Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ-૩
[ ૮૭ |
શ્રીકૃષ્ણ ભગવાન નેમનાથના પરમ ભક્ત હતા. ભવિષ્યમાં તે "અમમ" નામના તીર્થકર થશે. જૈન સાહિત્યમાં સંસ્કૃત અને પ્રાકૃત બન્ને ભાષાઓમાં શ્રીકૃષ્ણનું જીવન વિસ્તૃત રૂપમાં મળે છે.
દ્વારકાનો વિનાશ થઈ ગયા પછી શ્રીકૃષ્ણનું મૃત્યુ જરાકુમારના હાથે થયું. ૧૮. લષ્ઠદત :- આ નામનો ઉલ્લેખ પ્રથમ વર્ગમાં પણ આવી ચૂક્યો છે. ત્યાં માતા ધારિણી તથા પિતા શ્રેણિક છે અને ઉપપાત જયંત વિમાનમાં કહ્યો છે. દ્વિતીય વર્ગમાં પણ લકૃદંત નામનો ઉલ્લેખ આવે છે અને ત્યાં પણ માતા ધારિણી તથા પિતા શ્રેણિક જ છે તથા ઉપપાત વૈજયન્ત વિમાનમાં બતાવ્યો છે. પ્રશ્ન થાય છે કે શું આ લકૃદંત એક જ વ્યક્તિનું નામ છે અથવા ભિન્ન વ્યક્તિઓનું એક જ નામ છે ? એક જ વ્યક્તિના નામની શક્યતા જણાતી નથી. એક વ્યક્તિનો અલગ-અલગ ઉપપાત ન હોઈ શકે અને સંખ્યા પ્રથમ વર્ગની ૧૦ અને આ વર્ગની ૧૩ બન્ને મળીને ૨૩ થવી જોઈએ. આ પણ એક વ્યક્તિ માનવાથી કેવી રીતે થઈ શકે? "શ્રમણ ભગવાન મહાવીર" પુસ્તકના લેખક પુરાતત્ત્વવેત્તા આચાર્ય કલ્યાણ વિજયજીએ પોતાના ઉક્ત પુસ્તકના પૃ.૯૩ઉપર તીર્થકર જીવનવાળા પ્રકરણમાં લખ્યું છે–"શ્રેણિકની ઉપયુક્ત ઘોષણાનો ઘણો સુંદર પ્રભાવ પડ્યો. અચાન્ય નાગરિકો સિવાય જાલિકુમાર, મયાલિ, ઉપયાલિ, પુરુષસેન, વારિષેણ, દીર્ઘદંત, કષ્ટદંત, વેહલ્લ, વેહાસ, અભય, દીર્ઘસેન, મહાસેન, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ્લ, ઠુમ, ઠુમસેન, મહાદ્રુમસેન, સિંહ, સિંહસેન, મહાસિંહસેન તથા પૂર્ણસેન વગેરે શ્રેણિકના આ ત્રેવીસ પુત્રો અને નંદા, નંદામતિ, નંદોત્તરા, નંદસેણિયા, મરુતા, સુમરુતા, મહામરુતા, મરુદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમના અને ભૂતદત્તા નામની શ્રેણિકની તેર રાણીઓએ પ્રવ્રજિત થઈને ભગવાન મહાવીરના શ્રમણ સંઘમાં પ્રવેશ કર્યો." અસ્તુ વિભિન્ન સ્થળોએ આવેલ લદંત નામ કોઈ એક વ્યક્તિનું ન હોય, ભિન્ન વ્યક્તિનું જ હોવાથી સૂત્રોક્ત ઉલ્લેખની સંગતિ થઈ શકે છે. ૧૯. ધન્ય અણગાર : ધન્યદેવ - મનુષ્યગતિ અથવા તિર્યંચગતિથી જે પ્રાણી દેવગતિમાં જન્મ લે છે, તેનું ત્યાં નવું નામ હોય છે. પરંતુ તેના પૂર્વ જન્મનું જ નામ વ્યવહારથી કથાઓમાં ચાલે છે, જે એકાંત નથી.
ધન્યમુનિનું નામ ધન્યદેવ પડ્યું. દુર્દર મરીને દેવ થયો તો તેનું નામ પણ દુર્દર દેવ પડ્યું અને પ્રદેશ રાજાનું નામ સૂર્યાબ થયું.
४८