Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 138
________________ શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર સાઇવાહી કહી શકાય છે. ૧૦. પંચધાત્રી :- શિશુનું લાલન-પાલન કરનારી પાંચ પ્રકારની ધાવ માતાઓ. શિશુ પાલન પણ માનવજીવનની એક કળા છે, એક મહાન દાયિત્વ પણ છે. કોઈ શિશુને જન્મ દેવા માત્રથી જ માતા-પિતાનું ગૌરવ વધતું નથી. માતા પિતાનું વાસ્તવિક ગૌરવ બાળકના લાલન પાલનની પદ્ધતિથી જ અંકાય છે. પ્રાચીન સાહિત્યનાં અધ્યયનથી જાણી શકાય છે કે પ્રાચીન કાળમાં રાજકુટુંબોમાં અને સંપન્ન ઘરોમાં શિશુ પાલનને માટે ધાવ માતાઓ રખાતી હતી, જેને ધાત્રી કહેવાય છે. ઘાવ માતાઓ પાંચ પ્રકારની હતી- ૧. મીરધાત્રી– દૂધ પીવડાવનારી ૨. મજ્જનધાત્રી- સ્નાન કરાવનારી ૩. મંડનધાત્રી- સાજ-શૃંગાર કરાવનારી ૪. ક્રીડાધાત્રી–રમત–ગમત કરાવનારી, મનોરંજન કરાવનારી ૫. અંકધાત્રી– ખોળામાં રાખનારી. = ૧૧. મહાબલ :- બલરાજાનો પુત્ર, સુદર્શન રાજાનો જીવ મહાબલ કુમાર. હસ્તિનાપુર નગરનો રાજા બલ અને તેની રાણી પ્રભાવતી હતી. એકવાર રાત્રે અર્ધનિંદ્રામાં રાણીએ સ્વપ્ન જોયું– એક સિંહ આકાશથી ઊતરીને તેના મુખમાં પ્રવેશ કરી રહ્યો છે. સિંહનું સ્વપ્ન જોઈને રાણી જાગી ગઈ અને રાજા બલના શયનખંડમાં જઈને સ્વપ્ન સંભળાવ્યું. રાજાએ મધુર સ્વરમાં કહ્યું–સ્વપ્ન ઘણું શ્રેષ્ઠ છે. તું તેજસ્વી પુત્રની માતા બનીશ. પ્રાતઃ રાજસભામાં રાજાએ સ્વપ્ન પાઠકોને પણ સ્વપ્નનું ફળ પૂછ્યું. સ્વપ્ન પાઠકોએ કહ્યું–રાજન ! સ્વપ્ન શાસ્ત્રમાં ૪૨ સામાન્ય અને ૩૦ મહાસ્વપ્ન છે. આ પ્રકારે કુલ ૭૨ સ્વપ્ન કહ્યાં છે. ! તીર્થંકરોની માતા અને ચક્રવર્તીની માતા ૩૦ મહાસ્વપ્નોમાંથી આ ૧૪ સ્વપ્નો જુએ છે– (૧) હાથી (ગજ), (૨) વૃષભ (બળદ), (૩) સિંહ, (૪) લક્ષ્મી, (૫) પુષ્પમાળા, (૬) ચંદ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજા, (૯) કળશ (કુંભ), (૧૦) પદ્મસરોવર, (૧૧) સમુદ્ર, (૧૨) દેવિમાન, (૧૩) રત્નરાશિ, (૧૪) નિર્ધમ અગ્નિ. રાજન્ ! પ્રભાવતી દેવીએ એક મહાસ્વપ્ન જોયું છે. અતઃ તેનું ફળ અર્થલાભ, ભોગલાભ, પુત્રલાભ અને રાજ્યલાભ થાય. કાલાંતરમાં પુત્રનો જન્મ થયો, જેનું નામ મહાબલકુમાર રાખવામાં આવ્યું. કલાચાર્યની પાસે ૭૨ કળાઓનો અભ્યાસ કરીને મહાબલકુમાર કુશળ થઈ ગયા. આઠ રાજકન્યાઓની સાથે મહાબલકુમારના વિવાહ કરવામાં આવ્યા. મહાબલકુમાર ભૌતિક સુખોમાં લીન થઈ ગયા. ૫૦ ૧૬

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151