Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 48
________________ સૂત્ર-૮૬ તો પહેલા સમયમાં જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ બત્રીસ, આ જ ક્રમથી બીજા, બીજ, ચોથા, પાંચમા, છટ્ટા, સાતમા અને આઠમાં સમયમાં સમજવાનું. પછી નવમાં સમયમાં અવશ્ય અંતર પડે. જે 33થી લઈને ૪૮ પર્યત નિરંતર સિદ્ધ થાય તો સાત સમય પર્યત જ સિદ્ધ થાય, આઠમા સમયમાં અવશ્ય અંતર પડે જ. જો ૪૯ થી લઈને ૬0 પર્યત નિરંતર સિદ્ધ થાય તો છ સમય સધી સિદ્ધ થાય છે. સાતમા સમયમાંઅંતર પડે છે. જો ૬૧ થી લઈને કર પર્યત નિરંતર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટ પાંચ સમય સુધી જ સિદ્ધ થાય છે, પછી અવશ્ય વિરહ પડે છે. જો 9થી લઈને ૮૪ પર્યત સિદ્ધ થાય તો ચાર સમય સુધી સિદ્ધ થઈ શકે છે, પાંચમા સમયમાં અવશ્ય અંતર પડે. જો ૮૫થી લઈને ૯૬ સુધી સિદ્ધ થાય તો ત્રણ સમય પર્યત થાય છે પછી અવશ્ય અંતર પડે. જે ૯૭થી લઈને ૧૦૨ સિદ્ધ થાય તો બે સમય સુધી થાય છે પછી અવશ્ય અંતર પડે છે. જે પહેલા સમયમાં જ ૧૦૩ થી ૧૦૮ સિદ્ધ થાય તો બીજા સમયમાં અવશ્ય અંતર પડે છે. (૧૪) સંગાદ્વાર - એક સમયમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય છે. (૧૫) અભબહુdદ્વાર :- પૂર્વોક્ત પ્રમાણે જાણવો. (3) ક્ષેત્રદ્વાર : માનુષોત્તર પર્વત જે કુંડલાકારે છે તેની અંતર્ગત અઢીદ્વીપ, લવણ અને કાલોદધિ સમુદ્ર છે, કોઈ પણ જીવ સિદ્ધ થાય છે તે ઉપર્યુક્ત દ્વીપ અને સમુદ્રથી જ થાય છે. અઢીદ્વીપની બહાર જંઘાવરણ અને વિધાચરણ લબ્ધિથી જઈ શકાય છે પરંતુ ત્યાં રહેનાર જીવ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ શકતા નથી. જ્યકક્ષેણી વિના કેવળજ્ઞાન થઈ શકે નહીં અને કેવળજ્ઞાન વિના સિદ્ધગતિ પ્રાપ્ત થાય નહીં. અહીં પણ પંદર ઉપદ્વાર પહેલાની જેમ સમજવા. (૪) સ્પર્શનાદ્વાર : જે કોઈ સિદ્ધ થયા છે, થઈ રહ્યા છે અને ભવિષ્યમાં થશે તે દરેક આત્મપદેશોથી પરસ્પર મળેલા છે, જ્યાં એક છે ત્યાં અનંત છે, પ્રદેશોથી તે એકબીજા સાથે રહે છે. જેમ હજારો અને લાખો દીવાનો પ્રકાશ એકીભૂત હોવાથી એકબીજાને બાધારૂપ થતો નથી એ જ રીતે સિદ્ધોના વિષયમાં પણ સમજવું. અહીં પણ પંદર ઉપદ્વાર પહેલાંની જેમ સમજવા. (૫) કાલદ્વાર : જે કોનોથી એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય છે ત્યાં અંતર હિત આઠ સમય સુધી સિદ્ધ થાય છે. જે ક્ષેત્રમાં ૧૦ અથવા ૨૦ સિદ્ધ થાય છે ત્યાં ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. જે ક્ષેત્રમાં ૨, ૩, ૪ સિદ્ધ થાય છે ત્યાં બે સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. ગાદિ ઉપહાસ્ય વર્ણન આ પ્રમાણે છે. (૧) ક્ષેત્રદ્વાર - એક સમયમાં ૧૫ કર્મભૂમિમાં ૧૦૮ ઉત્કૃષ્ટ સિદ્ધ થઈ શકે છે. ત્યાં અંતર હિત આઠ સમય સુધી સિદ્ધ થાય છે. કર્મભૂમિ તથા અપોલોકમાં “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ચાર સમય સધી, નંદનવન, પંડકવન અને લવણ સમુદ્રમાં નિરંતર બે સમય સુધી અને ઉર્વલોકમાં નિરંતર ચાર સમય સુધી સિદ્ધ થઈ શકે છે. (૨) કાળદ્વાર - પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણીના ત્રીજા અને ચોથા આરામાં નિરંતર આઠ સમય સુધી અને શેષ આરામાં ચાર-ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થઈ શકે છે. (૩) ગતિદ્વાર :- દેવગતિથી આવેલ ઉત્કૃષ્ટ આઠ સમય સુધી શેષ ત્રણ ગતિમાંથી આવેલ ચાર-ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થઈ શકે છે. (૪) વેદદ્વાર :- જે પૂર્વ જન્મમાં પુરુષ હતા અને આ જન્મમાં પણ પુરુષ હોય તે ઉત્કૃષ્ટ આઠ સમય સુધી અને શેષ ભાંગાવાળા ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. (૫) તીર્થદ્વાર :- કોઈ પણ તીર્થંકરના શાસનમાં ઉત્કૃષ્ટ આઠ સમય સુધી અને પુરુષ તીર્થકર તથા સ્ત્રી તીર્થકર નિરંતર બે સમય સુધી સિદ્ધ થઈ શકે છે, અધિક નહીં (૬) લિંગદ્વાર :- સ્વલિંગમાં આઠ સમય સુધી, અન્ય લિંગમાં ચાર સમય સુધી, ગૃહલિંગમાં નિરંતર બે સમય સુધી સિદ્ધ થાય છે. (9) ચાસ્ત્રિદ્વાર :- જેઓએ ક્રમશઃ પાંચે યાત્રિનું પાલન કર્યું હોય તેઓ ચાર સમય સુધી, શેષ ગણ અથવા ચાર ચાસ્ત્રિધારી ઉત્કૃષ્ટ આઠ સમય સુધી લગાતાર સિદ્ધ થઈ શકે છે. (૮) બુદ્ધદ્વાર :- બુદ્ધબોધિત આઠ સમય સુધી, સ્વયંભુદ્ધ બે સમય સુધી, સામાન્ય સાધુ અથવા સાધ્વી દ્વારા પ્રતિબદ્ધ થયેલ ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. (૯) જ્ઞાનદ્વાર :- પ્રથમ બે જ્ઞાનથી (મતિ-શ્રત) કેવળી થયેલ બે સમય સુધી, મતિ, શ્રુત ને મન પર્યવજ્ઞાનચી કેવળી થયેલ ચાર સમય સુધી તથા મતિ, શ્રુત, અવધિજ્ઞાની અને ચારે જ્ઞાનપૂર્વક કેવળી થયેલ આઠ સમય સુધી સિદ્ધ થાય છે. (૧૦) અવગાહના દ્વાર :- ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે સમય સુધી, મધ્યમ અવગાહનાવાળા નિરંતર આઠ સમય સુધી, જઘન્ય અવગાહનાવાળા બે સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. (૧૧) ઉત્કૃષ્ટદ્વાર : અપતિપાતિ સમયવી બે સમય સુધી, સંખ્યાત અને અસંખ્યાત કાળ સુધીના પ્રતિપાતિ ઉત્કૃષ્ટ ચાર સમય સુધી, અનંતકાળ પ્રતિપાતિ સમ્યકત્વી ઉત્કૃષ્ટ આઠ સમય સુધી સિદ્ધ થઈ શકે છે. નોંધ - શેષ ચાર ઉપહાર ઘટિત થતા નથી. (૬) અંતરદ્વાર : જેટલા સમય સુધી એક પણ જીવ સિદ્ધ ન થાય એટલે સમયના અંતરાલ કાળને વિરહકાળ કહેવાય છે. એ વિરહકાળ અહીં વિભિન્ન દ્વારોથી બતાવેલ છે.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122