Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 144
________________ | ૯૦ | શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર છે. આવશ્યક સૂત્ર આચારાંગ આદિ અંગસૂત્રોથી પણ પ્રાથમિક અને આવશ્યક છે માટે સામાનારું પરસ એIછું આવો પાઠ ઉપલબ્ધ થાય છે. સૂત્રપાઠમાં જ્યાં નવ દિક્ષીત સાધુના અધ્યયન માટે UNIT રસ ITહું પાઠ હોય ત્યાં પણ સામાયિક આદિ અગિયાર અંગનું અધ્યયન કર્યું, તેમ સમજી લેવું. ૮. ૩ને સેલઃ- શેષ ઉત્કમથી ઉત્પન્ન થયા. કોઈપણ ગણનામાં ક્રમશઃ પ્રથમથી અંતિમ સુધી જવું, તેને અનુક્રમ કહે છે જેમ કે- પાંચ અનુત્તર વિમાનની ગણનામાં વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સર્વાર્થસિદ્ધ વિમાન, આ અનુક્રમ છે. તેનાથી વિપરીત અંતિમથી પ્રથમ સુધીની ગણનાને ઉત્કમ કહે છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી વિજય વિમાન પર્વતની ગણના ઉત્કમ છે. અનુત્તરોપપાતિક સૂત્રના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનમાં દશ કુમારોનું દેવલોક સંબંધી ઉપપાત = જન્મ વર્ણન કરાયું છે. જે આ પ્રકારે છે– જાલી, માલિ, ઉપજાલી, પુરુષસેન તથા વારિષણ અનુક્રમથી વિજય, વૈજયંત જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. દીર્ઘદત સર્વાર્થસિદ્ધ માં ઉત્પન્ન થયા. શેષ ચાર ઉલ્કમથી ઉત્પન્ન થયા. જેમ કે અપરાજિતમાં લષ્ટદંત, જયંતમાં વેહલ, વૈજયંતમાં વેડાયસ અને વિજયમાં અભય. આ રીતે ઉત્કમથી અનુત્તર વિમાનમાં જવાનું કથન કરેલ છે.

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151