Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૬ ]
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
पव्वइहिसि । ભાવાર્થ : ધન્યકુમારની માતા તેના એવા અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનોજ્ઞ, મનને અપ્રિય, અશ્રુતપૂર્વજે પહેલાં ક્યારે ય ન સાંભળેલ એવા આઘાતજનક વચન સાંભળી મૂછિત થઈ ગઈ ભાવતું ભાનમાં આવ્યા પછી આંખમાં અસ્મલિત અશ્રુપ્રવાહ સાથે આજંદ અને શોક કરતી, વિલાપ કરતી આ પ્રકારે કહેવા લાગી હે પુત્ર ! તું મને ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ (મનગમતા) આધારભૂત, વિશ્વાસપાત્ર સંમત, અનુમત, બહુમત, આભૂષણોની પેટી તુલ્ય, રત્ન સ્વરૂપ, રત્ન તુલ્ય, જીવનના શ્વાસ સમાન અને હૃદયને આનંદદાયક છે. ઉદુંબર-ઊમરાના પુષ્પની સમાન તારું નામ સાંભળવું પણ દુર્લભ છે, તો તારા દર્શન દુર્લભ હોય એમાં તો કહેવું જ શું? માટે હે પુત્ર ! તારો વિયોગ મારાથી એક ક્ષણ પણ સહન થઈ શકતો નથી માટે જ્યાં સુધી અમે જીવતાં છીએ ત્યાં સુધી ઘરમાં જ રહો. જ્યારે અમારું મૃત્યુ થઈ જાય અને તારી ઉંમર પરિપક્વ થઈ જાય અને કુળવંશની વૃદ્ધિ થઈ જાય ત્યારે તું સંસારથી નિરપેક્ષ થઈ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે મુંડિત થઈ અણગાર ધર્મ સ્વીકાર કરજે.
ધન્યકુમારની વૈરાગ્યવાણી :| १२ तए णं धण्णे कुमारे अम्मयं एवं वयासी- तहेव णं तं अम्मयाओ ! जणं तुब्भे ममं एवं वयह- तुमं सि णं जाया ! अम्हं इढे कंते जाव पव्वइहिसि । एवं खलु अम्मयाओ ! माणुस्सए भवे अणेगजाइ-जरा-मरण-रोग सारीरमाणस पकामदुक्ख-वेयण-वसण-सओवद्दवाभिभूए, अधुवे, अणिइए, असासए संज्झब्भ- रागसरिसे, जलबुब्बुयसमाणे, कुसग्गजलबिंदुसण्णिभे, सुविणगदसणोवमे, विज्जु-लयाचंचले, अणिच्चे, सडणपडणविद्धंसणधम्मे, पुट्वि वा पच्छा वा अवस्स विप्प- जहियव्वे भविस्सइ, से केस णं जाणइ अम्मयाओ ! के पुट्विं गमणयाए, के पच्छा गमणयाए ? तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महावीरस्स अंतियं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । ભાવાર્થ ? ત્યારે ધન્યકુમારે પોતાના માતાને આ પ્રમાણે કહ્યું કે– હે માતા ! હમણાં આપે કહ્યું કે- હે પુત્ર! તું અમને ઈષ્ટ, કાંત, પ્રિય આદિ છો યાવતુ અમારા મૃત્યુ પછી તું દીક્ષા અંગીકાર કરજે ઈત્યાદિ પરંતુ હે માતા ! આ મનુષ્ય જીવન જન્મ, જરા, મરણ, રોગ, વ્યાધિ તથા શારીરિક અને માનસિક દુઃખોની અત્યંત વેદનાથી સેંકડો કષ્ટોથી, આપત્તિઓથી પીડિત છે. આ મનુષ્ય જીવન અધ્રુવ, અનિત્ય અને અશાશ્વત છે. સંધ્યાના રંગોની સમાન, પાણીના પરપોટા સમાન, કુશાગ્ર પર રહેલાં જલબિંદુ સમાન, સ્વપ્ન દર્શનની સમાન તથા વિજળીના ઝબકારાની સમાન ચંચળ અને અનિત્ય છે. સડવું, પડવું, ગળવું અને નષ્ટ થવું તેનો સ્વભાવ છે. પહેલાં કે પછી એક દિવસ તેને અવશ્ય છોડવું પડશે તો તે માતા ! આ વાતનો નિર્ણય