Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 64
________________ સૂત્ર-૬૭ થી ૧૦૦ ૧૦૯ ન્યાયાધીશે પ્રથમ કર્મચારીઓને કહ્યું – તમે આ બન્ને સ્ત્રીઓના ઘરે જઈને તેની સંપત્તિનો સરખો ભાગ પાડી દો પછી આ બાળકને છરીથી કાપીને બન્નેને અર્પો અધ આપી દો. ન્યાયાધીશનો આ આદેશ સાંભળીને એક સ્ત્રી મૌન રહી પરંતુ બીજી સ્ત્રીનું હૃદય વિંધાઈ ગયું. તેણીએ કકળતા હૃદયે કહ્યું - સાહેબ આ બાળક પેલી સ્ત્રીનો છે તેને આપી દો મારા ધણીની બધી સંપત્તિ પણ તેને આપી દો. હું દદ્ધિ રહીશ પણ આ બાળકને જીવિત જોઈને આનંદપૂર્વક દિવસો વ્યતીત કરીશ. ન્યાયાધીશે પેલી સ્ત્રીનું દુઃખિત હૃદય જોઈને જાણી લીધું કે બાળકની અસલી માતા આ જ છે, માટે તે ધનસંપત્તિ જતી કરીને પણ પોતાના બાળકને જીવિત રાખવા ઈચ્છે છે. પછી ન્યાયાધીશ દીકરો તથા વ્યાપારીની સંપત્તિ બધી અસલી માતાને સુપ્રત કરી અને વંધ્યા સ્ત્રીને તેની ધૂર્તતા માટે કાંઈ આપ્યું નહીં. આ છે ન્યાયાધીશની ત્પાતિક બુદ્ધિનું ઉદાહરણ. (૧૮) મધપૂડો - એક ગામમાં એક વણકર રહેતો હતો. તેની પત્નીનું આયરણ સારું ન હતું. એક વખત વણકર કોઈ અન્ય ગામ ગયો, પાછળથી તેની પત્નીએ કોઈ અન્ય પુરુષની સાથે ખોટો સંબંધ બાંધી દીધો. પની અન્ય પુરુષની સાથે જ્યાં ગઈ હતી ત્યાં તેણે જાળ બિછાવેલા વૃક્ષની મધ્યમાં એક મધપૂડો જોયો પરંતુ તેના તરફ તેણીએ બહુ ધ્યાન આપ્યું નહીં અને તે પોતાના ઘરે ચાલી ગઈ. તેનો પતિ પણ બહારગામથી ઘરે આવી ગયો હતો. એકવાર વણકર મધ લેવા માટે બજારમાં જતો હતો પણ તેની પત્નીએ કહ્યું - તમે મધ લેવા બજારમાં શા માટે જાઓ છો ? મેં આ બાજુમાં રહેલી વૃક્ષની સઘના ઝાડીમાં એક મોટો મધપૂડો જોયો છે, ચાલો તમને બતાવું. એમ કહીને તેણી પોતાના પતિને પેલા જાળ બિછાવેલા વૃક્ષની પાસે લઈ ગઈ પણ ત્યાં તેને મધપૂડો દેખાયો નહીં તેથી તે સઘન વૃક્ષની ઝાડીમાં તેના પતિને લઈ ગઈ, આગલા દિવસે જયાં તેણીએ અનાચારનું સેવન કર્યું હતું ત્યાં મોટો મધપૂડો હતો. પતિએ તેની ઔપાતિક બુદ્ધિથી જાણી લીધું કે મારી પત્ની આ સ્થાન પર નિરર્થક અહીં આવી ન શકે નિશ્ચય તે કોઈ અન્ય પુરુષ સાથે દુરાચાનું સેવન કરતી હશે. ' (૧૯) મુદ્રાઓ :- કોઈ એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે સત્યવાદી હતો. જનતામાં એવી છાપ હતી કે આ પુરોહિતને ત્યાં થાપણ રાખવામાં આવે તો તે ગમે તેટલો સમય વ્યતીત થઈ ગયો હોય તો પણ પાછી આપે છે. આ વાત સાંભળીને એક ગરીબ ભીખારી પોતાની હજાર સોનામહોર એક વાંસળીમાં ભરીને પુરોહિતના ઘરે આવ્યો અને તેણે પુરોહિતને પોતાની થાપણ સાચવવાનું કહ્યું. પુરોહિતે તે વાંસળીને સાચવીને મૂકી દીધી. ભીખારી ત્યાંથી દેશાંતર ચાલ્યો ગયો. ઘણો સમય વ્યતીત થવા પર તે ગરીબ ભિખારી પોતાના સ્વઘરે આવ્યો અને પુરોહિત પાસે પોતાની થાપણ લેવા ગયો. પરંતુ પુરોહિતે કહ્યું - હું તારી વાંસળી વિષે કંઈ જાણતો નથી. તું કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? તારી થાપણ મારે ત્યાં છે જ નહીં, એમ કહીને ભીખારીને ત્યાંથી તેણે ૧૧૦ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સ્વાના કર્યો. ભિખારીને પોતાની સંપત્તિ ન મળવાથી તે પાગલ બની ગયો. ગામમાં તે ચારે બાજુ ફરતાં ફરતાં બોલ્યા કરતો હતો કે “હજાર સોનામહોરની વાંસળી.” વારંવાર આ શબ્દનો જ ઉચ્ચાર કરતો હતો. એક દિવસ તે ગરીબે મંત્રીને રસ્તામાં જતાં જોયા અને કહ્યું - પુરોહિતજી મારી હજાર રૂપિયાની વાંસળી તમારે ત્યાં થાપણ રૂપે રાખી છે તે પાછી આપોને ? આ વાત સાંભળીને મંત્રીને દયા આવી, તેણે પેલા ભિખારીની વાત રાજાને કરી. રાજાએ પુરોહિતને બોલાવીને કહ્યું – પેલા ભિખારીની થાપણ તું પાછી આપી દે. પુરોહિતે કહ્યું - મારા ઘરે ભિખારીની થાપણ છે જ નહીં. એમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. પછી રાજાએ ભિખારીને એકાંતમાં બોલાવ્યો અને કહ્યું - તેં થાપણ ખરેખર પુરોહિતને ત્યાં રાખી છે ? ભિખારીએ દિવસ, તિથિ, મુહૂર્ત, ચોઘડીયું તેમજ સાથીદારોની હાજરી વગેરે બતાવ્યું. એક દિવસે રાજાએ ફરી પુરોહિતને બોલાવ્યો. રાજા તેની સાથે રમત ગમતમાં મગ્ન બની ગયા પછી રમતાં રમતાં એક બીજાએ વીંટી બદલાવી લીધી. પછી પોતાના ગુપ્તચરને રાજાએ કહ્યું – તમે આ વીંટી લઈને પુરોહિતના ઘેર જાઓ અને તેની પત્નીને પુરોહિતની વીંટી બતાવીને કહો કે પુરોહિત મને પેલા ભિખારીની એક હજાર સોનામહોરની વાંસળી આપવાનું કહ્યું છે. વીંટીની સાક્ષી જોઈને પુરોહિતની પત્નીએ પેલા ભિખારીની થાપણ રાજાના કર્મચારીઓને આપી દીધી. કર્મચારીઓએ રાજાને ભિખારીની વાંસળી આપીને સર્વ વૃત્તાંત કહ્યો. રાજાએ ઘણી વાંસળીની વચ્ચે પેલા ભિખારીની વાંસળી પણ રાખી દીધી. રાજાએ પુરોહિત તથા ભિખારી બોને પોતાની બેઠકમાં બેસાડ્યા. ભિખારી વાંસળીના ઢગલામાં પોતાની વાંસળીને જોઈને અત્યંત ખુશ થયો. પછી રાજાને તેણે કહ્યું - મહારાજ ! આ આકૃતિવાળી મારી વાંસળી છે. રાજાએ પ્રેમથી તેની વાંસળી તેને આપી દીધી. વાંસળી મળી જવાથી ભિખારીનું પાગલપણું ચાલ્યું ગયું. રાજાએ પોતાની પાતિક બુદ્ધિ વડે પુરોહિત પાસેથી થાપણ મેળવીને પુરોહિતને યથા યોગ્ય દંડ આપ્યો. (૨૦) અંક - એક વખત કોઈ માણસે એક શાહુકાને એક હજાર રૂપિયાની વાંસળી થાપણ રૂપે આપી. પછી તે દેશાંતર ફરવા ગયો. તેના ગયા પછી શાહુકારે વાંસળી નીચે એક કાણું કરીને હજાર રૂપિયા કાઢી લીધા તેમાં ખોટા રૂપિયા ભરીને તેણે વાંસળીની સિલાઈ કરી લીધી. થોડા સમય પછી વાંસળીનો માલિક પોતાના ઘરે આવીને શાહુકાર પાસે વાંસળી લેવા ગયો. શાહકારે તેની વાંસળી આપી દીધી. તે લઈને વાંસળીનો માલિક પોતાના ઘરે ગયો. ત્યાં જઈને જોયું તો વાંસળીમાંથી ખોટા રૂપિયા નીકળ્યાં. જો જોઈને પેલો માણસ ગભરાયો. પછી તે ન્યાયાધીશ પાસે ગયો અને વાંસળી માંહેના ખોટા રૂપિયા વિષેની વાત કરી. - ન્યાયાધીશે તેને પૂછયું- તારી વાંસળીમાં કેટલા રૂપિયા હતા. તેણે કહ્યું એક હજાર હતાં. ન્યાયાધીશે ખોટા રૂપિયા તેમાંથી કાઢીને સાચા રૂપિયા ભય પણ પાંચ

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122