Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 83
________________ | ધન્યકુમાર [ ૨૯] હું મારા આત્માને ભાવિત કરીને વિચરણ કરવા ઈચ્છું છું. છઠ્ઠ તપના પારણામાં પણ મને આયંબિલનો આહાર કરવો કહ્યું છે. પરંતુ આયંબિલ સિવાયનો આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી. તે પણ સંસ્કૃષ્ટ હાથ આદિથી લેવું કહ્યું છે અસંતૃષ્ટ હાથ આદિથી લેવું ક૫તું નથી. ઉર્જિત ધર્મવાળો આહાર (ફેંકી દેવા યોગ્ય) ગ્રહણ કરવા કહ્યું છે. અનુજ્જિત ધર્મવાળો આહાર કલ્પતો નથી. જેને લેવાની અન્ય ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ અને ભિખારી ઈચ્છા ન કરે, તેવા ભક્ત–પાન કહ્યું છે ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ ઊપજે તેમ કરો, પરંતુ પ્રમાદ ન કરવો. ત્યાર પછી તે ધન્ય અણગાર ભગવાન મહાવીરની આજ્ઞા લઈ હર્ષિત અને સંતુષ્ટ થઈ જીવન પર્યત નિરંતર છટ્ટ તપથી આત્માને ભાવિત કરતાં વિચારવા લાગ્યા. વિવેચન : આ સુત્રમાં ધન્ય અણગારની આહાર અને શરીર વિષયક અનાસક્તિનું તથા રસેન્દ્રિય સંયમનું વિશેષ રૂપે પ્રતિપાદન કર્યું છે. તે દીક્ષા ગ્રહણ કરી ત્યારથી તેઓ જ ધર્મમાં એવા તલ્લીન થઈ ગયા કે દીક્ષાના પ્રથમ દિવસથી તેને ઉગ્ર તપ કરવાના ભાવ જાગૃત થયા. તેમણે નિર્ણય કરીને ભગવાનને વિનંતી કરી કે- હે ભગવન્! હું આપની આજ્ઞાથી જીવનભર છઠ્ઠ તપનું આયંબિલપૂર્વક પારણું કરું. તેની આ પ્રકારની ધર્મરુચિ જોઈને શ્રી ભગવાને આજ્ઞા આપી. ધન્ય અણગારે પોતાની પ્રતિજ્ઞા અનુસાર તપ અંગીકાર કરી લીધું. સુત્રોકત કથનથી ફલિત થાય છે કે સાધકો એ વિનય, નમ્રતા અને ગુરુ આજ્ઞા કે સ્વીકૃતિપૂર્વક જ તપશ્ચર્યા કરવાની હોય છે. ગુરુ આજ્ઞાપૂર્વકની જ કોઈપણ સાધના સાધકને સફળતા પ્રાપ્ત કરાવે છે. નિ :- ટીકામાં કહ્યું છે– ક્ષિત થયિ તિ, સાત-રિત્યા: રસ પડ્યું ધર્મ-પર્યાયો યસ્થીતીતિ ત થ ા જે અન્ન સર્વથા ત્યાગ કરી દેવા યોગ્ય અથવા ફેંકી દેવા યોગ્ય હોય તે ઉજ્જિત ધર્મ છે. આયંબિલના દિવસે ધન્ય અણગાર જે અન્નને પ્રાયઃ કોઈ ઈચ્છતું નથી એવો જ આહાર લેતા હતા. ધન્યમુનિની ગોચરી અને તેનો આહાર :१५ तए णं से धण्णे अणगारे पढमछट्ठखमणपारणयंसि पढमाए पोरिसीए सज्झायं करेइ । बीयाए पोरिसीए झाणं झियायइ, तइयाए पोरिसीए अतुरियमचवलमसंभंते मुहपोत्तियं पडिलेहेइ, पडिलेहित्ता भायणाई वत्थाई पडिलेहेइ पडिलेहित्ता, भायणाई पमज्जइ पमज्जित्ता, भायणाई उग्गहेइ उग्गहित्ता, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151