Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ધન્યકુમાર,
[૪૭]
ત્યાર પછી ક્યારેક પૂર્વાદ્ધ રાત્રિના સમયે ધન્ય અણગારના મનમાં ધર્મ જાગરણ અર્થાત્ આત્મ વિચારણા કરતાં કરતાં એવી ભાવના ઉત્પન્ન થઈ–
હું આ પ્રકારના ઉદાર તપ કર્મથી શુષ્ક–નીરસ શરીરવાળો થઈ ગયો છું ઇત્યાદિ જેમ સ્કંદક અણગારે વિચાર કર્યો હતો તેમ જ ચિંતન કર્યું. ભગવાનની અનુમતિ લીધી અને સ્થવિરોની સાથે વિપુલગિરિ પર ચઢયા. એક માસની સંખના કરી, નવ માસની દીક્ષા પર્યાયનું પાલન કરી, કાળ ધર્મ પામીને ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા યાવતુ નવ રૈવેયક વિમાન પ્રટોને પાર કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
ધન્યમુનિના સ્વર્ગગમન પછી સેવા કરનારા સ્થવિરમુનિ વિપુલ પર્વતથી નીચે ઊતર્યા યાવત "ધન્યમુનિનાં આ ઉપકરણો છે" આ પ્રકારે ભગવાનને નિવેદન કર્યું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધન્ય અણગારની અંતિમ આરાધનાનું વર્ણન કર્યું છે. સૂત્રકારે ધન્ય અણગારની તુલના અંદક અણગારની આરાધના સાથે કરી છે. સ્વાધ્યાય, ધ્યાન, સંયમ, તપમાં લીન બનેલા ધન્ય અણગારને એક સમયે મધ્ય રાત્રિએ ચિંતન કરતાં કરતાં વિચાર ઉત્પન્ન થયો કે મારામાં વર્તમાને ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ વિદ્યમાન છે અને શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર પણ વિદ્યમાન છે. આ સર્વ પ્રકારની સુવિધાઓમાં જ મારે જીવનની ચરમ સાધના કરી લેવી જોઈએ. આ વિચાર આવતા તેમણે પ્રાતઃકાલે શ્રમણ ભગવંતની આજ્ઞા પ્રાપ્ત કરી, આત્મવિશુદ્ધિને માટે પાંચ મહાવ્રતોનું પુનઃ આરોપણ કર્યું તથા ઉપસ્થિત શ્રમણો અને શ્રમણીઓની સાથે ક્ષમાયાચના કરી, તથારૂપ સ્થવિરોની સાથે ધીરે ધીરે વિપુલગિરિ ઉપર ચડી ગયા. ત્યાં પહોંચીને તેણે કાળાવર્ણની પૃથ્વી શિલાપટ્ટની પ્રતિલેખના કરી. ઘાસનો સંસ્મારક બિછાવ્યો અને પદ્માસન લગાવીને બેસી ગયા. પછી બન્ને હાથ જોડ્યા. હાથ જોડીને આવર્તન કરીને પૂર્વ દિશા તરફ મુખ રાખી ""મોત્થ'ના પાઠથી સર્વ સિદ્ધોને નમસ્કાર કર્યા. તે જ રીતે પોતાના ધર્મગુરુ ભગવાન મહાવીરને પણ નમસ્કાર કર્યા અને કહ્યું
હે ભગવન ! ત્યાં બિરાજમાન આપ સર્વ ભાવોને જોઈ રહ્યા છો માટે મારી વંદનાનો સ્વીકાર કરજો. મેં પહેલાં જ આપની સમક્ષ અઢાર પાપોનો ત્યાગ કર્યો હતો. હવે હું આપની સાક્ષીએ જ તેનો પુનઃ જીવનપર્યત પરિત્યાગ કરું છું. તેમજ અન્ન, પાણી, ખાદ્ય અને સ્વાધરૂપ ચારે આહારનો આજીવન પરિત્યાગ કરું છું. મારા સંયમમાં સહાયક શરીરનો પણ અંતિમ રૂપથી ત્યાગ કરું છું. હવે પાદપોપગમન નામનું અનશનવ્રત ધારણ કરું છું. આ પ્રકારે શ્રી શ્રમણ ભગવાનને વંદના કરી, તેમની સાક્ષીએ સંથારો ગ્રહણ કર્યો અને તે જ ભાવોમાં લીન રહેવા લાગ્યા. તેમણે સંયમ જીવનમાં સામાયિક આદિથી લઈને ૧૧ અંગોનો અભ્યાસ કર્યો. નવ માસ પર્યત દીક્ષા પર્યાયનું પાલન કર્યું. એક માસની સંલેખના કરી, સાઠ ભક્ત આહારનું છેદન કરી, આલોચના પ્રતિક્રમણપૂર્વક ઉત્તમ સમાધિ મરણને પ્રાપ્ત કર્યું. સાઇભક્તઃ- પ્રત્યેક દિવસના આહાર કરવાના બે ભક્ત હોય છે. આ રીતે એક માસના સાઠ ભક્ત થઈ