Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૮૮ |
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
વિશિષ્ટ શબ્દ :૧. શ્લેષ ગુટિકા -"શ્લેષ" શબ્દનો વાસ્તવિક અર્થ છે ચિપકવું – ચોંટવું. જ્યારે કોઈ | કાગળના બે ટુકડાને ચિપકાવવાના હોય છે, ત્યારે ગુદ આદિનો ઉપયોગ કરાય છે. તે શ્લેષ છે.
૩૯
પ્રતીત થાય છે કે પ્રસ્તુત પ્રસંગમાં 'શ્લેષ' શબ્દનો અર્થ ગુંદ આદિ ચિપકાવનારી વસ્તુ છે. 'શ્લેષ' અર્થાત્ ગુંદની ગુટ્ટિકા-ગોળી તેનો અર્થ થાય છે, ગુંદની લાંબી વાટ. આ અર્થ અહીં સંગત બેસે છે. તેવા ધન્યકુમારના હોઠ થઈ ગયા હતા. પરંતુ "શ્લેષ" શબ્દ કફ અર્થનો વાચક નથી.
આચાર્ય હેમચંદ્રના કથનાનુસાર કફ, શ્લેષ્મ, વલાશ, સ્નેહભૂ અને ખર; આ પાંચ નામ શ્લેષ્મનાં છે. આમાં 'શ્લેષ' શબ્દ નથી આવ્યો.
૨. વાત :- "ચાઉરંત" શબ્દનો અર્થ ચાર અંત. આખી પૃથ્વી ચાર દિશાઓમાં આવી જાય છે. જેમ ચક્રવર્તી રાજા ક્ષત્રિય ધર્મનું ઉત્તમ રીતિથી પાલન કરતાં, તે ચારે દિશાઓનો અંત કરે છે, ચારે ય દિશાઓ ઉપર વિજય મેળવે છે, આખી પૃથ્વી પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરે છે. તેમ ભગવાન મહાવીરે ચાર અંતવાળા મનુષ્યગતિ, દેવગતિ, તિર્યંચગતિ અને નરકગતિ રૂપ સંસાર ઉપર, વાસ્તવિક લોકોત્તર ધર્મનું પાલન કરતાં વિજય પ્રાપ્ત કર્યો. તેમણે લોકોત્તર ક્ષાત્ર ધર્મથી પોતાના અંતરંગ વૈરી રાગ-દ્વેષ તથા ક્રોધ, માન, માયા, લોભ આદિને જીતીને પૂર્ણરૂપથી વિજય પ્રાપ્ત કર્યો. ભગવાન ધર્મના ચક્રવર્તી છે. અતઃ આ તેની ઉપમા છે.
૨૮
રૂ. ૭૬ છટ્ટ :- શાસ્ત્રમાં આવતાં ચઉત્થ, છઠ, અઠ્ઠમ વગેરે બધા તપસ્યાનાં રૂઢ | નામો છે અર્થાત્ ચઉત્થ, છઠ આદિ ઉપવાસ, છઠ વગેરેના નામ છે. નામ સાર્થક, યૌગિક, રૂઢ અનેક પ્રકારનાં હોય છે. તેના શબ્દાર્થ કરી ઉપવાસમાં ચાર ભક્તનો ત્યાગ, છઠમાં છ ભક્ત અર્થાત્ છ વાર ભોજનનો ત્યાગ આવા અર્થની કલ્પના પણ કરવામાં આવે છે. તેની વિચારણા આ પ્રમાણે છે
ચોથા આરામાં આહારની ઈચ્છા એક દિવસમાં એક વાર થાય તેનો ભક્ત એક જ થાય છે. જો કે ચોથા આરાના છેલ્લા સમયે બે ભક્ત માની લઈએ તો પણ ગૌતમ સ્વામી વગેરેના જીવનભર છઠને પારણે છઠનો બંધ બેસતો નથી કારણ કે દિવસનાં બે ભક્ત ગણાય તેમાંનો એક ભક્ત પેલાના છઠમાં ગણાઈ જાય અને બીજો ભક્ત આગળ ના છઠમાં ગણાઈ જાય, તો પારણાને દિવસે જે આહાર કરશે તે ત્રીજો ભક્ત થશે, જે યોગ્ય ન કહેવાય. એટલે એક દિવસના બે ભક્તનો ત્યાગ માનીને અર્થ કરતાં નિરંતર