Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 53
________________ સૂઝ-63 આભિનિબોધિક શબ્દનો પ્રયોગ ફક્ત જ્ઞાન માટે જ કરેલ છે. શબ્દ સાંભળીને વાપ્ય પદાર્થનું જે જ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન કહેવાય છે. આ બન્નેનો પરસ્પર અવિનાભાવ સંબંધ છે અર્થાત એ બન્ને એકબીજા વગર રહી શકતા નથી. જેમકે તૈજસ અને કામણ શરીર સદા સાથે જ રહે છે.. શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે પરંતુ શ્રુતપૂર્વક મતિ હોતી નથી. જેમ વચમાં તાણા અને વાણા સાથે જ હોય છે તો પણ તાણાને પહેલા ગોઠવાય છે. તાણા વ્યવસ્થિત થાય પછી જ વાણા કામ લાગે છે. વસ્ત્રમાં જ્યાં વાણા હોય છે ત્યાં વાણાં પણ હોય છે અને જ્યાં વાણા હોય છે ત્યાં તાણા પણ હોય જ છે. તાત્પર્ય એ છે કે લબ્ધિરૂપે મતિ અને શ્રુત બન્ને સહચર છે. ઉપયોગરૂપે પ્રથમ મતિપૂર્વક જ શ્રુતનો વ્યાપાર થાય છે. તાત્પર્ય એ છે કે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં કે ઉપયોગમાં મતિની આવશ્યકતા હોય છે અર્થાત્ મતિજ્ઞાનની સહાયતા જરૂરી છે, જ્યારે મતિજ્ઞાનના ઉપયોગમાં શ્રુતજ્ઞાનની સહાયકતા હોવી જરૂરી નથી. ક્યારેક મતિપયોગમાં કે ઉપલબ્ધિમાં શ્રુતની સહાયતાની જરૂર પડે ને ક્યારેક ન પણ પડે. • સૂત્ર-૯૪ - વિશેષતા રહિત સામાન્ય રૂપે મતિ-મતિજ્ઞાન અને મતિજ્ઞાન ભણે પ્રકારે છે પરંતુ વિશેષરૂપે સમ્યગૃtષ્ટિની મતિ તે મતિજ્ઞાન અને મિચ્છાષ્ટિની મતિ તે મતિ અજ્ઞાન છે. એ જ રીતે વિશેષતા રતિ શુત-ચુતજ્ઞાન અને શ્રુતજ્ઞાન બન્ને પ્રકારે છે. વિશેષતા પ્રાપ્ત સમ્યગૃષ્ટિનું ચુત એ શ્રુતજ્ઞાન છે અને મિશ્રાદષ્ટિનું શુત એ શ્રુતજ્ઞાન છે. • વિવેચન-૯૪ : આ સૂત્રમાં સૂત્રકારે સામાન્ય, વિશેષ, જ્ઞાન, અજ્ઞાન અને સમ્યગુર્દષ્ટિ તેમજ મિથ્યાષ્ટિ વિષે ઉલ્લેખ કરેલ છે, જેમકે - સામાન્ય રૂપે મતિ શબ્દનો જ્ઞાન અને અજ્ઞાન બન્નેમાં પ્રયોગ કરેલ છે. સામાન્યનું આ લક્ષણ છે - જેમકે કોઈએ ફળ શબ્દ કહ્યો, ફળમાં દરેક ફળોનો સમાવેશ થાય છે. કોઈએ દ્રવ્ય શબ્દ કહ્યો તો દ્રવ્યમાં દરેક દ્રવ્યનો સમાવેશ થાય છે. કોઈએ મનુષ્ય શબ્દ કહ્યો તો મનુષ્યમાં દરેક મનુષ્યનો સમાવેશ થાય છે પરંતુ આમફળ, જીવદ્રવ્ય, મુનિવર એમ કહેવાથી વિશેષનું ગ્રહણ થાય છે. એ જ રીતે સ્વામી વિના મતિ શબ્દ જ્ઞાન અને અજ્ઞાન બન્ને માટે પ્રયુક્ત થાય છે પરંતુ જ્યારે વિશેષરૂપે ગ્રહણ કરાય છે ત્યારે સમ્યગુર્દષ્ટિની મતિને મતિજ્ઞાન કહેવાય છે. મિથ્યાર્દષ્ટિની મતિને મતિ અજ્ઞાન કહેવાય છે. કેમ કે સમ્યગદષ્ટિ સ્યાદ્વાદ, અનેકાંતવાદ, પ્રમાણ અને નયની અપેક્ષાએ પ્રત્યેક પદાર્થના સ્વરૂપનું નિરીક્ષણ કરીને સત્યાંશને ગ્રહણ કરે છે અને અસત્યાંશનો પરિત્યાગ કરે છે. સમ્યગદષ્ટિની મતિ આત્મોત્થાન અને પરોપકાર તરફ પ્રવૃત હોય છે ત્યારે મિથ્યાદેષ્ટિની મતિ અનંતધમત્મિક વસ્તુમાં એક ધર્મના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, શેષનો નિષેધ કરે છે અથવા કોઈનો સ્વીકાર કરે, કોઈનો નિષેધ કરે. સામાન્યતયા શ્રત પણ જ્ઞાન અને અજ્ઞાન બન્ને પ્રકારનું હોય છે. વિશેષરૂપે “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જો શ્રતના સ્વામી સમ્યગ્દષ્ટિ હોય તો તેનું શ્રત, શ્રુતજ્ઞાન કહેવાય છે અને જો શ્રતના સ્વામી મિથ્યાર્દષ્ટિ હોય તો તેનું શ્રત, શ્રુત અજ્ઞાન કહેવાય છે. સમ્યગ્દષ્ટિનું શ્રુત આત્મકલ્યાણ અને પરોન્નતિમાં પ્રવૃત્ત હોય છે. મિથ્યાષ્ટિનું શ્રુત આત્મપતન અને પરાવનતિમાં પ્રવૃત હોય છે. સમ્યગૃષ્ટિ પોતાના શ્રુતજ્ઞાન દ્વારા મિથ્યાશ્રુતને પણ સમ્યગુશ્રત રૂપે પરિણત કરી દે છે અને મિથ્યાદષ્ટિ સભ્યશ્રતને પણ મિથ્યાશ્રત રૂપે પરિણત કરી દે છે. તે મિથ્યાશ્રુત દ્વારા સંસાર ચક્રમાં પરિભ્રમણ કરાવનારી સામગ્રીને એકઠી કરે છે. સારાંશ એ છે કે જ્ઞાનનું ફળ અજ્ઞાનની નિવૃત્તિ છે. સમ્યગૃષ્ટિ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ તેમજ નિર્વાણ પદની પ્રાપ્તિ કરી શકે છે. સમ્યગુષ્ટિ જીવની બુદ્ધિ અને તેનું શબ્દજ્ઞાન અને માર્ગદર્શક હોય છે ત્યારે મિથ્યાર્દષ્ટિની મતિ અને તેનું શબ્દજ્ઞાન બન્ને વિવાદ, વિકથા, જીવનભ્રષ્ટ, પથભ્રષ્ટ તેમજ પતનનું કારણ બને છે તેમજ સ્વ અને પર બન્નેનું તે અહિત કરે છે. પ્રશ્ન :- જો મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન બન્ને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે તો બન્નેમાં સમ્યક્ અને મિથ્યાનો ભેદ કયા કારણથી કહેલ છે ? ઉત્તર :- જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ જ્ઞાન મિથ્યાવમોહનીયના ઉદયથી મિથ્યા બની જાય છે. • સૂત્ર-૯૫,૬૬ - [ભ્ય અભિનિબૌધિક જ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર :- આભિનિભોવિક જ્ઞાનના બે પ્રકાર છે, જેમકે - (૧) કૃતનિશ્ચિત () અકૃતનિશ્ચિત. પ્રશ્ન :- અશ્રુત નિશ્ચિતના કેટલા પ્રકાર છે ? ઉત્તર + અશ્રુત નિશ્ચિતના ચાર પ્રકાર છે, જેમકે - [૬] (૧) ઔાતિની () વૈનાયિકી (૩) કર્મા (૪) પરિણામિકી. આ ચાર પ્રકારની બુદ્ધિ શાસ્ત્રકારોએ બતાવી છે. પાંચમો ભેદ ઉપલબ્ધ નથી એટલે હોતો જ નથી. • વિવેચન-૫,૯૬ : આ સૂત્રમાં આભિનિબોધિક જ્ઞાનને બે હિસ્સામાં વિભકત કરેલ છે. એક મૃતનિશ્રિત અને બીજું અમૃતનિશ્રિત. જે શ્રુતજ્ઞાનથી સંબંધિત મતિજ્ઞાન છે તેને મૃતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે અને જે તથાવિધ ક્ષયોપશમ ભાવથી ઉત્પન્ન થાય છે તેને અશ્રતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. આ વિષયમાં ભાષ્યકાર લખે છે કે પહેલા કૃતનિશ્રિત મતિજ્ઞાનનું વર્ણન કરવું જોઈએ તો પણ સૂચીકટક ન્યાયથી અમૃતનિશ્રિત મતિજ્ઞાનનું વર્ણન પહેલા પ્રકારે કરેલ છે અથતુ તે અપાર છે માટે તેને પ્રથમ કહેલ છે. તેના ચાર ભેદ છે – (૧) ઔત્પાતિકી :- ક્ષયોપશમ ભાવના કારણે શાસ્ત્ર અભ્યાસ વિના સંહસા જેની ઉત્પત્તિ થાય, જેનાથી એટલી સુંદર યુક્તિ સૂછે કે તેના સમાધાનથી પ્રHકારને

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122