Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 57
________________ સૂત્ર-૯૭ થી ૧૦૦ કહ્યું – તમે રાજાની પાસે જઈને કહો અમે સર્વ નટ છીએ તેવી નૃત્ય કળા તથા વાંસ પર નાચવાનું જાણીએ છીએ. દોરડું બનાવવાનો ધંધો અમારો નથી તો પણ આપશ્રીનો આદેશ છે, તેનું પાલન કરવું એ અમારું કર્તવ્ય છે. અમારી આપને એક નમ પ્રાર્થના છે. જો આપના ભંડારમાંથી અથવા અજાયબ ઘરમાંથી નમૂનારૂપે જૂનું રેતીનું દોરડું હોય તો તે આપો. અમે એ નમૂનો જોઈને રેતીનું દોરડું બનાવીશું અને આપની સેવામાં મોકલી આપીશું. ગ્રામીણ લોકો રાજાની પાસે ગયા. ત્યાં જઈને નમતાપૂર્વક રોહક જેમ કહ્યું હતું એમ જ કહ્યું અર્થાત્ રેતીના દોરડાનો કોઈ નમૂનો હોય તો આપવાની માગણી કરી. રોહકની ચમકાયુક્ત બુદ્ધિ જોઈને રાજા નિરુત્તર બની ગયા. (9) હસ્તી :- કોઈ એક દિવસે રાજાએ ફરી રોહકની પરીક્ષા માટે ગ્રામીણ લોકો પાસે એક વૃદ્ધ મરણાસન્ન હાથી મોકલ્યો અને કહેવડાવ્યું કે આ હાથીની બરાબર સેવા કરો અને પ્રતિદિન તેના સમાચાર મને મોકલતા રહો પણ જ્યારે ય એવું કહેવડાવશો નહીં કે હાથી મરી ગયો. જો એવો સંદેશો તમે કહેવડાવશો તો તમને દંડ દેવામાં આવશે. - આ પ્રમાણે સમાચાર આવવાથી ગ્રામીણલોકો મૂંઝાયા, તેઓ તરત જ સેહકની પાસે ગયા અને રાજાની આજ્ઞા કહી સંભળાવી, રોહકે શીઘ તેનો ઉપાય બતાવ્યો - આ હાથીને સારો સારો ખોરાક ખવડાવો પછી જે કાંઈ થશે તે હું સંભાળી લઈશ. ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ હાથીને અનુકૂળ આવે એવો સારો ખોરાક આપ્યો પરંતુ હાથી તે જ સગિના મરી ગયો. ગ્રામીણલોકો ગભરાયા કે રાજાને હવે શું જવાબ આપીશું ? પરંતુ રોહકે તેમને શીખડાવ્યું એ જ રીતે ગ્રામીણવાસીઓએ રાજાને કહ્યું - હે નરદેવ ! આજ હાથી ઊઠતો નથી, બેસતો નથી, ખાતો નથી, પીતો નથી, શ્વાસ લેતો નથી. કોઈપણ પ્રકારની ચેષ્ટા પણ કરતો નથી. અર્ધ સતથી એકદમ નિષ્ક્રિય પડ્યો છે. - રાજાએ કુપિત થઈને કહ્યું - તો શું હાથી મરી ગયો ? ગ્રામીણ લોકોએ કહ્યું - પ્રભુ એમ અમે શી રીતે કહી શકીએ ? એવું તો આપ જ કહી શકો છો. રાજા રોહકની ચતુરાઈ પર બહુ જ ખુશ થયા. ગ્રામવાસીઓ પોતાના જાન બચાવીને સહર્ષ પોત પોતાના ઘરે ગયા. ધન્ય છે એહકની ઔપાતિક બુદ્ધિને ! (૮) ગડક્વા - એકવાર રાજાએ રોહકની પરીક્ષા કરવા માટે ગ્રામીણ લોકોને એક સંદેશો મોકલ્યો કે તમારા ગામમાં સુસ્વાદુ-શીતલ, પથ્ય જળતી પૂર્ણ ભરેલ કૂવો છે તેને જેમ બને તેમ જલ્દીથી જલ્દી અમારે ત્યાં મોકલી દો, નહી મોકલો તો તેમને દંડ દેવામાં આવશે. સજાનો આ આદેશ સાંભળીને લોકો ચિંતાગ્રસ્ત બનીને રોહકની પાસે ગયા અને તેનો ઉપાય પૂછયો. બીજું તો ઠીક કૂવો કોઈ દિવસ ચાલીને બીજે ગામ જતો. હશે ? હે બુદ્ધિમાન ! આનો ઉપાય આપ જ બતાવી શકશો. ૯૬ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન રોહકે કહ્યું – રાજાની પાસે જઈને એમ કહો કે અમારો ગામડાનો કૂવો સ્વભાવથી જ ડસ્પોક છે. એ એકલો ક્યાં ય જતો નથી. કોઈના પર તેને વિશ્વાસ આવતો નથી. માટે આપ ત્યાંના એક કૂવાને મોકલો, જેથી તેની સાથે અમારો કૂવો ત્યાં આવી જશે. રોહકના કહેવા મુજબ ગ્રામીણ લોકોએ રાજાને જઈને વાત કરી કે અમારો કવો એક્કો નહીં આવે, ત્યાંથી તમારા એક કૂવાને મોકલો તો તેની સાથે અમારો કૂવો આવી જશે. રોહકની બુદ્ધિ પર રાજા પ્રસન્ન થઈ ગયા. (૯) વન-ખંડ :- થોડા દિવસો વ્યતીત થયા પછી રાજાએ ગ્રામીણ લોકોને સંદેશો કહેવડાવ્યો કે તમારા ગામમાં પૂર્વ દિશામાં જે વનખંડ છે તેને પશ્ચિમ દિશામાં કરી દો. ગ્રામીણ લોકો ચિંતામગ્ન બનીને રોહકની પાસે ગયા અને રાજાના આદેશની વાત કરી. રોહકે ઔપાતિક બુદ્ધિ વડે કહ્યું - મહારાજને જઈને કહો કે આપ આ ગામને જ પૂર્વ દિશામાં વસાવી દો એટલે અમારું વનખંડ આપોઆપ પશ્ચિમ દિશામાં આવી જશે.. ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ મહારાજાને કહ્યું - આપ આ નગરને પૂર્વ દિશામાં વસાવી દો એટલે અમારું વનખંડ સ્વયં પશ્ચિમ દિશામાં આવી જશે. રાજાએ કહ્યું - આ કોની બુદ્ધિનો ચમકાર છે ? ગ્રામવાસીઓએ કહ્યું - રોહકની બુદ્ધિનો ચમકાર છે. રાજન રોહકની બુદ્ધિ પર અત્યંત ખુશ થયા. (૧૦) પારસ :- એક દિવસ રાજાએ અચાનક નટ લોકોને આજ્ઞા કરી કે તમે લોકો અગ્નિ વિના ખીર પકાવીને અહીં મોકલી દો. નટ લોકો ફરી હેરાન થઈ ગયા. સજા જે જે આજ્ઞા કરે છે તે વાત આપણી બુદ્ધિમાં આવતી નથી. તેઓ તરત જ રોહક પાસે ગયા. રોહકે પોતાની પાતિક બુદ્ધિ દ્વારા તરત જ ઉપાય બતાવ્યો કે તમે પહેલા ચોખાને પાણીમાં પલાળી દો. એકદમ નરમ થઈ જાય પછી એ ચોખાને દૂધથી ભરેલી દેગડીમાં નાખી દો. એમાં થોડીક સાકર નાંખી દો, પછી એ દેગડીને ચૂનાના ઢગલા પર રાખી દો. ચૂનાના ઢગલામાં થોડુંક પાણી નાંખી દો જેથી ચૂનો ગરમ થઈ જશે. ચૂનાની તીવ્ર ગરમીથી ખીર પાકી જશે, પછી રાજાને જઈને દઈ આવજો. ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ ખીર પકાવીને તે દેગડી રાજાને પહોંચાડી દીધી અને અગ્નિ વગર ખીર કેવી રીતે તૈયાર કરી તે વાત રાજાને કહી સંભળાવી. સજા રોહકની અલૌકિક બુદ્ધિનો ચમકાર સાંભળીને આનંદ વિભોર બની ગયા. (૧૧) અતિગ - થોડા દિવસ પછી રાજાએ રોહકને પોતાની પાસે બોલાવવા માટે માણસોને મોકલ્યા અને તેની શર્તા કહેવડાવી. શેહક જ્યારે મારી પાસે આવે ત્યારે શુક્લ પક્ષમાં ન આવે, કૃષ્ણપક્ષમાં ન આવે, દિવસના ના આવે, સગિના ને આવે, છાયામાં ન આવે, તડકામાં ન આવે, આકાશમાર્ગથી ન આવે, ભૂમિ પર

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122