Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 37
________________ સૂમ-૬૩ પ૬ સ્વરૂપ બતાવેલ છે. જેમ અગ્નિકુંડનું પ્રકાશ ક્ષેત્ર એક સ્થાન પર સ્થિર રહે છે તેમ આ અવધિજ્ઞાનનું જ્ઞાનોત્ર ત્યાં જ સ્થિર રહે છે. જેમ તે અગ્નિકુંડમાં પ્રકાશિત ક્ષેત્રમાં રહીને અથવા ત્યાં આવીને વ્યક્તિ ત્યાં રહેલા પ્રકાશિત પદાર્થોને દેખી શકે છે તેમ અનાનુગામિક અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત તે સ્થિર ક્ષેત્રમાં રહીને કે આવીને તે આત્મા ત્યાં રહેલા પદાર્થોને જાણી શકે છે, જોઈ શકે છે. સંવદ્વાન યા મર્યવાન વા :- જેમ જાળીમાંથી પ્રકાશ બહાર પડે તે પ્રકાશની વચ્ચે વચ્ચે અંધકાર હોય છે તેમ અવધિજ્ઞાનથી પ્રકાશિત થનાર ક્ષેત્ર પણ જળી રૂપે અંતરાળવાળું થઈ શકે છે અને વગર અંતરાળવાળું પણ થઈ શકે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાથી એમ થઈ શકે છે. સંલગ્ન હોય તેને સંબદ્ધ કહેવાય છે અને અસંલગ્ન હોય તેને અસંબદ્ધ કહેવાય છે. એને વ્યવધાનવાળું અને અવ્યવધાનવાળું અવધિજ્ઞાન પણ કહી શકાય છે. • સૂત્ર-૬૪ - પ્રશ્ન :- વર્ધમાન અવધિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- પ્રશસ્ત અધ્યવસાયસ્થાનો આથતિ વિચારોમાં રહેનાર અને સંયમભાવમાં રહેનાર આત્માના અધ્યવસાયોની વિશુદ્ધિ થતાં અને ચા»િ પરિણામોની પણ વિશુદ્ધિ થતાં તેના અવધિજ્ઞાનની સર્વ દિશાઓમાં, ચારે બાજુ વૃદ્ધિ થાય છે. • વિવેચન-૬૪ : જે અવધિજ્ઞાનીના આત્મ-પરિણામ વિશુદ્ધથી વિશુદ્ધતર થતા જાય તેનું અવધિજ્ઞાન પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય છે. વર્ધમાન અવધિજ્ઞાન સમ્યગુર્દષ્ટિ દેશવિરતિ અને સર્વવિરતિને હોય છે. પરંતુ અહીં સૂકારે સર્વવિરતિની જ પ્રમુખતાએ ગ્રહણ કરેલ છે કારણ કે પરિણામોની તથા ચારિત્રની વિશુદ્ધિ આ જ્ઞાનમાં અનિવાર્ય છે. મૂળપાઠમાં પહેલાં બે શબ્દોમાં પ્રશસ્ત અધ્યવસાયો અને ચારિત્રની ઉપસ્થિતિ આવશ્યકરૂપે સ્વીકાર કરેલ છે. પછીના બે શબ્દોમાં તે અધ્યવસાયો અને ચારિત્ર પરિણામોની વિશેષ વિશુદ્ધ સ્વીકારેલી છે. આ ચાર વિશેષણોથી સંપન્ન વ્યકિતને ચોતરફ અવધિજ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે. સૂગ-૬૫ - સૂમ નિગોદમાં જન્મ ગ્રહણ કર્યાનિ ત્રણ સમય થયા હોય અને જે જીવ આહારક બની ગયા હોય એવા સમયે તે જીવની જેટલી ઓછામાં ઓછી અવગાહના હોય છે, (શરીરની લંબાઈ હોય) તેટલા પ્રમાણમાં જઘન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર હોય છે. • વિવેચન-૬૫ : આગમમાં ‘પા'' શબ્દ લીલફૂગ (નિગોદ) માટે આવેલ છે. તેનું શરીર સંસારના સમસ્ત જીવો કરતા નાનું હોય છે. તે સૂટમ પનક જીવનું શરીર ત્રીજા સમયે આહાર લીધા પછી જેટલું ક્ષેત્ર અવગાઢ કરે છે એટલું નાનું જઘન્ય અવધિજ્ઞાનનું “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ક્ષેત્ર હોય છે. નિગોદના બે પ્રકાર છે - (૧) સૂઢમ (૨) બાદર, પ્રસ્તુત સૂત્રમાં “સૂમનિગોદ”ને ગ્રહણ કરેલ છે. એક શરીરમાં અનંત જીવો હોય તેને સૂક્ષ્મ નિગોદ કહેવાય છે. સૂમ નિગોદના જીવો ચર્મચક્ષુથી દેખાતા નથી. કોઈના મારવાથી તે મરતા નથી. સૂમ નિગોદના એક શરીરમાં રહેતા અનંત જીવો એક અંતમુહૂર્તથી વઘારે આયુષ્ય ભોગવી શકતા નથી, કોઈ કોઈ તો અપતિ અવસ્થામાં જ મરી જાય છે, તો કોઈ પર્યાપ્ત અવસ્થામાં મરે છે. એક આવલિકા અસંખ્યાત સમયની હોય છે. બસો છપન આવલિકાનો એક સહુથી નાનો ભવ થાય છે. જો નિગોદના જીવો અપયપ્તિ અવસ્થામાં સહુથી નાનો ભવ પૂરો કરી નિરંતર કાળ કરતા રહે તો એક મુહૂર્તમાં ૬૫,૫૩૬ વાર જન્મ મરણ કરે છે, અવસ્થામાં તેને ત્યાં અસંખ્યાત કાળ વીતી જાય છે. કલાના કરવાથી જાણી શકાય છે કે નિગોદના અનંત જીવ પહેલા સમયમાં જ સૂક્ષ્મ શરીરને યોગ્ય પુદ્ગલને ગ્રહણ કરી સર્વ બંધ કરે, બીજા સમયમાં દેશબંધ કરે, ત્રીજા સમયમાં શરીર પ્રમાણે ક્ષેત્રને રોકે છે. તે ત્રીજા સમયે શરીરની જે અવગાહના હોય છે. એટલું જ જઘન્ય અવધિજ્ઞાનનું વિષયોગ હોય છે. ચોથા સમયમાં તે શરીર અપેક્ષાકૃત પૂલ બની જાય છે માટે સૂpકારે બીજા સમયના આહાક નિગોદના શરીરનો જ ઉલ્લેખ કરેલ છે. આત્મા અસંખ્યાત પ્રદેશ છે. તે પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર કાર્પણ કાયયોગથી થાય છે. એ પ્રદેશો એટલા બધા સંકુચિત થઈ જાય છે કે તે સૂક્ષ્મ નિગોદ જીવના શરીરમાં પણ રહી શકે છે અને જ્યારે એ વિસ્તારને પામે છે ત્યારે પૂરા લોકાકાશને વ્યાપ્ત કરી શકે છે. જ્યારે આત્મા કામણ શરીરને છોડીને સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે ત્યારે તે પ્રદેશોમાં સંકોચ તથા વિસ્તાર થતો નથી કેમ કે કામણ શરીરના અભાવમાં કાર્પણ યોગ હોઈ શકે નહીં. આમ પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર શરીરધારી જીવોમાં થાય છે, બધાથી અધિક સંકોચ સૂક્ષ્મ શરીરી પનક જીવોમાં હોય છે અને સહુથી અધિક વિસ્તાર કેવળજ્ઞાનીને કેવળ સમુદ્યાતના સમયે હોય છે. • સૂઝ-૬૬ - અનિકાયના સૂમ, ભાદર, પતિ અને અપતિ સમસ્ત ઉcકૃષ્ટસવધિક જીવ સર્વ દિશાઓમાં નિરંતર ભરવાથી જેટલું ક્ષેત્ર પરિપૂર્ણ કરે છે તેટલું ક્ષેત્ર પરમાવધિજ્ઞાનનું બતાવેલ છે. • વિવેચન-૬૬ :- ઉક્ત ગાયામાં સૂત્રકારે અવધિજ્ઞાનનો ઉત્કૃષ્ટ વિષય બતાવેલ છે. પાંચ સ્થાવરમાં બધાથી ઓછા જીવો તેઉકાયના છે કેમ કે અગ્નિકાયના જીવ સીમિત ક્ષેત્રમાં જ હોય છે. સૂક્ષમ અગ્નિકાય સંપૂર્ણ લોકમાં છે અને બાદર અગ્નિકાય અઢી દ્વીપમાં હોય છે. તેઉકાયના જીવો ચાર પ્રકારના છે - (૧) અપર્યાપ્ત સૂક્ષ્મ (૨) પતિ સૂમ

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122