Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 50
________________ સૂત્ર-૮૬ થાય છે, માટે તે તેનાથી સંખ્યાત ગુણા છે. સ્ત્રી આદિથી (પૃથક્ પૃથક્ વિજયોમાં અને અધોલોકમાં) ૨૦ સિદ્ધ થાય છે માટે તે તેનાથી સંખ્યાતગુણા છે. તેનાથી ૧૦૮ સિદ્ધ થનારા સંખ્યાતગુણા અધિક છે. • સૂત્ર-૮૭ : પ્રશ્ન - અનંતર સિદ્ધ કેવળજ્ઞાનના કેટલા ભેદ છે ? ૮૧ ઉત્તર :- અનંતર સિદ્ધ કેવળજ્ઞાનના પંદર ભેદ છે, જેમકે – (૧) તીથસિદ્ધ (૨) અતીથીસિદ્ધ (૩) તીર્થંકરસિદ્ધ (૪) અતીર્થંકરસિદ્ધ (૫) સ્વયંબુદ્ધસિદ્ધ (૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ (૭) બુદ્ધબોધિતસિદ્ધ (૮) સ્ત્રીલિંગસિદ્ધ (૯) પુરુષલિંગસિદ્ધ (૧૦) નપુંસકલિંગસિદ્ધ (૧૧) સ્વલિંગસિદ્ધ (૧૨) અન્યલિંગસિદ્ધ (૧૩) ગૃહસ્થલિંગસિદ્ધ (૧૪) એકસિદ્ધ (૧૫) અનેકસિદ્ધ. આ રીતે અનંતરસિદ્ધ કેવળજ્ઞાનના પંદર પ્રકાર છે. • વિવેચન-૮૭ : જે આત્માઓને સિદ્ધ થયાને એક જ સમય થયો હોય તેને અનંતર સિદ્ધ કહેવાય છે – અનંતરસિદ્ધ કેવળજ્ઞાની ભવોપાધિ (ભવ સંબંધી) ભેદથી પંદર પ્રકારે કહેલ છે. (૧) તીર્થસિદ્ધ :- જેના દ્વારા સંસાર તરી શકાય તેને તીર્થ કહેવાય છે. ચતુર્વિધ શ્રી સંઘનું નામ તીર્થ છે. તીર્થની સ્થાપના થયા પછી જે સિદ્ધ થાય છે, તેને તીર્થસિદ્ધ કહેવાય છે. તીર્થની સ્થાપના તીર્થંકર કરે છે. (૨) અતીર્થસિદ્ધ :- તીર્થની સ્થાપના થયા પહેલાં અથવા તીર્થ વ્યવચ્છેદ થયા બાદ, જે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરે છે તેને અતીર્થ સિદ્ધ કહેવાય છે. જેમકે – માતા મરુદેવીએ તીર્થની સ્થાપના થયા પહેલાં સિદ્ધગતિ પ્રાપ્ત કરી હતી. ભગવાન સુવિધિનાથથી લઈને શાંતિનાથ ભગવાનના શાસન સુધી વચ્ચેના આઠ તીર્થંકરો સુધી સાત અંતરોમાં તીર્થનો વ્યવચ્છેદ થયો હતો. તે સમયે જાતિ સ્મરણ આદિ જ્ઞાનથી જે અંતકૃતકેવળી થઈને સિદ્ધ થયેલ તેને પણ અતીર્થ સિદ્ધ કહેવાય છે. (૩) તીર્થંકરસિદ્ધ :- વિશ્વમાં લૌકિક તથા લોકોત્તર પદમાં તીર્થંકર પદ સર્વોપરિ છે. જે તીર્થંકર પદ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે તેને તીર્થંકર સિદ્ધ કહેવાય છે. (૪) અતીર્થંકરસિદ્ધ - તીર્થંકર સિવાય અન્ય જેટલા લૌકિક પદવીઘર, ચક્રવર્તી, બળદેવ, માંડલિક, સમ્રાટ અને લોકોત્તર આચાર્ય, ઉપાધ્યાય, ગણધર, અંતકૃત કેવળી અને સામાન્ય કેવળી થઈને જે જે સિદ્ધ થયા છે તેને અતીર્થંકર સિદ્ધ કહેાય છે. (૫) સ્વયંબુદ્ધસિદ્ધ :- જે બાહ્ય નિમિત વિના, કોઈનો ઉપદેશ અથવા પ્રવચન સાંભળ્યા વિના જ જાતિસ્મરણજ્ઞાન, અવધિજ્ઞાન દ્વારા સ્વયં વિષય કષાયથી વિરક્ત થઈ જાય, તેને સ્વયંબુદ્ધ કહેવાય છે અર્થાત્ જે સ્વયં બોધ પ્રાપ્ત કરે છે તેને સ્વયંબુદ્ધ કહેવાય છે. જે સ્વયંબુદ્ધ થઈને સિદ્ધ થાય તે સ્વયંબુદ્ધ સિદ્ધ કહેવાય છે. (૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધઃ- જે ઉપદેશ સાંભળ્યા વિના, બાહ્ય કોઈ પણ નિમિત્તથી 40/6 “નંદી” ચૂલિકાસૂમ - સાનુવાદ વિવેચન બોધ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય તેને પ્રત્યેક બુદ્ધ કહેવાય છે, જેમકે કરકંડુ, નમિરાજર્ષિ વગેરે. આવા પ્રત્યેક બુદ્ધ થઈને સિદ્ધ થાય તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધ કહેવાય છે. (૭) બુદ્ધબોધિતસિદ્ધ :- આચાર્ય આદિ દ્વારા પ્રતિબોધિત થઈને સિદ્ધ થાય તેને બુદ્ધબોધિત સિદ્ધ કહેવાય છે, જેમકે – ચંદનબાળા, જંબૂકુમાર તેમજ અતિમુક્તકુમાર વગેરે, ર - (૮) સ્ત્રીલિંગસિદ્ધ :- અહીં સ્ત્રીલિંગ શબ્દ સ્ત્રીત્વનું સૂચન કરે છે. તેના ત્રણ ભેદ છે – (૧) વેદ (૨) નિવૃત્તિ (૩) વેશ. વેદના ઉદયથી અને વેશથી મોક્ષ સંભવ નથી. કેવળ શરીર નિવૃત્તિથી જ સિદ્ધ થઈ શકે છે જે સ્ત્રી શરીથી મુક્ત બને છે તેને સ્ત્રીલિંગ સિદ્ધ કહેવાય છે. (૯) પુરુષલિંગસિદ્ધ :- પુરુષની આકૃતિમાં રહેતાં મોક્ષની પ્રાપ્તિ કરે તેને પુરુષલિંગસિદ્ધ કહેવાય છે. (૧૦) નપુંસકલિંગસિદ્ધ :- નપુંસક બે પ્રકારના છે. સ્ત્રી નપુંસક અને પુરુષ નપુંસક. એમાં પુરુષ નપુંસક સિદ્ધ થાય છે તેને નપુંસકલિંગ સિદ્ધ કહેવાય છે. (૧૧) સ્વલિંગસિદ્ધ સાધુની મુખવસ્તિકા, રજોહરણ આદિ જે શ્રમણ નિર્ણયોનો વેષ હોય તેને લિંગ કહેવાય છે. જે સ્વલિંગથી સિદ્ધ થાય તેને સ્વલિંગસિદ્ધ કહેવાય છે. (૧૨) અન્યલિંગસિદ્ધ :- જેનો બાહ્ય વેષ પરિવ્રાજકનો હોય પરંતુ આગમ અનુસાર ક્રિયા કરીને જે સિદ્ધ બને તેને અન્યલિંગસિદ્ધ કહેવાય છે. (૧૩) ગૃહસ્થલિંગસિદ્ધ - ગૃહસ્થ વેષથી મોક્ષ પ્રાપ્ત કરનારને ગૃહસ્થલિંગસિદ્ધ કહેવાય છે, જેમકે મરુદેવી માતા. = (૧૪) એકસિદ્ધ :- એક સમયમાં એક-એક સિદ્ધ થાય તેને એકસિદ્ધ કહેવાય છે. (૧૫) અનેકસિદ્ધ :- એક સમયમાં બે થી લઈને ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થનારને અનેકસિદ્ધ કહેવાય છે. • સૂત્ર-૮૮ : પ્રશ્ન :- તે પરંપરસિદ્ધ કેવળજ્ઞાનના કેટલા પ્રકાર છે ? ઉત્તર :- પરંપરસિદ્ધ કેવળજ્ઞાનના અનેક પ્રકાર છે, જેમકે અપથમરામયસિદ્ધ, અર્થાત્ પહેલા સમયને છોડી શેષ બધા સમયના સિદ્ધ, દ્વિસમયસિદ્ધ અર્થાત્ જૈનો સિદ્ધ થયાનો બીજો સમય છે. સમયસિદ્ધ, ચારસમયસિદ્ધ, આગળ વધતાં યાવત્ દસસમયસિદ્ધ, સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાતસમયસિદ્ધ અને અનંતસમયસિદ્ધ. આ પ્રમાણે પરંપરસિદ્ધ કેવળજ્ઞાનનું વર્ણન છે. તાત્પર્ય એ છે કે પરંપરિસદ્ધોના સૂત્રોક્ત ભેદોના અનુરૂપ જ કેવળજ્ઞાનના ભેદો થાય છે. આ પ્રકારે સિદ્ધ કેવળજ્ઞાનનું વર્ણન છે. • વિવેચન-૮૮ : કેવળજ્ઞાન અને સિદ્ધોના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની ભિન્નતા છે નહીં. -

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122