Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 23
________________ સૂત્ર-૧૨ થી ૧૪ છે. દરેક સાહિત્યકારે સુમેરુ પર્વતનું મહાભ્ય બતાવ્યું છે. મેરુ પર્વત જંબૂદ્વીપના મધ્યભાગમાં સ્થિત છે. જે એક હજાર જોજન પૃથ્વીમાં ઊંડો છે અને નવાણું હજાર mજન ઊંચો છે. મૂળમાં તેની જાડાઈ દસ હજાર જોજન છે. તેના પર ચાર વન છે. - (૧) ભદ્રશાલવન (૨) સોમનસવન (3) નંદનવન (૪) પંડગવન. તેને ત્રણ કાંડ છે - રજતમય, સુવર્ણમય અને વિવિધરનમય. તેને ચાલીશ જોજનની ચૂલિકા છે. આ પર્વત વિશ્વના સર્વ પર્વતોથી ઊંચો છે. મેરુપર્વતને વજમય પીઠિકા, સુવર્ણમય મેખલા અને કનકમય અનેક શિલાઓ છે. તેને દેદીપ્યમાન ઊંચા અનેક ફૂટ છે. વનોમાં નંદનવન સવિશેષ રમણીય છે. જેમાં અનેક કંદરાઓ, ગફાઓ છે. તેની અંદર અનેક પ્રકારની ધાતુઓ છે. આ રીતે મેરુ પર્વત વિશિષ્ટ રત્નોનું ઉદ્ભવસ્થાન છે. તે અનેક પ્રકારની ઔષધિઓથી પરિવ્યાપ્ત છે. તેની ગુફાઓમાં અનેક પક્ષીઓનો સમૂહ આનંદવિભોર બનીને કલરવ કરે છે, તેમજ મયુરો નૃત્ય કરે છે. તેના ઊંચા ઊંચા શિખરો વિધુતની પ્રભાની જેમ ચમકી રહ્યા છે. તેના વનવિભાગો કલાવૃક્ષોથી સુશોભિત છે. તે કલાવૃક્ષો સુગંધિત કુલો અને ફળોથી યુક્ત છે. આવી અનેક પ્રકારની વિશેષતાઓથી તે મહાગિરિરાજ શોભાયમાન છે, જેની તુલના થઈ શકે એમ નથી. એવા શ્રેષ્ઠ પર્વતરાજની ઉપમાથી ચતુર્વિધ શ્રી સંઘને ઉપમિત કરેલ છે. મેરની ભૂપીઠિકા વજમયી છે. એમ સંઘરૂપ મેચની ભૂપીઠિકા શ્રેષ્ઠ સમ્યગદર્શન છે. જેમ મેને ઉજ્જવળ સોનાની આધારશિલા છે એમ સંઘમેરુને સમ્યગદર્શનરૂપ સુદૃઢ આધારશિલા છે. તે આધારશિલા શંકા, કંખા આદિ દૂષણરૂપ વિવરોથી રહિત છે, જેમ કે શાશ્વત છે, ચિરંતન છે એમ સંઘમે પણ પ્રતિપળે વિશુદ્ધ અધ્યવસાયથી ચિરંતન છે. જેમ મેરુ ગહન છે એમ સંઘમેને તીવ્ર તd વિષયક અભિરુચિ હોવાના કારણે તે નક્કર છે અર્થાત્ સમ્યક્ બોધ હોવાના કારણે તેમજ જીવાદિ નવ તવ અને પટ દ્રવ્યોમાં નિમગ્ન હોવાના કારણે તે નક્કર છે. જેમ મેરુ રનની શૃંખલાથી અલંકૃત છે એમ સંઘમે ઉત્તર ગુણરૂપ રત્ન અને મૂળ ગુણ રૂપ સોનાની મેખલાથી અલંકૃત છે. આ રીતે બધી ઉપમાઓ અને તેના વિશેષણો ઘટિત કરી લેવા જોઈએ. સંઘમેરુની પીઠિકા સમ્યગદર્શન છે. વિવિધ ધર્મરૂપ સુવર્ણ મેખલા અને રનોથી તે સુશોભિત છે. તેમાં યમ અને નિયમ અને પરૂપ સુવર્ણની શિલાઓ છે. અને પવિત્ર અધ્યવસાય દેદીપ્યમાન ઊંચા કૂટ છે. આગમોનું અધ્યયન, શીલ, સંતોષ આદિ અદ્વિતીય ગુણોરૂપ નંદનવનથી શ્રી સંઘ મેરુ પરિવૃત છે. મનુષ્ય તથા દેવોને તે આનંદિત કરે છે, સંઘમેરુના ગુણોરૂપ નંદનવનમાં આવીને દેવો પણ પ્રસન્નતાનો અનુભવ કરે છે. સંઘમે પ્રતિવાદીઓના કુતર્કમય એકાંતવાદનું નિરાકરણ રૂપ વિવિધ પ્રકારની ધાતુઓથી સુશોભિત છે, શ્રુતજ્ઞાનરૂપ રત્નોથી પ્રકાશમાન છે અને આમર્ષ આદિ ૨૮ લબ્ધિઓરૂપ ઔષધિઓથી પરિવ્યાપ્ત છે. “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સંઘમમાં સંવરરૂપ વિશુદ્ધ ઝરણાઓ વહી રહ્યાં છે. એ ઝરણાઓ સંઘમેના ગળાનો જાણે હાર હોય, એવા શોભી રહ્યા છે. સંઘમેરુની પ્રવચન શાળાઓ જિનવાણીના ગંભીર અવાજથી ગુંજી રહી છે. જે વાણી સાંભળીને શ્રાવકગણરૂપ મયુરો પ્રસન્ન થઈને નાચી ઊઠે છે અર્થાત્ આનંદવિભોર બની જાય છે. સંઘમેરુ વિનયધર્મ અને અન્ય ગુણ સમૂહરૂપ વિધુતથી ચમકી રહ્યો છે. પ્રલયકાળના પવનથી પણ મેરુ પર્વત ક્યારે ય વિચલિત થતો નથી. એ જ રીતે સંઘમેરુ પણ અજ્ઞાની જીવો દ્વારા આપવામાં આવતાં પરીષહ અને ઉપસર્ગથી વિચલિત થતો નથી. સંઘમે અત્યંત મનોહર અને નયનરમ્ય છે અને તે અલૌકિક લક્ષ્મીજી શોભાયમાન છે. એવા મહામંદર પર્વતરાજ રૂપ સંઘની સ્તુતિ અને વિનયપૂર્વક વંદન કરતાં પ્રકાર ભક્તિ રસમાં લીન બન્યા છે. • સૂત્ર-૧૮,૧૯ : (૧) ઋષભદેવ () અજિતનાથ () સંભવનાથ (૪) અભિનંદન (૫) સુમતિનાથ (૬) પાપભ (સુપભ) (૩) સુપાશ્વનાથ (૮) ચંદ્રપ્રભ (શશી) () સુવિધિનાથ (પુષ્પદંત) (૧૦) શીતલનાથ (૧૧) શ્રેયાંસનાથ (૧) વાસુપૂજ્ય (૧૩) વિમલનાથ (૧૪) અનંતનાથ (૧૫) ધર્મનાથ (૧૬) શાંતિનાથ (૧૭) કુંથુનાથ (૧૮) અરનાથ (૧૯) મલ્લિનાથ (૨૦) મુનિસુવ્રત (ર૧) નમિનાથ (૨) નેમિનાથ (૩) પાનાથ (૨૪) વર્ધમાન-શ્રમણ ભગવાન મહાવીરસવામીને હું વંદન કરું છું. • વિવેચન-૧૮,૧૯ : પ્રસ્તુત બે ગાથામાં વર્તમાન અવસર્પિણીકાળના ચોવીશ તીર્થકરોની સ્તુતિ કરેલ છે. પાંચ ભરત અને પાંચ ઐરવત, એ દશ ક્ષેત્રોમાં અનાદિકાળથી ઉત્સર્પિણી અવસર્પિણી રૂપમાં કાળ સ્વભાવનું પરાવર્તન થયા કરે છે. તે બન્ને મળીને એક કાળ ચક થાય છે. એક કાળ ચક્રમાં બાર આરસ હોય છે, તેમાં છ આરા અવસર્પિણીના અને છ આરા ઉત્સર્પિણીના હોય છે. પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં ચોવીસ તીર્થકર, બાર ચકવર્તી, નવ બળદેવ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ એમ ત્રેસઠ શ્લાઘનીય પુરુષો થાય છે. ઋષભદેવ ભગવાન અને તેના મોટા પુત્ર ભરત ચક્રવર્તી અવસર્પિણી કાળના ત્રીજા આરામાં થયાં. શેષ ૬૧ મહાપુરુષ ચોથા આરામાં થયા. વર્તમાનમાં અવસર્પિણી કાળનો પાંચમો આરો ચાલે છે.. અવસર્પિણીથી ઉલટા ક્રમથી ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં ત્રેવીસ તીર્થકર, ૧૧ ચક્રવર્તી વગેરે ૬૧ મહાપુરુષો થાય, તેના ચોથા આરામાં ચોવીસમાં તીર્થકર અને બારમાં ચક્રવર્તી થાય. આ નિયમ અનાદિનો છે. તીર્થકરનું પદ વિશ્વમાં સર્વોત્તમ ગણાય છે. તીર્થકદૈવ ધર્મનીતિના મહાન પ્રવર્તક હોય છે. ભગવાન મહાવીર સ્વામી ચોવીસમાં તીર્થકર થયા. દરેક તીર્થકર સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકારૂપ તીર્થની સ્થાપના કરે છે. તેઓ ત્રણ લોકના પૂજ્ય અને વંદનીય હોવાથી, તેઓના કોઈ ગુરુ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122