Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
ચાંદીનો પાક બનાવવો (૪) સોનાનો પાક બનાવવો (૫) સૂત્રનું છેદન કરવું (૬૬) ખેતર ખેડવું (૬૭) કમળની નાળનું છેદન કરવું (૮) પત્ર છેદન કરવું (૯) કડા-કુંડલ આદિનું છેદન કરવું (૭૦) મૃત– મૂર્છિતને જીવતા કરવા (૭૧) જીવતાને મૃતતુલ્ય કરવા અને (૭૨) કાગડા, ઘુક (ઘુવડ) આદિ પક્ષીઓની બોલી જાણવી.
૧૮
૪ तए णं धण्णे कुमारे बावत्तरिकलापंडिए णवंगसुत्तपडिबोहिए अट्ठारसविहदेसिप्पगारभासाविसारए गीयरई गंधव्वणट्टकुसले हयजोही गयजोही रहजोही बाहुजोही बाहुप्पमद्दी अलं भोगसमत्थे जाए यावि होत्था ।
બે
ભાવાર્થ : આ રીતે ધન્યકુમાર બોત્તેર કલાઓમાં પારંગત થઈ ગયા. તેના નવ અંગ– બે કાન, આંખ, બે નાક, જીભ, ત્વચા અને મન બાલ્યાવસ્થામાં જે સુપ્ત હતાં–અવ્યક્ત ચેતનાવાળાં હતાં; તે જાગૃત થઈ ગયાં, તે અઢાર પ્રકારની દેશી ભાષાઓમાં કુશળ થઈ ગયા; ગીત અને તિમાં અનુરાગવાળા થઈ ગયા; ગંધર્વ ગાનમાં અને નાટ્યક્રિયામાં પારંગત થઈ ગયા; અશ્વયુદ્ઘ, ગજયુદ્ધ, રથયુદ્ધ અને બાહુયુદ્ધ કરનારા બની ગયા; પોતાના બાહુબળથી વિરોધીઓનો નાશ કરવામાં સમર્થ બની ગયા; ભોગ ભોગવવાનાં સામર્થ્યવાળા થઈ ગયા એટલે કે યૌવનવયમાં પ્રવેશી ગયા.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રમાં ધન્યકુમારના વ્યક્તિત્વ વિકાસને પ્રદર્શિત કર્યું છે.
ધન્યકુમારનો જન્મ સમૃદ્ધ ઘરમાં થયો હતો. તેનું શરીર પરિપૂર્ણ અને સુંદર હતું. એક રાજકુમારની જેમ પાંચ ધાત્રીઓ દ્વારા તેનું પાલન પોષણ થયું હતું. તે ઉપરાંત તેના વ્યક્તિત્વના સંપૂર્ણ વિકાસ માટે માતાપિતાએ તેને કલાચાર્ય પાસે મોકલી ૭૨ કલાઓનું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું હતું. ભદ્રા સાર્થવાહી દ્વારા પ્રાસાદોનું નિર્માણ :
५ तणं सा भद्दा सत्थवाही धण्णं दारयं उम्मुक्कबालभावं विण्णाय परिणयमित्तं जोव्वणगमणुपत्तं बावत्तरिकलापंडियं णवंगसुत्तपडिबोहयं अट्ठारसविहदेसिप्पगार भासाविसारयं गीयरइं गंधव्व णट्ट - कुसलं सिंगारागार चारुवेसं संगयगय-हसिय- भणिय-चिट्ठिय-विलास - णिउणजुत्तोवयारकुसलं हयजोहिं गयजोहिं रहजोहिं बाहुजोहिं बाहुप्पमद्दि अलं भोगसमत्थं यावि जाणित्ता बत्तीसं पासाय वर्डिसए कारेइ, अब्भुगयमूसिए पहसिए विव मणिकणगरयणभत्तिचित्ते वाउ द्धूयविजय वेजयंतिपडागाछत्ताइच्छत्तकलिए, तुंगे, गगणतलमभिलंघमाणसिहरे, जालंतर रयण पंजरुम्मिल्लियव्व मणिकणगथुभियाए, वियसिय सयपत्तपुंडरीए तिलय रयणद्ध - चंदच्चिए