Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[૫૨]
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર તે તપથી કૃશ થઈ ગયું. અનશન આરાધના અને આગામી ભવમાં મુક્તિ :
२ तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे । गुणसिलए चेइए । सेणिए राया । सामी समोसढे । परिसा णिग्गया । राया णिग्गओ । धम्मकहा । राया पडिगओ। परिसा पडिगया ।
तए णं तस्स सुणक्खत्तस्स अणगारस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि धम्म-जागरियं सेसं जहा खंदयस्स णवरं बहु वासा परियाओ जाव सव्वट्ठसिद्धे विमाणे देवत्ताए उववण्णे । तेत्तीस सागरोवमाई ठिई जाव महाविदेहे सिज्झिहिइ ।
ભાવાર્થ : તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલક નામનું ચૈત્ય હતું. શ્રેણિક રાજા ત્યાં રાજ્ય કરતા હતાં. ભગવાન મહાવીર સ્વામી નગરીમાં પધાર્યા. પરિષદ ભગવાનના દર્શન માટે નીકળી. રાજા પણ નીકળ્યા. પ્રભુએ ધર્મકથા કહી. રાજા પાછા ચાલ્યા ગયા. પરિષદ પણ પાછી ફરી ગઈ.
સુનક્ષત્ર અણગારે એકદા પૂર્વાર્ધરાત્રિના સમયે ધર્મ જાગરણ કરતાં કરતાં આત્મચિંતન કર્યું વગેરે વર્ણન અંધક અણગારની જેમ જાણવું. વિશેષ, એ છે કે તેમણે ઘણા વર્ષો સુધી સંયમનું પાલન કર્યું કાવત સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે યાવત મહાવિદેહ ક્ષેત્રથી સિદ્ધ થશે.
વિવેચન :પુત્રરત્તાવરવાનમયંતિ :- આ શબ્દના બે ” થાય છે– (૧) મધ્યરાત્રિ. આ સમય એવો છે કે
જ્યારે વાતાવરણ એકદમ શાંત હોય છે માટે ધર્મજાગરણ કરનારનું ચિત્ત એકાગ્ર થઈ જાય છે અને તેમાં પૂર્ણ સ્થિરતા આવી જાય છે. વિચારધારા ઘણી સ્વચ્છ રહે છે અને મસ્તકમાં ઘણા ઉચ્ચ વિચારની ફૂરણા થાય છે, આ કારણથી ધન્ય આદિ અણગારોના તે સમયના વિચાર તેને સન્માર્ગે લઈ ગયા (૨) રાત્રિનો પૂર્વભાગ અને પશ્ચિમ વિભાગ અર્થાત્ સૂતી વખતે અને ઊઠતી વખતે સાધકે ધર્મ જાગરણ કરવાનું હોય છે. દશવૈકાલિક સૂત્રની બીજી ચૂલિકામાં તે બન્ને સમયે પોતાના ગુણોના વિકાસનું અને અવગુણ શોધવાનું ચિંતન કરવાનું કહેલ છે.
I વર્ગ-૩ | ર સંપૂર્ણ II