંઝાયા વિના ચાંડાલને લાલચ આપીને પોતાના વશમાં કરી લીધો અને તેને નિર્જીવન ઔષધિ આપી અને તેનો સંકેત સમજાવી દીધો. વરધનુના આદેશ અનુસાર ચાંડાલે નિર્જીવન ઔષધિ તેના કુટુંબના મુખ્ય માણસને આપી. તેણે કુટુંબની દરેક વ્યક્તિની આંખમાં એ ઔષધિ આંજી દીધી. તેથી તે તત્કાળ નિર્જીવ સર્દેશ બની ગયા. રાજસેવકોએ રાજાને ખબર આપ્યા કે બંદી કરેલા દરેક માણસો મરી ગયા છે. રાજાએ ચાંડાલને બોલાવીને એ બધાને શ્મશાનમાં લઈ જવાની આજ્ઞા આપી. ચાંડાલે વરધનુના સંકેત અનુસાર એક જગ્યાએ તેઓને મૂકી દીધા. વરધનુએ ત્યાં આવીને તે દરેકની આંખોમાં સંજીવની ઔષધિ આંજી તો તત્કાળ દરેક સભ્ય સ્વસ્થ બની ગયા અને વરધનુને પોતાની પાસે ઊભેલો જોઈને હર્ષિત થયા. ત્યારબાદ વરધનુ પોતાના પરિવારને કોઈ સંબંધીને ત્યાં સકુશળ રાખીને પોતે રાજકુમાર બ્રહ્મદત્તની શોધ કરવા નીકળી ગયો. દૂર દૂર જંગલમાં તેને રાજકુમાર મળી ગયો. બન્ને મિત્રો ત્યાંથી ચાલતા થયા, રસ્તામાં અનેક રાજાઓની સાથે યુદ્ધ કરીને તેઓને જીતી લીધા. અનેક કન્યાઓ સાથે બ્રહ્મદત્તના લગ્ન થયા. ધીરે ધીરે છ ખંડને જીતીને બ્રહ્મદત્ત ચક્રવર્તી કંપિલપુર નગરમાં આવ્યા. ત્યાં આવીને દીર્ધપૃષ્ઠને મારીને ચક્રવર્તીની ઋદ્ધિનો ઉપભોગ કરતાં સુખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. આ રીતે મંત્રી પુત્ર વધનુએ પોતાના કુટુંબની અને બ્રહ્મદત્તની રક્ષા કરી “નંદી” ચૂલિકાસૂત્ર સાનુવાદ વિવેચન તેમજ બ્રહ્મદત્તને ચક્રવર્તી બનાવવામાં અનેક પ્રકારે સહાયતા આપી. આ તેની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૨) ચાણક્ય :- પાટલિપુત્રના રાજા નંદે કુપિત થઈને એક વાર ચાણક્ય નામના બ્રાહ્મણને પોતાના નગથી બહાર નીકળી જવાની આજ્ઞા આપી. ચાણક્ય સંન્યાસીનો વેષ ધારણ કરીને ત્યાંથી સ્વાના થયો. ફરતાં ફરતાં તે મૌર્ય દેશમાં પહોંચ્યો. ત્યાં એક ગામમાં કોઈ એક ક્ષત્રિયાણીને ચંદ્રપાન કરવાનો દોહદ ઉત્પન્ન થયો. દોહદ પૂર્ણ ન થવાથી ક્ષત્રિયાણી દિન પ્રતિદિન દૂબળી થવા લાગી. તેના પતિએ પત્નીને પૂછ્યું – તું દૂબળી કેમ દેખાય છે ? કાંઈ દર્દ થયું હોય તો વાત કર. પત્નીએ દોહદની વાત કરી. તેણીની વાત સાંભળીને તેનો પતિ પણ ચિંતામાં પડી ગયો. તે વિચાર કરે છે કે જો આ સ્ત્રીનો દોહદ પૂર્ણ નહિ થાય તો તે મરી જશે. આ અરસામાં સંન્યાસી ચાણક્ય ફરતો ફરતો એ ગામમાં આવ્યો. તે સમયે ક્ષત્રિય ઘરની બહાર ઉદાસ બેઠો હતો. ચાણક્યે તેની ઉદાસીનું કારણ પૂછ્યું. ક્ષત્રિયે તેની પત્નીના દોહદની વાત બતાવી. એ વાત સાંભળીને ચાણક્યે કહ્યું – હું તેણીની ઈચ્છા પૂર્ણ કરી દઈશ. ૧૩૮ - ચાણક્યે તે સ્ત્રીની ઈચ્છા પૂર્ણ કરવા માટે નગરની બહાર એક તંબૂ બનાવ્યો. તેની ઉપર એક ચંદ્રાકાર છિદ્ર બનાવ્યું અને પૂર્ણિમાની રાત્રિએ છિદ્રની નીચે એક થાળીમાં પેય પદાર્થ રાખી દીધો. તે દિવસે ત્યાં એક મહોત્સવ રાખેલ હતો, એમાં ક્ષત્રિય અને ક્ષત્રિયાણીને પણ બોલાવ્યા. જ્યારે ચંદ્ર તે છિદ્રની ઉપર આવ્યો ત્યારે તેનું પ્રતિબિંબ થાળીમાં પડ્યું. તે જ સમયે ચાણક્યે કહ્યું – બહેન ! આ થાળીમાં ચંદ્ર છે તેનું પાન કરી લો. ક્ષત્રિયાણીએ એ પેય પદાર્થનું પ્રસન્નતાપૂર્વક પાન કર્યું. જે ક્ષણે તેણીએ ચંદ્ર પીધો તે જ ક્ષણે ચાણક્યે છિદ્ર ઉપર એક કપડું ઢાંકી દીધું. જેથી ચંદ્રનો પ્રકાશ આવવો બંધ થઈ ગયો. ક્ષત્રિયાણી ચંદ્રનું પાન કરીને ખુશ થઈ ગઈ. તેણીની ઈચ્છા પૂર્ણ થવાથી તે શીઘ્ર સ્વસ્થ બની ગઈ અને સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી, સમય થવા પર ચંદ્ર સમાન તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. બાળક ગર્ભમાં આવ્યો ત્યારે માતાને ચંદ્રનો દોહદ ઉત્પન્ન થયો હતો. તેથી તેનું નામ “ચંદ્રગુપ્ત' રાખ્યું. ચંદ્રગુપ્ત જ્યારે જુવાન થયો ત્યારે ચાણક્યની સહાયતાથી રાજા નંદને મારીને પાટલિપુત્રનો રાજા બની ગયો અને ચાણક્યને પોતાનો મંત્રી બનાવ્યો. આ ચાણક્યની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૩) સ્થૂલભદ્ર :- પાટલિપુત્રમાં નંદ નાના રાજા રાજ્ય કરતા હતા. તેના મંત્રીનું નામ શકડાલ હતું. તે બહુ ચતુર હતો. તેને સ્થૂલભદ્ર અને થ્રિયક નામના બે દીકરા હતા. તેમજ યક્ષા, રક્ષાદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેણા, વેણા અને રેણા નામની સાત પુત્રીઓ હતી. તે કન્યાઓની સ્મરણશક્તિ અજબ ગજબની હતી. સર્વથી મોટી દીકરી ચક્ષાની સ્મરણ શક્તિ બહુ તીવ્ર હતી. જે વાત તે એકવાર સાંભળતી તેને અક્ષરશઃ યાદ રાખતી. યક્ષદત્તા બે વાર સાંભળીને યાદ રાખતી. ભૂતા ત્રણવાર, ભૂતદત્તા ચારવાર, રોણા પાંચવાર, વેણા છ વાર અને રેણા સાતવાર સાંભળે

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122