Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 31
________________ સૂત્ર-૪૬ શેઠ વિચારમગ્ન બની ગયો. હવે મારું શું થશે ? આ ભેરી ફરી છ મહિના પછી વગાડશે ત્યાં સુધીમાં તો મારું પ્રાણ પંખેરું ઊડી જશે. ચિંતન કરતાં કરતાં તેને વિચાર આવ્યો કે જો ભેરીનો અવાજ સાંભળવાથી રોગ નષ્ટ થઈ શકે છે તો પછી તેનો એક ટુકડો ઘસીને પીવાથી પણ રોગ નષ્ટ થઈ જશે. છેવટે તેણે ભેરી વગાડનારને સારી એવી કમ આપીને ભેરીનો એક ટુકડો મેળવી લીધો. ઘરે જઈને તેણે ટુકડાને ઘસીને પીધો તો તેનો ભયંકર રોગ નષ્ટ થઈ ગયો. પરંતુ ભેરી વગાડનારને લાંચ લેવાની આદત પડી ગઈ. પછી તો તે ઘણા લોકોને ભેરીના ટુકડા કરીને દેવા લાગ્યો. ભેરીમાં બીજા એવા અનેક ટુકડાઓ જોડી દીધા. પરિણામ એ આવ્યું કે તે દિવ્ય ભેરીમાંથી અવાજ નીકળવાનો બંધ થઈ ગયો અને રોગીઓના રોગ નષ્ટ થવાનું સામર્થ્ય પણ નષ્ટ થઈ ગયું. બાર જજન સધી સંપૂર્ણ દ્વારિકામાં સંભળાતી ભેરીની ધ્વનિ પણ નષ્ટ થઈ ગઈ. શ્રી કૃષ્ણને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે ભેરી વગાડનારને દંડિત કર્યો અને લોકોના હિત ખાતર તેમણે અઠ્ઠમ તપ કરીને ફરી દેવ પાસેથી ભેરી પ્રાપ્ત કરી. પછી તેમણે પોતાના વિશ્વાસ સેવકને ભેરી સંભાળવા આપી. બરાબર છ મહિના પછી બેરીનો અવાજ સાંભળવાથી જનતા લાભને મેળવવા લાગી અને મેરીવાદકે પણ પારિતોષિક મેળવ્યું. આ દષ્ટાંતનો ભાવાર્થ આ પ્રમાણે છે – અહીં આર્યક્ષેત્ર રૂપ દ્વારિકાનગરી છે. તીર્થકર કૃણ વાસુદેવ છે. પુણ્યરૂપ દેવ છે. ભેરી સમાન જિનવાણી છે, બેરી વગાડનાર સમાન સાધુઓ છે અને કર્મરૂપ રોગ છે. એ જ રીતે જે શિષ્ય આચાર્ય દ્વારા પ્રાપ્ત સૂકાઈને છુપાવે છે અથવા તેના ભાવને બદલી નાંખે છે, મિથ્યા પ્રરૂપણા કરે છે, તે અનંત સંસારી બને છે. પરંતુ જે જિનવચન અનુસાર આચરણ કરે છે, તે મોક્ષના અનંત સુખના અધિકારી બને છે. જેમ કૃષ્ણના વિશ્વાસુ સેવકે પારિતોષિક પ્રાપ્ત કર્યું એ જ રીતે વિશ્વાસુ સેવક જેવા શ્રોતાઓ શાસ્ત્રના જ્ઞાનને મેળવી શકે છે. (૧૪) આહીર દંપતિ - એક વખત આહીર દંપતી બળદગાડીમાં ઘીના ઘડા ભરીને ઘી વેચવા માટે શહેરમાં ગયા. ઘીના વ્યાપારી પાસે પહોંચીને આહીર ગાડીમાંથી ઘીના ઘડા નીચે ઉતારીને આહીરાણીને દેવા લાગ્યા. બન્નેમાંથી કોઈ એકની અસાવધાનીના કારણે ઘીનો એક ઘડો હાથમાંથી પડી ગયો. બધું ઘી જમીન પર ઢોળાઈ ગયું, માટી મિશ્રિત બની ગયું. બન્ને માણસ અરસપરસ ઝઘડો કરવા લાગ્યા. વાદ-વિવાદ ખૂબ જ વધી ગયો. ઘી બધું અગ્રાહ્ય બની ગયું. કેટલુંક ઘી કૂતરા વગેરે પ્રાણીઓ ચાટી ગયા. જે ઘડા બચ્યા હતા તેને વેચવામાં બહુ મોડું થઈ ગયું તેથી તેઓ બચેલા ઘીના ઘડાને ગાડીમાં ફરી નાંખીને દુ:ખિત હૃદયે ઘર તરફ રવાના થયા પરંતુ માર્ગમાં ચોરોએ તેને લૂંટી લીધા. તેઓ મુશ્કેલીથી પોતાના જાન બચાવીને ઘરે પહોંચ્યા. ઝઘડો કર્યો તેથી તે દુઃખી દુઃખી થઈ ગયા. તેનાથિ વિપરીત બીજા આહીર દંપતી ઘીના ઘડા ગાડામાં ભરીને શહેરમાં ४४ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વેચવા માટે ગયા. તેને પણ અસાવધાનીના કારણે ઘડો હાથમાંથી છટકી ગયો પરંતુ બંને પોતપોતાની ભૂલ સ્વીકારીને નીચે પડેલા ઘીને ઉપર ઉપરથી ઝડપભેર વાસણમાં ભરી લીધું જેથી ઘી માટીવાળું ન થયું. પછી બધા ઘીના ઘડા તથા બચેલું ઘી બધું વેચીને પૈસા પ્રાપ્ત કરીને સાંજ પહેલાં જ પોતાના ઘરે સંકુશળ પહોચી ગયા. ઉપરનાં બન્ને ટાંતો અયોગ્ય અને યોગ્ય શ્રોતાઓ પર ઘટાવેલ છે. કેટલાક શ્રોતાઓ આચાર્યના કથન પર ઝઘડો કરીને શ્રુતજ્ઞાન રૂપ ઘીને ખોઈ બેસે છે. એવા શ્રોતાઓ શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. કેટલાક શ્રોતાઓ આચાર્ય પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે ભૂલ થવા પર વિલંબ કર્યા વગર ભૂલનો સ્વીકાર કરીને ક્ષમાયાચના કરી લે છે. ક્ષમાયાચના કર્યા બાદ સૂગાર્ય ગ્રહણ કરે છે. ગોવા શ્રોતાઓ શ્રુતજ્ઞાનના અધિકારી બની શખે છે. • સૂત્ર-૪૭ થી પર - (૪) તે શ્રોતાઓની પરિષદ ત્રણ પ્રકારની છે, જેમકે – (૧) જાણનાર પરિષદ (૨) જાણ પરિષદ (3) દુર્વેદજ્ઞ પરિષદ. તેનું લક્ષણ આ પ્રમાણે છે. (૪૮) જેમ ઉત્તમ જાતિનો રાજહંસ ાણીને છોડીને દૂધનું પાન કરે છે એમ ગુણસંપન્ન શ્રોતાઓ દુર્ગુણોને છોડીને ગુણોને ગ્રહણ કરે છે. એવા શ્રોતાઓની પરિષદને જાણનાર પરિષદ (સમજુ પરિષદ) સમજવી જોઈએ. (૪૯) અજાણ પરિષદનું સ્વરૂપ આ પ્રમાણે છે – (૫૦) જે શ્રોતાઓ હરણના, સિહના અને કૂકડાના બચ્ચાઓની જેમ સ્વભાવથી જ મધુર, સરળદયી અને ભોળા હોય છે. તેને જેવી શિક્ષા દેવામાં આવે એવી ગ્રહણ કરી લે છે. તેઓ ખાણમાંથી નીકળેલા રનોની જેમ સંસ્કારહીન હોય છે. રનોને ઈચ્છા મુજબ ઘડી શકાય છે એ જ રીતે અનભિજ્ઞ શ્રોતાઓમાં ઈચ્છા મુજબ સંસ્કારનું સિંચન કરી શકાય છે. એવા બુધજનોના સમૂહને જાણ પરિષદ કહેવાય છે. (૫૧) દુર્વેદજ્ઞ પરિષદનું લક્ષણ એ પ્રમાણે છે – (૫૨) જે અાજ્ઞ પંડિત જ્ઞાનમાં અપૂર્ણ હોય છે પરંતુ અપમાનના ભયથી તે કોઈ પણ વિદ્વાન પાસે પોતાની શંકાનું સમાધાન કરતા નથી, એવા પંડિતો પોતાની પ્રશંસા સાંભળીને મિથ્યાભિમાનથી હવા ભરેલ મશકની જેમ ફૂલ્યા કરે છે. આવા પ્રકારના લોકને દુર્વેદજ્ઞ પરિષદ (સભા) કહેવાય છે. • વિવેચન-૪૦ થી પર : આગમનું પ્રતિપાદન કરતી વખતે સૌ પ્રથમ પરિષદનું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે શ્રોતાઓ જુદા જુદા સ્વભાવના હોય છે. તેને અહીં ત્રણ પ્રકારની પરિષદના રૂપમાં બતાવેલ છે. (૧) જે પરિષદમાં તવ જિજ્ઞાસુ, ગુણજ્ઞ, બુદ્ધિમાન, સમ્યગુર્દષ્ટિ, વિવેકવાન, વિનીત, શાંત, સુશિક્ષિત, આસ્થાવાન, આભાવેષી આદિ ગુણસંપન્ન શ્રોતાઓ હોય તેને વિજ્ઞ-જ્ઞાત પસ્પિદ કહેવાય છે. વિજ્ઞ પરિષદને સર્વશ્રેષ્ઠ પસ્પિદ કહેવાય છે. (૨) જે શ્રોતાઓ પશુ-પક્ષીઓના અબુધ બચ્ચાઓની જેમ સરળહૃદયી અને

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122