Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 19
________________ ભૂમિકા ૨૦ o શ્રી મલયગિરિકૃત ટીકાનું આરંભિક વિષયવસ્તુ - - અમે કરેલા સટીક અનુવાદમાં અંગસૂત્રો હોય, ઉપાંગ સૂકો હોય કે મૂલ સૂઝ હોય, બધામાં અમે અભ્યાસીત કર્યું છે કે આરંભમાં પ્રત્યેક વૃતિકાર મહર્ષિએ મંગલિક રૂપ જુતિ કરીને જે - તે સંબંધિત સૂમોની વ્યુત્પત્તિ કે નામાદિ અનુયોગ વગેરેને બતાવીને પછી જ મૂળ આગમ સૂત્રની વ્યાખ્યા કરેલ હોય, કેમકે આ જ આર્ય પદ્ધતિ છે, પ્રત્યેક શાસ્ત્ર કે ગ્રંથોની વાયRI કે વ્યાખ્યા આ પદ્ધતિથી વડે જ થતી હોય છે. પરંતુ આગમમાં અમે “સટીક અનુવાદ''ને સ્થાને “સાનુવાદ વિવેય''ની પદ્ધતિ સ્વીકારેલ હોવાથી, વૃત્તિકારની વૃત્તિના અનુવાદને બદલે બાળભોગ્ય જીવો માટે સીધો જ સૂત્રાર્થ અને વિવેયન ગુજરાતી ભાષામાં લખેલ છે. તેથી “નંદી” સૂમની આરંભિક અનુયોગ પદ્ધતિ સહ ટીકામાં સમાવી શકેલા નથી. તે હેતુથી કંઈક પણ કોનું અનુસરણ 1 કરવાને માટે અને શ્રી મલયગિરિજી ટીકામાંથી ઉદ્ભૂત વસ્તુને પ્રસતાવારૂપે નોંધી રહil છીએ.. “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વ્યતિરિક્ત દ્રવ્યનંદી કહેવાય - જેમકે, ક્રિયા આવિષ્ટ બાર ભેદે વાજિંત્ર સમુદાય. ભાવનંદિ - તે બે ભેદે છે – (૧) આગમથી, (૨) નોઆગમથી તેમાં (૧) આગમથી તે • નંદી પદાર્થના જ્ઞાતા હોય અને તેમાં ઉપયોગવંત પણ હોય. (૨) નોઆગમચી - પાંચ પ્રકારનો જ્ઞાનસમુદય અથવા પાંચ પ્રકારના જ્ઞાન સ્વરૂપમાગ પ્રતિપાદક અધ્યયન વિશેષ તે ભાવનંદિ. આ પ્રમાણે ‘નંદી' શબ્દનો નામાદિ ચાર નિપાથી સાથે કરીને શ્રી મલયગિરિજી મહારાજા ફરમાવે છે કે – આ સર્વ શ્રતસ્કંધ આરંભમાં તત્વવેદીઓ વડે આદિમાં મંગલને માટે સ્તવના કરાયેલ છે. પૂર્વના આચાર્યો શિણોમાં સુકાર્યના ગૌરવના ઉત્પાદનને માટે તથા અવિચ્છેદને અર્થે તીર્થકર આદિની આવલિકા કહે છે, આચાર્ય દેવવાચક પણ પાંચ જ્ઞાનની વ્યાખ્યા કરતા, પહેલા આવલિકાકથન માટે, તથા વિનરહિતપણે અધ્યાપક, શ્રાવક, પાઠક અને ચિંતકોના અભિલષિત અર્થની સિદ્ધિને માટે આ તીર્થકરો અનાદિવાળા છે, તેમ જણાવવાને માટે ભગવંત તીર્થંકરની સ્તુતિને જણાવતા હવે નંદિસૂત્રનો આરંભ કરે છે. - o • o - બીજા આગમ શાસ્ત્રમાં પણ આ સ્થાને આવું કથન જોવા મળે છે કે – “નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂગાનુગમમાં સૂત્ર ઉચ્ચારણ કરવું જોઈએ. તે સૂpણ આ પ્રમાણે છે' - આવા કથન પછી મૂળ સૂત્ર અને તેની વ્યાખ્યાનો આરંભ થાય છે. - X - X - X - X - X - X - X - o નંદી શબ્દનો અર્થ શો છે ? નંદન તે નંદિ અર્થાત પ્રમોદ કે હર્ષ નંદીનો હેતુ હોવાથી આ પાંચ જ્ઞાનને જણાવતું અધ્યયન પણ “નંદિ” જ છે. આના વડે કે આમાં પ્રાણીને - જીવોને આનંદિત કરે છે - હર્ષિત કરે છે, તેથી આ પ્રસ્તુત અધ્યયન જ “નંદિ” છે. અધ્યયનમાં પણ પ્રવર્તમાન ‘નંદિ’ શબ્દને પેલિંગમાં વ્યાકરણ નિયમથી “નંદી' કહે છે. ‘નંદિ' ચાર ભેદે છે – નામ નંદિ, સ્થાપના નંદિ, દ્રવ્ય નંદિ અને ભાવ નંદિ. તેમાં (૧) નામ નંદિ – કોઈ જીવ, અજીવ કે ઉભયનું ‘નંદિ' એવું નામ હોય, ‘નંદિ' શબ્દના અર્થ હિતનું ‘નંદિ’ નામ કરાય તે નામ વડે નંદિ હોવાથી ‘નામનંદિ' કહેવાય છે. અથવા નામ અને નામવાળાના અભેદ ઉપચારથી નામ એવું આ નંદિ તે નામ નંદિ. (૨) સ્થાપના નંદિ - સદ્ભાવને આશ્રીને લેયકર્મ આદિમાં જે સભાવ, તેને આશ્રીને અક્ષ, વરાટક આદિમાં ભાવનંદિમાનું સાધુ આદિની જે સ્થાપના તે સ્થાપના નંદિ અથવા બાર પ્રકારના વારિરૂપ દ્રવ્યનંદિની સ્થાપના, તેને સ્થાપના નંદિ કહે છે. (3) દ્રવ્યનંદિ - તે બે ભેદે છે, આગમથી અને નોઆગમથી. તેમાં (૧) આગમથી નંદિ પદાર્થમાં જ્ઞાતા પણ તેમાં અનુપયુક્ત હોય છે. (૨) નોઆગમ થકી દ્રવ્યનંદિના ત્રણ ભેદો છે. જ્ઞશરીર, ભથશરીર, તવ્યતિરિક્ત તેમાં (૧) જ્ઞશરીર દ્રવ્યનંદિ - જે નંદિપદાર્થ જ્ઞાતાનું મૃત્યુ થાય, તેનું સિદ્ધશિલાદિતલ ગત શરીર હોય તે ભૂતકાલીન ભાવથી જ્ઞશરીર દ્રવ્યનંદિ (૨) જે બાળક અત્યારે ‘નંદિ' શબ્દનો અર્થ જાણતો નથી, પણ આગામી કાળે અવશ્ય જાણવાનો છે, તેનું જે શરીર તે ભાવિભાવના નિબંધનપણાથી ભવ્ય શરીર દ્રવ્ય નંદિ કહેવાય છે. (૩) જે આ જ્ઞશરીર અને ભવ્ય શરીર સિવાયનું છે તે જ્ઞશરીભવ્ય શરીર

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122