Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
જૈન સાધના તીવ્રત્યાગની વાતને મહત્ત્વ આપે છે અને આંતરિક તિતિક્ષામય કઠોર તપને વાસના ક્ષય માટે એક પ્રબળ સાધન માને છે. તેઓ ખુલ્લી રીતે કઠોર તપની હિમાયત કરે, પછી આ તપ જ્ઞાનાત્મક હોય કે વૃતાત્મક હોય પરંતુ તીવ્રભાવે આ તપશ્ચર્યા સાધના માર્ગનું અવલંબન કરી વાસનાનો જડમૂળથી ક્ષય કરવા માટે પ્રેરણા આપે છે.
અનુત્તરોવવા ઇશાસ્ત્રમાં આવા કઠોરતમ તિતિક્ષામય તપનું ઉદાહરણ ઉપસ્થિત કરતાં રાજકુમારીનું અદ્ભુત પરાક્રમ પ્રગટ કર્યું છે. રાજના સુખોને તિલાંજલી આપી લોકો સામે લાલ બત્તી ધરી, સત્તા અને વૈભવનો ત્યાગ કરી, કઠોર વ્રત ધારણ કરી, સાંભળતા પણ આપણાં હાઝા ગગડી જાય છે તેવા મહાતપનું આરાધન કરી વિરક્તિના અંતિમ છેડાને સ્પર્શ કરે છે. આખું શાસ્ત્ર આવા પુણ્યાત્માના પરાક્રમથી ભરેલું છે.
આવું કઠોર તપ હોવા છતાં જે કાંઇ વાસનાના અંશો બાકી રહી ગયા છે, તેમની તે વાસના કે કર્મો પૂણય રૂપે પરિવર્તિત થઇ ગયા છે, તેના આધારે આ જીવાત્માઓ ઉપર આપણે જે ચોથી અવસ્થાનું વર્ણન કર્યું, તે અવસ્થાને ભોગવવા માટે સ્વયં નિષ્કામ હોવા છતાં જ્યાં બિલકુલ હિંસા નથી કે જ્યાં કોઇ પાપ કર્મ નથી તેવા શાંતિમય ઉપભોગમય અવસ્થામાં લાખો વર્ષ વ્યતીત કરે છે. જૈન પરિભાષામાં સાગરોપમ જેવા શબ્દોથી આ સુખમય કાળનું પરિમાણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
અનુત્તરોવવાઇ શાસ્ત્ર તે સંપૂર્ણ ત્રીજી અને ચોથી અવસ્થાનું નિર્મળ ચિત્ર પૂરું પાડે
અભ્યાસીને શાસ્ત્ર વાંચન સમયે તીવ્ર તપ અને તેનું કઠોર વર્ણન જોવા મળશે. આ તપનું અવલંબન કરનારા તે ક્રાંતિકારી રાજકુમારો છે. એ સમયના રાજકુમારો વૈભવથી રંગાયેલા હતા, તેઓ આમ એકાએક જીવનમાં ક્રાંતિ કરે છે અને ત્યાગમય જીવનનો સ્પર્શ કરીને જનતા સામે રાજસુખ તે સાચું સુખ નથી પરંતુ ત્યાગમય જીવન એ મહત્ત્વપૂર્ણ જીવન છે, તેનું ઉદાહરણ પૂરું પાડે છે.
જૈન શાસ્ત્ર આ ઉદાહરણથી તીવ્ર વિરક્તિ અને કઠોર તપસ્યાની હિમાયત કરે છે. ઉપરમાં કહ્યું તેમ તીવ્ર આસક્તિ તે સંસારનો એક છેડો છે જ્યારે તીવ્ર વિરક્તિ તે સંસારનો બીજો છેડો છે. અનુત્તરોવવાઇસૂત્રના આ જવાજલ્યમાન રાજકુમારોનો ત્યાગ અને તેમની
#
22
N
+