Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ધન્યકુમાર
[ ૧૯ |
णाणामणिमयदामालंकिए, अंतो बहिं च सण्हे तवणिज्ज रुइल वालुयापत्थडे, सुहफासे सस्सिरीयरूवे पासादीए जाव पडिरूवे ।
ભાવાર્થ : ત્યાર પછી ધન્યકુમાર બાલભાવથી ઉન્મુક્ત થયાનું જ્ઞાન, વિજ્ઞાનની પરિપક્વ અવસ્થાને પામ્યા, યૌવનઅવસ્થાને પ્રાપ્ત થયા; ૭૨ કળાઓમાં વિશેષરૂપથી નિષ્ણાત થયા. તેના નવ અંગ (બે કાન, બે આંખ, બે નાકના છિદ્ર, એક જીભ, એક સ્પર્શન અને એક મન) વ્યક્ત (જાગૃત) થઈ ગયાં. તેઓ ૧૮ પ્રકારની ભાષાઓમાં વિશારદ બની ગયા; ગીત અને કામભોગોમાં અનુરાગયુક્ત થયા; ગાંધર્વ–ગાયનમાં અને નાટ્યક્રિયામાં પારંગત થયા તથા શૃંગાર ધારણની જેમ સુંદર વેષયુક્ત થયા; સમુચિત ચેષ્ટાઓમાં, સમુચિત વિલાસમાં–આંખો જનિત વિકારમાં તથા સંલાપમાં અને અવ્યક્તભાષણમાં દક્ષ થયા, અશ્વયુદ્ધમાં તથા ગજયુદ્ધમાં કુશળ થયા; બાહુપ્રમર્દી અર્થાત્ બાહુથી કઠોર વસ્તુના પણ ટુકડે-ટુકડા કરવામાં સમર્થ થયા; માનુષિક સુખ ભોગવવા યોગ્ય થયા. એ પ્રકારે જાણીને માતા ભદ્રા સાર્થવાહીએ બત્રીસ સુંદર મહેલ(પ્રસાદ) બનાવ્યા. જે વિશાળ અને ઊંચા હતા. તે ભવન પોતાની ઉજ્જવળ કાંતિના સમૂહથી હસતાં હોય તેવાં પ્રતીત થતાં હતાં, મણિ, સોનું અને રત્નોની રચનાથી વિભૂષિત હતાં. પવનથી આંદોલિત, વિજય સૂચિત કરનારી વૈજયંતિ પતાકાઓથી તથા એકબીજા ઉપર રહેલાં છત્રોથી યુક્ત હતાં, તે એટલાં ઊંચા હતાં કે તેના શિખર જાણે આકાશતલનું ઉલ્લંઘન કરતાં હોય તેમ લાગતું હતું. તેની જાળીઓની મધ્યમાં રત્નોનાં પાંજરા જાણે તેની આંખો હોય તેવા પ્રતીત થતાં હતાં. તેમાં મણિઓ અને કનકની સ્કૂપિકાઓ હતી. તેમાં સાક્ષાતુ અથવા ચિત્રિત શતપત્ર અને પુંડરીક કમળ વિકસિત થઈ રહ્યાં હતાં. તે ભવન તિલકરત્નો અને અર્ધચંદ્રોથી યુક્ત હતાં અર્થાત્ ભીંતો ચંદન આદિના આલેખનથી અર્ચિત હતી. તે ભવનો અનેક પ્રકારની મણિમય માળાઓથી અલંકૃત હતાં; અંદર અને બહારથી સ્નિગ્ધ હતાં. તેના આંગણામાં સુવર્ણની મનોજ્ઞ રેતી બિછાવેલી હતી. તે ભવન સુખપ્રદ સ્પર્શવાળા હતાં, ઘણાં જ શોભનીય હતાં. તેને જોતાં જ ચિત્તમાં પ્રસન્નતા થતી હતી, યાવતુ તે મહેલ પ્રતિરૂપ હતાં, અત્યંત મનોહર હતાં. | ६ तेसिं मज्झे एगं भवणं अणेगखंभसयसण्णिविट्ठ लीलट्ठियसालभंजियागे अब्भुग्गयसुकयवइरवेइयातोरणवररइयसालभंजियासुसिलिट्ठविसिट्ठलट्ठसंठियपसत्थ वेरुलियखंभणाणामणिकणगरयणखचितउज्जलं बहुसमसुविभत्तणिचियरमणिज्ज भूमिभागंईहामिय जाव भत्तिचित्तं खंभुग्गयवइर वेइयापरिगयाभिरामं विज्जाहरजमल जुयलजुत्तं अच्चीसहस्स मालीणीयं पिवंरूवगसहस्सकलियं भिसमाणं भिब्भिसमाणं चक्खुल्लोयणलेसं सुहफासं सस्सिरीयरूवं कंचणमणिरयणथूभियागं णाणाविह पंचवण्ण घंटापडागपरिमंडियग्गसिहरं धवलमरीचिकवयं विणिम्मुयंतं लाउल्लोइयमहियं जावगंधवट्टिभूयं पासादीयं दरिसणिज्ज अभिरूवं पडिरूवं ।
ભાવાર્થ : તેણે તે બત્રીસ મહેલોની વચમાં એક ઉત્તમ ભવનનું નિર્માણ કરાવ્યું હતું. જે અનેક સેંકડો