Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 71
________________ સૂત્ર-૧૦૧ થી ૧૦૩ જોઈને કોઈ મારો દુશ્મન બન્યો હોય એવું લાગે છે. મારા પ્રિય શિષ્યો મને શાટિકાના બહાને ચેતવણી આપી રહ્યા લાગે છે. એવું જ્ઞાન થતાં તેમણે જે તિથિ પ્રસ્થાન માટે નક્કી કરી હતી તેનાથી પહેલા ચુપચાપ પોતાના ઘર તરફ સ્વાના થઈ ગયા. આ રાજકુમારો તથા કલાચાર્યની વૈનયિકી બુદ્ધિનું ઉત્તમ ઉદાહરણ છે. (૧૪) નીવ્રોદક :- કોઈ એક વ્યાપારી ઘણા વર્ષોથી પરદેશ રહેતો હતો. તેની પત્નીએ પોતાની કામવાસનાને તૃપ્ત કરવા માટે પોતાની નોકરાણી પાસે કોઈ એક પુરુષને બોલાવ્યો. એ પુરુષ આવ્યો. પછી એક વાણંદને બોલાવ્યો. તેની પાસે આગંતુક પુરુષના નખ અને કેશ કપાવ્યા. પછી સ્નાનાદિ કરાવીને સારા વસ્ત્ર પહેરાવ્યા. દિવસભર તેની સેવા કરી રાત્રિના તેને શેઠાણી પાસે મોકલ્યો. એ રાત્રિમાં ૧૨૩ મુશળધાર વરસાદ વરસતો હતો. આગંતુકને ખૂબ જ તરસ લાગવાથી છાજા પરથી નીચે પડતું પાણી તેણે ખોબાથી પી લીધું. પણ બન્યું એવું કે છાજાના ઉપરના ભાગમાં એક મરેલા સર્પનું ક્લેવર પડ્યું હતું. તેના પરથી થઈને આવતું પાણી વિષે મિશ્રિત થઈ ગયું હતું. એવું પાણી પીતા જ તે દુરાચારી પુરુષનું ત્યાં જ મૃત્યુ થયું. પેલા પુરુષનું મૃત્યુ જોઈને વણિકની પત્ની ગભરાઈ ગઈ. તેણીએ સેવકો દ્વારા તે જ સમયે મૃત માણસને શૂન્ય દેવકુલિકામાં ફેંકાવી દીધો. પ્રાતઃકાળ થતાં લોકોને મરેલા માણસની ખબર પડી. એ વાત રાજદરબારમાં ગઈ. રાજાના માણસોએ તેનું મૃત્યુ કેમ થયું હશે ? એનું કારણ શોધવાની શરૂઆત કરી. મૃતકને નિરખીને જોયો તો તેના નખ અને કેશ ટૂંક સમયમાં કાપ્યા હોય એવું લાગ્યું. નખ અને કેશ કાપનાર તો હજામ જ હોય એવું વિચારીને રાજાના સેવકોએ શહેરમાં રહેલા દરેક હજામને બોલાવ્યાં. બોલાવીને દરેકને અલગ અલગ પૂછ્યું – આ વ્યક્તિના નખ અને કેશ કોણે કાપ્યા છે ? એમાંથી એક હજામે કહ્યું – અમુક વણિક પત્નીની દાસી મને બોલાવવા આવી હતી. તેણીના કહેવાથી મેં એના નખ અને કેશ ગઈ રાત્રિના કાપી આપ્યા હતા. રાજપુરુષોએ તરત જ દાસીને પકડી લીધી. ગભરાઈ ગયેલી દાસીએ ભયભીત થઈને શેઠની પત્નીની સંપૂર્ણ વાત બતાવી દીધી. આ ઉદાહરણ રાજાના કર્મચારીઓની વૈનયિકી બુદ્ધિનું છે. (૧૫) બળદોની ચોરી (ઘોડાનું મૃત્યુ અને વૃક્ષથી પડવું) :- એક ગામમાં એક વ્યક્તિ અત્યંત પુણ્યહીન હતી. એ જે કાંઈ કરે એમાં એને સંકટ આવ્યા વગર રહેતું જ નહીં. એકવાર તેણે પોતાના મિત્ર પાસે હળ ચલાવવા માટે બળદો માંગ્યા. મિત્રે આપ્યાં. તેનું કાર્ય સમાપ્ત થતાં એ બળદોને પાછા મિત્રના વાડામાં મૂકી આવ્યો. એ સમયે તેનો મિત્ર ભોજન કરતો હતો. તેથી તે તેની પાસે ન ગયો પણ તેના મિત્રની સામે જ એ બળદોને વાડામાં મૂકીને ગયો. દુર્ભાગ્યવશ બળદો કોઈ પણ પ્રકારે વાડાની બહાર નીકળી ગયાં અને ચોર લોકો બળદોની ચોરી કરી ગયા. બળદનો માલિક વાડામાં પોતાના બળદોને ન જોવાથી તે પુણ્યહીનની પાસે આવીને બોલ્યો – મારા બળદો મને આપી દે. પેલો બિચારો ક્યાંથી દે? તેના પર તેનો મિત્ર ક્રોધિત થઈને, તેને પકડીને રાજા પાસે લઈ ૧૨૪ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જવા લાગ્યો. માર્ગમાં એક ઘોડેસ્વાર સામેથી આવી રહ્યો હતો. તેનો ઘોડો ભડકીને સવારને નીચે પછાડીને ભાગી ગયો. તેનો સવાર તાડુકીને બોલ્યો – અરે ! ભાઈ આ ઘોડાને દંડો મારીને રોકો. પુણ્યહીન વ્યક્તિના હાથમાં એક લાકડી હતી. ઘોડેસવારને સહાયતા કરવા માટે તેણે સામેથી દોડી આવતા ઘોડાને એક લાકડી મારી. પરંતુ તેના દુર્ભાગ્યને કારણે લાકડી ઘોડાને તેના મર્મસ્થાન પર લાગી અને ઘોડો ત્યાં જ મરી ગયો. ઘોડાનો સ્વામી ઘોડાને મરી ગયેલો જોઈને બહુ ક્રોધિત થયો અને તેને રાજા પાસે દંડ આપવા માટે લઈ જવા લાગ્યો. આ રીતે અપરાધી એક અને સજા અપાવનાર બે, એમ ત્રણે ય જણા રાજદરબાર તરફ ચાલ્યા જવા લાગ્યા. ચાલતાં ચાલતાં રાત થઈ ગઈ અને નગરના દરવાજા બંધ થઈ ગયા તેથી તેઓ નગરની બહાર જ એક સઘન વૃક્ષની નીચે સૂઈ ગયા. તેમણે વિચાર્યું કે સવારે દરવાજો ખૂલશે ત્યારે પ્રવેશ કરશું. પરંતુ પુણ્યહીન અપરાધીને નિદ્રા ન આવી. તેમણે વિચાર્યું કે હું ગમે તેટલું સારું કામ કરવા જાઉં છું તો પણ સારાને બદલે ખરાબ જ થાય છે, ખરેખર મારું ભાગ્ય મને સાથ આપતું નથી. આવા જીવનથી મને શું લાભ છે ? માટે મરી જવું જોઈએ. જો હું મરી જઈશ તો દરેક વિપત્તિઓથી છૂટી જઈશ, અન્યથા ન જાણે કયા કયા કષ્ટ મારે ભોગવવા પડશે ? એવો વિચાર કરીને તેણે મરવાનો નિશ્વય કર્યો. તેણે પોતાના દુપટ્ટાનો એક છેડો ડાળી પર બાંધી દીધો અને બીજા છેડાનો ગાળીયો બનાવીને પોતાના ગળામાં નાંખીને લટકી ગયો. પરંતુ દુર્ભાગ્યવશ મૃત્યુએ પણ તેને સાથ ન આપ્યો. દુપટ્ટો જીર્ણ હોવાના કારણે તેના ભાર ઝીલી ન શક્યો. દુપટ્ટો ફાટી ગયો અને તે ધડ કરતો નીચે પડ્યો. એ વૃક્ષની નીચે નટ લોકોનો અગ્રણી સરદાર સૂતો હતો. તેન ઉપર પડવાથી નટ લોકોનો સરદાર મરી ગયો. નટ લોકોમાં હાહાકાર મચી ગયો. સરદારના મોતનું કારણ પેલો પુણ્યહીન છે એવું જાણીને, તેના પર ગુસ્સે થઈને સવાર થતાં એ લોકો પણ તેને રાજદરબારમાં લઈ જવા લાગ્યા. રાજદરબારમાં જ્યારે આ કાફલો પહોંચ્યો ત્યારે બધા માણસો ચકિત થઈને તેને જોવા લાગ્યા. રાજાએ તેઓને આવવાનું કારણ પૂછ્યું. દરેકે પુણ્યહીન માણસની ભૂલ બતાવી. એ ત્રણેયની વાત સાંભળીને રાજાએ પુણ્યહીનને તે અંગે પૂછ્યું. તેણે નિરાશાપૂર્વક દરેક ઘટના બતાવતાં કહ્યું – મહારાજ ! મેં જાણીબૂઝીને કોઈ અપરાધ કર્યો નથી, મારું દુર્ભાગ્ય જ પ્રબળ છે. દરેક કાર્ય હું સારું કરવા જાઉં છું તો પણ તે ઉલટું જ થાય છે. હું દંડ ભોગવવા માટે તૈયાર છું. રાજા બહુ જ વિચારશીલ હતા. દરેકની વાત સાંભળીને તેણે વિચાર્યું – આ બિચારાએ કોઈ અપરાધ જાણી જોઈને કર્યો નથી. તેને દયા આવી એટલે ચતુરાઈથી ફેંસલો કરવાનો નિર્ણય કર્યો. સર્વપ્રથમ બળદના માલિકને બોલાવ્યો. તેને રાજાએ કહ્યું – ભાઈ ! તમારે જો બળદો જોઈતા હોય તો પહેલા તમારી આંખો કાઢીને પુણ્યહીનને આપી દો કેમ કે તેણે તમારા વાડામાં બળદો મૂક્યાં એ તમે તમારી

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122