Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. वासना क्षयार्थं क्रियते आत्यंतिकं तपः । तदपि अवशिष्ट वासना अंशेन साऽपि पुण्यरुपेण परिणता ददाति निर्दोषं निरवद्यं महाफलं महासुखं तदनन्तरं मुक्तो भवति નીવો |
જૈન શાસ્ત્રમાં સમગ્ર જીવાત્માની આદિથી અલંકાલ સુધીની ચાર અવસ્થાઓનું કથન છે. જીવ આ અવસ્થાઓમાંથી પાર થાય છે અને લાખો કે અસંખ્ય વર્ષોની આ યાત્રા પૂરી કરી છેવટે મુક્ત થાય છે. (૧) પ્રથમ અવસ્થાઃ અજ્ઞાત ભાવે, પરાધીનપણે દુઃખાત્મકરૂપે કરોડો વર્ષ પાર થયા
પછી જીવની બીજી અવસ્થાની તૈયારી થાય છે. પ્રથમ અવસ્થામાં જે જીવે દુઃખાત્મકાળ વ્યતીત કર્યો છે અને પરિણામ સ્વરૂપ કેટલાક કર્મોનો નાશ થતાં જીવ ઉત્ક્રાંતિની બીજી અવસ્થાનો સ્પર્શ કરે છે. પ્રથમ અવસ્થામાં તે સુષુપ્ત વાસનાના કારણે ભોગ - ઉપભોગથી રહિત કેવલ યાતનામય જન્મો ધારણ કરી હજારો
જન્મોની યાત્રા પૂરી કરે છે. (૨) બીજી અવસ્થામાં જીવ સશક્ત બની વાસનાની વૃધ્ધિ થતાં ભોગ - ઉપભોગની
માયામાં સપડાઈને વાસનાની પૂર્તિ કરવા માટે હિંસા આદિ પાપકર્મોનું અવલંબન લઇ ઘણી અનર્થકારી જીવનલીલામાં જન્મો ગુજારી પુનઃ શક્તિનો હ્રાસ થતાં જીવ બીજી અવસ્થાથી આગળ વધી શકતો નથી. બીજી અવસ્થામાં તે હિંસાત્મક ભોગપભોગથી ભરેલી અને વાસનાની પૂર્તિ માટે ઘણા પ્રયાસો કરી દુષિત જીવનને
ધારણ કરે છે, જેને જૈન પરિભાષામાં સાવદ્ય જીવન કહેવામાં આવે છે. (૩) ત્રીજી અવસ્થામાં જ્ઞાનનો ઉદય થતાં સ્વતઃ સ્વવિચારોથી કે ઉપદેશાત્મકભાવોથી
જીવ વાસનામાંથી મુક્ત થવા માટે વિચાર કરે છે. દુષિત જીવન તેને અકારું લાગે છે.
૪
20 ,