Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ધન્યકુમાર
૩ ૭. |
વિવેચન :
આ સૂત્રમાં ધન્ય અણગારના કટિ, પેટ, પાંસળીઓ, પૃષ્ઠ ભાગ અને વક્ષ:સ્થળનું ઉપમાઓ દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. તેનો કટિ પ્રદેશ તપના કારણે માંસ અને રક્તથી રહિત થઈને ઊંટ અથવા વૃદ્ધ બળદના પગ સમાન થઈ ગયો હતો. તેનું પેટ પણ સુકાઈને સુકાયેલી મશક, ચણા વગેરે શેકવા માટેની લોઢી અથવા લોટ બાંધવાની કથરોટની સમાન થઈ ગયું હતું. તેની પાંસળીઓ પણ સુકાઈ ગઈ હતી, તે ગણી શકાતી હતી. કરોડરજ્જુના મણકાઓ મુગટોની કિનારીઓ, પથ્થરના ગોળાઓની અથવા લાખ આદિથી બનાવેલાં બાળકોનાં રમકડાંઓની પંક્તિ જેવા લાગતા હતા. તપને કારણે ધન્ય અણગારની છાતીમાં ફેરફાર થઈ ગયો હતો. તેમાંથી માંસ અને રક્ત સુકાઈ ગયેલ હતાં અને તે પાંસળીઓની હાર, વાંસ અથવા તાડનાં પાનનો બનેલો પંખો હોય તેવી પ્રતીત થઈ રહી હતી.
આ સર્વ અવયવોનું વર્ણન ઉપમા અલંકારથી કર્યું હોવાથી અભ્યાસ કરનારને સમજવામાં સુગમતા થાય છે. ઉપરોકત વર્ણનથી સ્પષ્ટ થાય છે કે પદ્ગલિક ભોજન–પાણીના ત્યાગથી શરીરને પોષણ મળતું ન હોવાથી શરીર શુષ્ક બની જાય છે પરંતુ તપસ્વી સાધકનો આત્મા બળવત્તર બને છે.
ધન્ય અણગારનું શરીર જો કે સુકાઈને કાંટા જેવું બની ગયું હતું પરંતુ તેની આત્મિક તેજસ્વિતા અત્યંત વધી ગઈ હતી. બાહુ, હાથ, આંગળી :| २१ धण्णस्स णं अणगारस्स बाहाणं इमेयारूवे तवरूव लावण्णे होत्थासे जहाणामए समिसंगलिया इ वा बाहायासंगलिया इ वा, अगत्थियसंगलिया इ वा, एवामेव जाव णो चेव णं मंस सोणियत्ताए ।
धण्णस्स णं अणगारस्स हत्थाणं इमेयारूवे तवरूव लावण्णे होत्थासे जहाणामए सुक्कछगणिया इ वा, वडपत्ते इ वा, पलासपत्ते इ वा, ए वामेव जाव णो चेव णं मंस सोणियत्ताए ।
धण्णस्स णं अणगारस्स हत्थंगुलियाणं इमेयारूवे तवरूव लावण्णे होत्था- से जहाणामए कलसंगलिया इ वा, मुग्गसंगलिया इ वा, माससंगलिया इ वा, तरुणिया छिण्णा आयवे दिण्णा सुक्का समाणी मिलायमाणी चिट्ठति एवामेव जाव णो चेव णं मंस सोणियत्ताए । ભાવાર્થ : ધન્ય અણગારના બાહુ અર્થાત્ ભુજાઓનું તપોજન્ય રૂપ, લાવણ્ય આ પ્રકારે થઈ ગયું હતું–