Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 30
________________ સૂત્ર-૪૬ અધિકારી બની શકતા નથી. (૫) હંસ :- પક્ષીઓમાં હંસને શ્રેષ્ઠ કહેલ છે. હંસ પ્રાયઃ માનસરોવર અથવા ગંગા આદિ નદીના કિનારા પર રહે છે. હંસની એક વિશેષતા છે કે તે દૂધ મિશ્રિત પાણીમાંથી દૂધના અંશને જ ગ્રહણ કરે છે, એમ કેટલાક શ્રોતા હંસ સમાન ગુણગ્રાહી હોય છે. તે શ્રુતજ્ઞાનના અધિકારી બની શકે છે. (૬) મેષ :- બકરી આગળના બન્ને ગોઠણને જમીન પર ટેકાવીને સ્વચ્છ પાણી પીએ છે. તે પાણીને ગંદુ કરતી નથી એ જ રીતે જે શ્રોતા એકાગ્રચિતે શાસ્ત્ર શ્રવણ કરી ગુરુને પ્રસન્ન કરે છે અને વાતાવરણને સ્વચ્છ રાખે છે, તેવા શ્રોતા શાસ્ત્ર શ્રમણના અધિકારી અને સુપાત્ર કહેવાય છે. ન (૭) મહિષ :- ભેંસ જળાશયમાં પડીને સ્વચ્છ પાણી ગંદુ બનાવી દે છે તેમજ જળમાં મળ-મૂત્ર પણ કરે છે. તે સ્વયં સ્વચ્છ પાણી પીએ નહીં અને સાથીઓને સ્વચ્છ પાણી પીવા પણ ન દે. એ જ રીતે અવિનીત શ્રોતા ભેંસ જેવા છે, જ્યારે આચાર્ય ભગવાન શાસ્ત્ર વાચના દઈ રહ્યા હોય તે સમયે ન તો સ્વયં એકાગ્રચિત્તે તે સાંભળે અને ન બીજાને સાંભળવા દે. તેઓ હાંસી-મશ્કરી, તોફાન, કુતર્ક અને વિતંડાવાદમાં પડીને અમૂલ્ય સમય નષ્ટ કરે છે. એવા શ્રોતા શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. ૪૧ (૮) મશક :- ડાંસ-મચ્છરોનો સ્વભાવ મધુર રાગ (ગણગણાટ) સંભળાવીને શરીર પર ડંખ મારવાનો છે. એ જ રીતે જે શ્રતા ગુરુની નિંદા કરીને તેને કષ્ટ પહોંચાડે છે, તેવા શ્રોતા શ્રુતાજ્ઞાનના અધિકારી બની શકતા નથી. (૯) જલૌકા :- જળો મનુષ્યના શરીરમાં ગૂમડાં આદિ ખરાબ ભાગ પર મૂકવાથી તે સડેલા ભાગમાંથી ખરાબ લોહીને જ પીએ છે. શુદ્ધ લોહીને તે પીવે નહિ અથવા ઈતડી ગાયના આંચળમાં રહે છે તે ગાયનું લોહી પીએ છે પણ દૂધ પીતી નથી. એ જ રીતે કેટલાક શ્રોતા આચાર્ય આદિના સદ્ગુણો અર્થાત્ આગમજ્ઞાનને છોડીને દુર્ગુણોને ગ્રહણ કરે છે. એવા શ્રોતા શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. (૧૦) બિલાડી :- બિલાડીનો સ્વભાવ દહીં-દૂધ આદિ પદાર્થોથી ભરેલા વાસણને નીચે પછાડીને પછી ચાટવાનો છે અર્થાત્ ધૂળયુક્ત પદાર્થોનો આહાર કરે છે. એ જ રીતે કેટલાક શ્રોતા ગુરુ પાસેથી પ્રત્યક્ષ જ્ઞાન લેતા નથી પરંતુ બીજા ત્રીજા આગળથી સાંભળીને અર્થાત્ સત્યાસત્યનો ભેદ સમજ્યા વગર જ ગ્રહણ કરે છે. એવા બિલાડી જેવા શ્રોતા શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. (૧૧) જાહગ :- જાહગ ઉંદર જેવું એક પશું છે, દૂધ, દહીં આદિ ખાધપદાર્થ જ્યાં હોય છે ત્યાં જઈને થોડું થોડું ખાય છે, ખાતાં ખાતાં વચ્ચે આજુબાજુમાં ચાટીને સાફ કરી દે છે. એ જ રીતે જે શિષ્ય પૂર્વે ગ્રહણ કરેલ સૂત્રાર્યને પાકા રાખે છે અને વચ્ચે વચ્ચે નવીન સૂત્રાર્થને ગ્રહણ કરે છે. એવા શ્રોતા જાહગની સમાન આગમજ્ઞાનના અધિકારી બને છે. “નાશ = નોળિયો જેમ નોળિયો પ્રથમ પોતાની માતાનું દૂધ થોડું થોડું પીએ “નંદી” ચૂલિકાસૂમ - સાનુવાદ વિવેચન અને તે પાચન થયા પછી પુનઃ થોડું પીએ એમ પોતાના શરીરને પુષ્ટ કરે, પછી મોટા ભૂજંગના માન મર્દન કરે તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસેથી પોતાની બુદ્ધિ પ્રમાણે કાળ કાળે અભ્યાસ કરે, અભ્યાસ કરતાં ગુર્વાદિકને અત્યંત સંતોષ ઉપજાવે. તે ક્રમથી બહુશ્રુત થઈ જાય છે. એવા શ્રોતા આગમના અધિકારી હોય છે. : (૧૨) ગૌ :- ગાયનું ઉદાહરણ આ રીતે છે – કોઈ રાજમાને ચાર બ્રાહ્મણોને એક દૂઝણી ગાય દાનમાં આપી. એ ચારે ય બ્રાહ્મણોએ ગાયને ક્યારે ય ઘાસ કે પાણી આપ્યું નહીં. તેઓ એમ સમજતા હતા કે આ ગાય મારા એકલાની તો નથી, ચારેયની છે. તેઓ દોહવાના સમયે મોટું વાસણ લઈને આંચળ ધમધમાવીને દૂધ લઈ લેતા હતા. આખર ભૂખી ગાય ક્યાં સુધી દૂધ આપે ? ક્યાં સુધી જીવિત રહે? પરિણામે ભૂખી તરસી ગાયે એક દિવસ પ્રાણ છોડી દીધા. ૪૨ એ જ રીતે કેટલાક શ્રોતા વિચારે છે કે ગુરુજી મારા એકલાના તો નથી ને ? પછી શા માટે મારું તેની સેવા કરવી જોઈએ ? એવું વિચારીને તે ગુરુજીની સેવા કરતા નથી પણ ઉપદેશ સાંભળવા માટે અને જ્ઞાનરૂપ દૂધને પ્રાપ્ત કરવા માટે જલ્દી દોડીને પહોંચી જાય છે. એવા શ્રોતા શ્રુતજ્ઞાનને ગ્રહણ કરી શકતા નથી. બીજુ એક દૃષ્ટાંત આ પ્રમાણે છે દાનમાં આપી. તેઓએ પ્રેમથી તે ગાયને ઘાસચારો, પાણી વગેરે આપ્યું, તેની ખૂબ સારી સેવા કરી. તેથી ગાયનું દૂધ પ્રમાણમાં વધી ગયું. તેઓને વધારે દૂધ મળવાથી તેઓ પ્રસન્ન થયા. - એક શેઠે ચાર બ્રાહ્મણને એક ગાય એ જ રીતે વિનીત શ્રોતા ગુરુની સેવા કરીને મીઠા, શબ્દથી ગુરુને પ્રસન્ન કરીને, તેની પાસેથી જ્ઞાનરૂપ દૂધ ગ્રહણ કરે છે. એવા શ્રોતાઓ જ્ઞાનના અધિકારી બને છે અને રત્નત્રયની આરાધના કરીને અજર-અમર બની શકે છે. (૧૩) ભેરી :- ભેરી એક વિશિષ્ટ પ્રકારનું વાજિંત્ર છે. એક વખત દ્વારિકા નગરીના અધિપતિ શ્રીકૃષ્ણને કોઈ એક દેવે પ્રસન્ન થઈને દિવ્ય ભેરીની ભેટ આપી અને કહ્યું કે આ ભેરીને છ મહિના બાદ વગાડવાની જેથી મેઘધ્વનિ જેવો મીઠો અવાજ નીકળશે. આ ભેરીનો અવાજ સાંભળવાથી છ મહિના સુધી કોઈ પણ પ્રકારનો રોગ ઉત્પન્ન થશે નહીં અને પહેલાનો ઉત્પન્ન થયેલો રોગ નષ્ટ થઈ જશે. આ ભેરીનો અવાજ બાર જોજન સુધી સંભળાશે. એમ કહીને દેવ પોતાના સ્થાનકે ચાલ્યો ગયો. થોડા સમય પછી દ્વાકિામાં કોઈ રોગ ફેલાયો. ભેરી વગાડવાનો સમય થઈ ગયો હતો તેથી ભેરી વગાડવામાં આવી. જ્યાં સુધી તેનો અવાજ પહોંચ્યો ત્યાં સુધીના લોકોનો રોગ નષ્ટ થઈ ગયો અર્થાત્ રોગી સ્વસ્થ બની ગયા. શ્રીકૃષ્ણે તે ભેરી પોતાના એક વિશ્વાસુ સેવકને સંભાળીને રાખવા માટે આપી અને તેને બધી વિધિ સમજાવી દીધી. એકવાર એક ધનાઢ્ય શેઠ ભયંકર રોગથી પીડિત હતો. તે કૃષ્ણજીવી ભેરીનો પ્રભાવ સાંભળીને દ્વારિકા આવ્યો. તેના દુર્ભાગ્યથી તે દ્વારિકા પહોંચ્યા પહેલા એક દિવસ અગાઉ ભેરીને વગાડવામાં આવી ગઈ.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122