Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
|
૪ ૨
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
ધન્ય અણગારની ઉત્કૃષ્ટ તપ સાધનાથી શુષ્ક થયેલા તેમના શરીરના વિસ્તૃત વર્ણનનો શાસ્ત્રકારનો ગંભીર આશય પ્રતીત થાય છે. આત્મશુદ્ધિ માટે પુરુષાર્થશીલ સાધકો દેહ પ્રતિ સર્વથા નિર્લિપ્ત હોય છે, તે ધન્ય અણગારના દેહના વર્ણનથી સ્પષ્ટ થાય છે. ધન્યમુનિની આંતરિક તેજસ્વિતા :२४ धण्णे णं अणगारे सुक्केणं भुक्खेणं लुक्खेणं पायजंघोरुणा, विगयतडिकरालेणं कडिकडाहेणं, पिट्ठिमवस्सिएणं उदरभायणेणं जोइज्जमाणेहिं पासुलिकडएहिं, अक्खसुत्तमाला इव गणेज्जमाणेहिं पिट्टिकरंडगसंधीहिं, गंगातरंगभूएणं उरकडग- देसभाएणं, सुक्कसप्पसमाणाहिं बाहाहिं, सिढि लकडाली विव लंबतेहि य अग्गहत्थेहिं, कंपणवाइओ वेवमाणीए विव सीसघडीए, पम्माणवयणकमले, उब्भडघडमहेव उच्छडणयणकोसे जीवंजीवेणं गच्छइ, जीवंजीवेणं चिट्ठइ, भासं भासित्ता गिलाइ, भासं भासमाणे गिलाइ, भासं भासिस्सामि त्ति गिलाइ । से जहाणामए इंगालसगडिया इ वा एवं जहा खंदओ तहा जाव हुयासणे इव भासरासिपलिच्छण्णे तवेणं तेएणं तवतेयसिरीए अईव अईव उवसोभेमाणे उवसोभेमाणे चिट्ठइ । ભાવાર્થ : ઘોર તપસ્વી તે ધન્ય અણગાર માંસ આદિના અભાવના કારણે શુષ્ક અને ભૂખને કારણે અત્યંત નિર્બળ અને પગ આદિ અવયવો કશ થઈ જવાના કારણે રૂક્ષ દેખાતા હતા. તેમનો કટિભાગ કાચબાની પીઠની જેમ અથવા કઢાઈની જેમ અને માંસ રહિત થવાના કારણે હાડકાં ઉપર દેખાવાથી વિકૃત દષ્ટિગોચર થતો હતો. માંસ-મજ્જા અને રક્તના અભાવમાં પીઠથી સંલગ્ન પેટ, માંસરહિત હોવાના કારણે પાંસળીઓ સ્પષ્ટ દેખાતી હતી અને રૂદ્રાક્ષની માળાના મણકાની સમાન સ્પષ્ટ ગણી શકાય તેવી કરોડ રજ્જુની સંધિઓ હતી. ગંગાના તરંગોની જેમ સ્પષ્ટ દેખાતાં હાડકાંવાળું તેનું વક્ષ:સ્થળ હતું. તેની ભુજાઓ સુકાયેલા સર્પ સમાન લાંબી અને સુકાયેલી હતી. ઘોડાની ઢીલી લગામની સમાન તેના આગળના હાથ લટકી રહ્યા હતા. કંપવાગ્રસ્ત રોગીની જેમ તેનું મસ્તક ધ્રૂજતું હતું. તેનું મુખકમળ પ્લાન થઈ ગયું હતું. તેની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. તેથી તૂટેલા મોઢાવાળા ઘડાની સમાન વિકૃત દષ્ટિગોચર થતી હતી અર્થાત્ ઊંડી કુપ્પી સમાન થઈ ગઈ હતી. દીર્ઘ તપથી ક્ષીણ શરીરી તે ધન્ય અણગાર પોતાના શરીરના બળથી નહીં પરંતુ પોતાના આત્મબળથી જ ગમન કરતા હતા કે પોતાના આત્મબળથી જ ઊભા રહેતા હતા અને બેસતા હતા. ભાષા બોલતાં તે થાકી જતાં હતા. બોલતી વખતે તેને કષ્ટનો અનુભવ થતો હતો. ત્યાં સુધી કે "હું બોલીશ" આ વિચાર માત્રથી જ તે કષ્ટનો અનુભવ કરતા હતા. જ્યારે ચાલતા ત્યારે તેના શરીરનાં હાડકાંઓ કોલસાથી ભરેલી ગાડીની સમાન અવાજ કરતાં હતાં.
આ પ્રકારે સ્કંદક અણગારની જેમ ધન્ય અણગારની પણ શરીરની કૃશતા થઈ ગઈ હતી યાવતું